૪થી ૮ વર્ષની વયનાં બાળકોએ દિવસમાં ઍટ લીસ્ટ ૧.૨ લીટર પાણી પીવું જોઈએ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઑસ્ટ્રેલિયાની એક સ્કૂલમાં બાળકોને વૉટર-બૉટલ લાવવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. વિક્ટોરિયા સ્ટેટની બેલાર્ટ ક્લેરડૉન સ્કૂલે આ આશ્ચર્યજનક નિયમ લાગુ કરવા માટે એવું કારણ આપ્યું છે કે ચાલુ ક્લાસ દરમ્યાન બાળકો વારંવાર પાણી પીતાં ઘોંઘાટ થતો હતો એટલું જ નહીં, વધુપડતું પાણી પીવાથી બાળકોના બાથરૂમ-બ્રેક પણ વધી ગયા હતા. સ્કૂલના આ વિચિત્ર નિયમની ઑસ્ટ્રેલિયામાં બાળકોએ કેટલું પાણી પીવું જોઈએ એવી ચર્ચા શરૂ થઈ છે. ઑસ્ટ્રેલિયન ડાયટરી ગાઇડલાઇન મુજબ ૪થી ૮ વર્ષની વયનાં બાળકોએ દિવસમાં ઍટ લીસ્ટ ૧.૨ લીટર પાણી પીવું જોઈએ. એ જ રીતે ૯થી ૧૩ વર્ષના છોકરાઓએ ૧.૬ લીટર તો છોકરીઓએ ૧.૪ લીટર પાણી પીવું જરૂરી છે. રિસર્ચ અનુસાર સ્કૂલ આવતાં મોટા ભાગનાં બાળકો પૂરતું પાણી પીતાં નહીં હોવાથી ડિહાઇડ્રેટ સ્થિતિમાં જ સ્કૂલ આવે છે. એટલે બાળકો પૂરતું પાણી પીઅે એ જરૂરી છે.

