Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

Published : 17 May, 2026 07:13 AM | IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
તમારી જૂની આદતોનું વિશ્લેષણ કરીને એના પર કામ કરવાનો સારો સમય છે. જો તમે કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવા માગતા હો તો એ માટે લાંબા ગાળાની સ્ટ્રૅટેજી પર કામ કરો. ફૅમિલી પ્લાનિંગ કરવા ઇચ્છતા હો તો આ સારો સમય છે. જો આ માટે કોઈ મેડિકલ મદદની જરૂર હોય તો લઈ લો, સફળતા મળી શકે છે. તમારી અંદરના અવાજને સાંભળો, પરંતુ પ્રૅક્ટિકલ વાતોને નજરઅંદાજ ન કરો કેમ કે એમાં સમય લાગે છે અને એ ક્યારેક બોરિંગ હોય છે. 

જેમિની જાતકો વિશે જાણવા જેવું 
આ રાશિના લોકોમાં એકની અંદર બે વ્યક્તિત્વ જીવતાં હોય એવું બની શકે છે. તમે કદી નહીં કહી શકો કે કયું વ્યક્તિત્વ અત્યારે સક્રિય છે. તેમની અંદર કાચિંડાની જેમ રંગ બદલવાની કાબેલિયત હોય છે એટલે તેઓ જે પણ પરિસ્થિતિમાં હોય એમાં બહુ આસાનીથી ઢળી જાય છે. જેમિની જાતકો બહુ જલદીથી બોર થઈ જાય છે એટલે તેઓ સતત નવા અનુભવોની શોધમાં રહેતા હોય છે.



એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ


કોઈ પણ પડકારોને યોગ્ય રીતે હૅન્ડલ કરો. જો ભૂતકાળમાં જે થયું છે એની માહિતીનો સાચો ઉપયોગ થાય તો એ બહુ મૂલ્યવાન બનશે. 
કરીઅર ટિપ : ઑફિસની ગૉસિપ પર ધ્યાન ન આપો, એમાં ઇન્વૉલ્વ ન થાઓ. પડકારો માટે ક્રીએટિવ સમાધાન શોધો. એક નાનકડો ફરક બહુ મોટો બદલાવ લાવે છે. 

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


નવા આઇડિયા અને તકો માટે મન ખુલ્લું રાખો અને તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો. કોઈ પણ સંબંધને લગતો નિર્ણય તરત જ લો. પહેલાં વિચાર કરો. 
કરીઅર ટિપ : તમારી પાસે જરૂરી તમામ માહિતી છે એ બાબત ખાતરી કરી લો. ખાસ કરીને કોઈ ખાસ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હો ત્યારે. બૉસ અને સિનિયર્સ સાથે સ્ટ્રૅટેજિક રીતે ડીલ કરશો. 

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

જો તમે કોઈ અચાનક તક મળે તો સમજી-વિચારીને જોખમ ઉઠાવજો અને સ્થિતિને છેલ્લે સુધી કાબૂમાં રાખવા માટે તૈયાર રહો. પરિવાર કે દોસ્તો સાથે ઝઘડો ન થાય એનું ધ્યાન રાખજો. 
કરીઅર ટિપ : કોઈ સિનિયર કે બૉસનો પોતાનો એજન્ડા હોઈ શકે છે, પણ તમારે તમારી સૂઝ અને સમજનો ઉપયોગ કરવો. ટૂંકા ગાળાના ફાયદાને બદલે કરીઅરમાં ગ્રોથ પર ધ્યાન આપો. 

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

તમારા ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત રાખો. કોઈ પણ અવરોધ આવે એને ઝડપથી દૂર કરો. જેમનું બજેટ ઓછું હોય તેમણે ખર્ચ બાબતે વિશેષ સાવધાની રાખવી જરૂરી છે. 
કરીઅર ટિપ : કોઈ નાના પ્રોજેક્ટને સમયસર પૂરો કરવા માટે તમને વધુ ડિસિપ્લિન સાથે કામ કરવાની જરૂર પડી શકે છે. બૉસ અને સિનિયર્સને કંઈ પણ કહેવામાં ધ્યાન રાખો. 

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

જરૂર હોય તો તમારી વાતના મુદ્દા પર અડગ રહો અને કોઈને પણ તમારો ફાયદો ઉઠાવવા ન દો. પ્રૉપર્ટીના મામલે આ સારો સમય છે. 
કરીઅર ટિપ : સહકર્મચારીઓની વાતો પર ભરોસો કરશો નહીં. કોઈએ કંઈ પણ કહ્યું હોય એના ભરોસે રહેશો નહીં. જેમના ઇન્ટરનૅશનલ ક્લાયન્ટ્સ અને પ્રોજેક્ટ્સ છે તેમના માટે આ બહુ સારો સમય છે.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

પરિસ્થિતિ સંભાળવાનો જૂનો રસ્તો સૌથી સારી રીતે કામ કરશે. તમને એનાથી સ્પષ્ટતા પણ મળશે. ફૅમિલી ફાઇનૅન્સ અને ઇન્વેસ્ટમેન્ટને ધ્યાનથી સંભાળો. 
કરીઅર ટિપ : તમારા બૉસ કે મૅનેજર સાથે તમારા ઇક્વેશન પર ફોકસ કરો અને પ્રોફેશનલ સંબંધો રાખો. નાની-નાની વાતો પર ધ્યાન આપો અને ટાઇમલાઇન જાળવી રાખો. 

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

તમે તમારી પોતાની કાળજી રાખો, ખાસ કરીને તમારે જ્યારે બહુબધું કામ કરવાનું હોય. કોઈ ફ્રેન્ડ કે પરિવારજનથી તમને ક્યારેક અકળામણ થતી હોય તો ધીરજ રાખો. 
કરીઅર ટિપ : જો તમે કોઈ ઇન્ટરનૅશનલ ક્લાયન્ટ્સ સાથે કામ કરતા હો તો લોકલ જાણકારી જરૂરી બની રહેશે. કોઈ ડેટા પર કામ કરતાં પહેલાં એને બે વાર ચેક કરી લો. 

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

તમારે જો કોઈ ખાસ પરિસ્થિતિમાં પોતાનો બચાવ કરવાનો હોય તો તમારી રીત બદલવા માટે તૈયાર રહેવું પડશે. ભાઈ-બહેનો અને નજીકના દોસ્તો સાથે સંબંધો સારા બનાવો. 
કરીઅર ટિપ : કોઈ સહકર્મચારી પર આંખ બંધ કરીને ભરોસો ન કરો, ભલે તે બહુ ફ્રેન્ડ્લી હોય. જેમની પાસે ઇન્ટરનૅશનલ પ્રોજેક્ટ છે તેમના માટે આ સમય સારો છે.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

તમારી પાસે એવી કોઈ માહિતી આવે જેને તમે ઇગ્નૉર ન કરી શકો એમ હો તો તમારું મંતવ્ય બદલવા તૈયાર રહેજો. પૈસાના મામલે બહુ સાવધાન રહેજો અને વધુ ખર્ચ કરવાથી બચશો. 
કરીઅર ટિપ : જો તમે નાની-નાની વાતો પર ધ્યાન નહીં આપો તો એક નાની ભૂલને કારણે મોટી તકલીફ ઊભી થઈ શકે છે. પૅન્ડિંગ કામો જલદીથી પૂરાં કરી લો. 

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

જો તમે એવી સ્થિતિમાં છો જે તમને ક્યાંય નથી લઈ જઈ રહી તો ત્યાંથી કટ-ઑફ થઈને બને એટલું નુકસાન ઘટાડવાની કોશિશ કરો. લાઇફસ્ટાઇલમાં પરિવર્તન ત્યારે જ કરો જ્યારે તમે એ બાબતે પૂરતું રિસર્ચ કર્યું હોય. 
કરીઅર ટિપ : જો તમે નવી તકો શોધી રહ્યા છો તો તમારા પ્રોફેશનલ નેટવર્કનો સમજી-વિચારીને ઉપયોગ કરો. નાની-મોટી સમસ્યાઓને બને એટલી ઝડપથી સુલઝાવી લો. 

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

જો તમે પરિવારના સભ્ય કે દોસ્ત સાથે સહમત નથી તો પરિસ્થિતિને તે વ્યક્તિના દૃષ્ટિકોણથી જોવાની કોશિશ કરજો. કંઈ પણ બોલતાં પહેલાં બે વાર વિચાર કરો. 
કરીઅર ટિપ : ટાઇમલાઇનને જાળવી રાખવાનું પડડકારજનક હોઈ શકે છે. તમારે ટાઇમ મૅનેજમેન્ટ સારી રીતે કરવાની જરૂર છે. આ સમય મીટિંગ અને વાતચીત માટે સારો છે.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

કોઈ મુશ્કેલ હાલતમાં ધીરજ રાખો અને પરિસ્થિતિના હિસાબે જેટલું થઈ શકે એટલું સારું કરવાની કોશિશ કરો. જે લોકો આધ્યાત્મિક સાધના કરે છે તેમને સફળતા મળી શકે છે. 
કરીઅર ટિપ : કોઈ સહકર્મચારીની સલાહ પર ધ્યાન આપો, પરંતુ આંખ બંધ કરીને એ માની ન લો. તમે કોઈ પરિવર્તન કરવા ઇચ્છતા હો તો સાચો ટાઇમિંગ જરૂરી છે.

Whatsapp-channel Whatsapp-channel

17 May, 2026 07:13 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK