Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ડબલ કેન્સરઃ પરિબળો અને પુનરાવર્તનની શક્યતાઓ વિશે જાણો ડૉ. વશિષ્ઠ મનિઆર પાસેથી

ડબલ કેન્સરઃ પરિબળો અને પુનરાવર્તનની શક્યતાઓ વિશે જાણો ડૉ. વશિષ્ઠ મનિઆર પાસેથી

31 January, 2023 09:05 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ડૉ. વશિષ્ઠ મનિઆર, ઓન્કોલોજિસ્ટ એન્ડ હિમેટોલોજિસ્ટ (કેન્સર સ્પેશ્યાલિસ્ટ), મુંબઈ ઓન્કોકેર સેન્ટરમાંથી જાણો ડબલ કેન્સર વિશે.

પ્રતીકાત્મક તસવીર : સૌજન્ય મિડ-ડે

પ્રતીકાત્મક તસવીર : સૌજન્ય મિડ-ડે


કેન્સરના (Cancer) નિદાન અને સારવાર ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ થઈ છે અને જેના લીધે મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા નિષ્ણાંતો માટે પ્રારંભિક તબક્કે જ નિદાન અને સારવાર પછી દર્દીઓને કેન્સર મુક્ત રહેવાનું સક્ષમ બન્યુ છે. જો કે તેમ છતાં કેટલાક કેસ એવા ધ્યાને આવ્યા છે કે જેમાં બે અંગોમાં પણ કેન્સર વિકસ્યુ હોય અથવા તો ઉદભવ્યુ હોય. જેને સરળ ભાષામાં ડબલ કેન્સર કહી શકાય. આ વિશ્વ કેન્સર દિવસે ચાલો આપણે ડબલ કેન્સર વિશે જાગૃતતા ફેલાવીએ. ભલે પછી તે કોઈને થાય કે ન થાય. તાજેતરમાં ટેનિસ પ્લેયર માર્ટિના નવરાતિલોવા પણ આ જ ડબલ કેન્સરનો શિકાર થઈ છે. જેનામાં બે કેન્સર નિદાન થયા હતા. જેમાં ફર્સ્ટ સ્ટેજ (પ્રથમ તબક્કાનું) ગળાનું કેન્સર હતુ અને પ્રારંભિક તબક્કાનું સ્તન કેન્સર હતુ. હવે પ્રશ્ન એ થાય કે આ ડબલ કેન્સર શું હોય છે અને જેના પુનવર્તનની કેટલી શક્યતાઓ રહેલી છે. ડબલ કેન્સરમાં શરીરના બે જુદા જુદા અંગોમાં કેન્સર ફેલાય છે અથવા તો ડેવલપ થાય છે. આવા કેસ જવલ્લે જ જોવા મળે છે અને તેમાં પણ એક જ સમયે કેન્સર બે અંગોમાં ફેલાયુ હોવાનું કે નિદાન થયુ હોવાનું ખૂબ જ જવલ્લે જોવા મળે છે. મલ્ટીપલ પ્રાયમરી કેન્સર એટલે કે એકથી વધુ અંગના પ્રાથમિક તબ્કકાના કેન્સરનું પ્રમાણ 0.73થી 11.7 ટકા જેટલુ છે. મલ્ટીપલ પ્રાઈમરી કેન્સર આગળ જતા બે ભાગમાં વહેંચાય શકે છે, જેમાં એક છે સીન્ક્રોનસ અને બીજુ છે મેટાક્રોનસ.

સીન્ક્રોનસની સ્થિતિ એવી સ્થિતિ કે જેમાં માનવીય શરીરમાં એક જ સમયે કેન્સરની ગાંઠો (ટ્યુમર્સ) ઉદભવે છે અને એક જ સમયે વિકાસ પામે છે અને આ ગાંઠો (ટ્યુમર્સ) નું નિદાન છ મહિનામાં થઈ જાય છે. જ્યારે મેટાક્રોનસ એવી સ્થિતિ કે છે જેમાં પ્રથમ ગાંઠ (ટ્યુમર)નું નિદાન થયાના છ મહિના બાદ બીજી ગાંઠ કે ટ્યુમર નિદાનમાં આવે છે.



આ ગાંઠો સંપૂર્ણપણે બિનસંબંધિત અથવા તો એક બીજા સાથે કોઈ સંબંધ ન ધરાવે તેવી હોય છે અને બંને  અલગ અલગ તબક્કે નિદાનમાં ધ્યાને આવે છે. જે દર્દીઓમાં સીન્ક્રોનસ ટ્યુમર્સ હોય છે તેઓ માટે  સારવારની સ્થિતિ ખાસ પ્રકારની અથવા વિકટભરી થઈ જાય છે અને આ સ્થિતિ ખરાબથી જીવલેણ થઈ જાય છે. જ્યારે બીજી બાજુ મેટાક્રોનસની સ્થિતિમાં આ પ્રકારના દર્દીઓની સારવારમાં બે પ્રાથમિક ગાંઠોના પુનરાવર્તન પર નિર્ભરતા નથી હોતી પરંતુ ગાંઠનું જૈવિકપણે ત્વરીત રીતે વધવુ અને દરેક ગાંઠનો જુદો જુદો તબક્કો હોય છે.  


હવે વાત કરીએ ડબલ કેન્સરના જોખમી પરિબળો એટલે કે રિસ્ક ફેકટર્સની.  મોટા ભાગે કેન્સર ત્યારે ડેવલપ થાય અથવા ઉદભવે કે જ્યારે શરીરની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે અને ડિફેક્ટિવ સેલ્સ (ખામીયુક્ત કોષો) સામે લડવા માટે પુરતી ન હોય, ત્યારે કેન્સરને વધુ ફેલાવવા કે વધવામાં તે મદદરૂપ સાબીત થાય છે. આમ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવનાર વ્યક્તિમાં જો કોઈ એક અંગનું કેન્સર નિદાન થયુ હોય તો બીજુ કેન્સર થવાની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે. આ ઉપરાંત પણ કેન્સર થવા માટેના અન્ય જોખમી પરિબળોમાં વ્યક્તિની રોજિંદી જીવનશૈલી અને ખાવા-પીવાની આદતો, તંબાકુનું સેવન તથા આનુવંશિક કારણ પણ હોય છે.

આ પણ વાંચો : અચાનક જ જમણી બ્રેસ્ટમાં ગાંઠ થઈ હોય એવું લાગે છે


ડબલ કેન્સરની સ્થિતિમાં સાવચેતી અને સારવાર બાબતે જો વાત કરીએ તો ટ્યુમર્સ (ગાંઠો) જ્યારે પણ દર્દીમાં દેખાય તો તે સમયે સફળ આયોજન કરીને દરેક તબક્કે સ્વસ્થ જીવનશૈલી દ્વારા કેન્સરની શક્યતાઓને ઘટાડી શકાય છે. ધ્યાન રાખવા જેવી કે સાવચેતીની અન્ય બાબતોમાં ખાસ કરીને આલ્કોહોલ ( મદીરાપાન)  લેવાની આદત છોડવી જોઈએ અથવા તો ઓછુ કરી દેવુ જોઈએ, પોષણયુક્ત આહાર લેવો જોઈએ, નિયમિત કસરત કરવી જોઈએ, નિયમિત ચેકઅપ કરાવવુ જોઈએ અને તમારા ડોક્ટરને કેન્સર સ્ક્રિનિંગ અંગે વાત કરી જોઈએ તથા પરિવારમાં કોઈ વ્યક્તિને પહેલા કેન્સર થયુ હોય તો ફેમિલી હિસ્ટ્રી અંગે જણાવવુ જોઈએ. ઉપરાંત સૂર્યપ્રકાશમાં રહેવાનો સમય મર્યાદીત કરવો જોઈએ, સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરવો જોઈએ તથા રક્ષણ આપતા કપડા પહેરવા જોઈએ અને તંબાકુની આદત છોડી દેવી જોઈએ. આવા સમયમાં આરોગ્યલક્ષી મદદ પુરી પાડતા લોકોની પણ મદદ લઈ શકાય . કેન્સર સામે લડવા અને કેન્સરની સારવાર માટે સારો ઉપાય છે પ્રારંભિક લક્ષણો કે ચિન્હોને સમજવા અને તેને ઓળખીને તેનું નિદાન થવુ તેમજ પ્રારંભિક તબક્કે જ સમયસર સારવાનું આયોજન થવુ. તો ચાલો સાથે મળીને લડીએ.

Whatsapp-channel Whatsapp-channel

31 January, 2023 09:05 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK