Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મરાઠી શીખવવા પસંદગી થઈ એક બિનમરાઠી ટીનેજરની

મરાઠી શીખવવા પસંદગી થઈ એક બિનમરાઠી ટીનેજરની

Published : 17 May, 2026 07:34 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મીરા-ભાઈંદરમાં રિક્ષા-ટૅક્સીના ડ્રાઇવરો માટે યોજાઈ મરાઠી વર્કશૉપ

૧૫ ઑગસ્ટ એટલે કે સ્વાતંયદિન સુધીમાં મરાઠી ભાષા શીખી લેવાનું અલ્ટિમેટમ પણ પ્રતાપ સરનાઈકે આપ્યું હતું

૧૫ ઑગસ્ટ એટલે કે સ્વાતંયદિન સુધીમાં મરાઠી ભાષા શીખી લેવાનું અલ્ટિમેટમ પણ પ્રતાપ સરનાઈકે આપ્યું હતું


મરાઠી ન જાણતા હોય એવા રિક્ષા-ટૅક્સીના ડ્રાઇવરોને પહેલી મે સુધીની આપેલી ડેડલાઇન લંબાવાઈ અને તેમને મરાઠી ભાષા શીખવા માટે વધુ સમય આપવામાં આવ્યો ત્યાર પછી BJP અને શિવસેના દ્વારા તેમના માટે મરાઠી શીખવવા વર્કશૉપ્સનું આયોજન થઈ રહ્યું છે. એ અંતર્ગત શુક્રવારે મીરા-ભાઈંદરમાં આવી વર્કશૉપ યોજાઈ હતી. જોકે રસપ્રદ વાત એ હતી કે મરાઠી શીખવવાની જવાબદારી એક નૉન-મરાઠી ટીનેજરને સોંપવામાં આવી હતી. 

રાજ્યના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકની હાજરીમાં યોજાયેલી આ વર્કશૉપમાં સપનાકુમારી નામની ટીનેજરને મરાઠી ભાષા શીખવવા પસંદ કરવામાં આવી હતી. એનું કારણ સપનાકુમારીએ તે મરાઠી ન હોવા છતાં દસમા ધોરણમાં મરાઠી વિષયમાં ૧૦૦માંથી ૯૧ માર્ક મેળવ્યા એ હતું. વર્કશૉપમાં બેઝિક મરાઠી શીખવવા ઉપરાંત બુકલેટ્સ પણ આપવામાં આવી હતી જેથી તેઓ સરળતાથી મરાઠી શીખી શકે. 



સ્વાતંયદિન સુધીમાં મરાઠી શીખી જજો, નહીંતર...
૧૫ ઑગસ્ટ એટલે કે સ્વાતંયદિન સુધીમાં મરાઠી ભાષા શીખી લેવાનું અલ્ટિમેટમ પણ પ્રતાપ સરનાઈકે આપ્યું હતું. ૧૫ ઑગસ્ટ સુધીમાં જે રિક્ષા-ટૅક્સીના ડ્રાઇવરો મરાઠી નહીં શીખે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની અને લાઇસન્સ રદ કરવાની ચીમકી પણ તેમણે આપી હતી.


Whatsapp-channel Whatsapp-channel

17 May, 2026 07:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK