રેસીપી અહીં વાંચો...
ખજૂર-ચિયા ઠંડાઈ
સામગ્રી : ૫૦૦ મિલીલીટર દૂધ, ૧૫ ખજૂર બિયાં કાઢીને દૂધમાં પલાળી રાખવાં, ૪ ચમચી ઠંડાઈ પાઉડર, ૪ ચમચી ચિયા સીડ્સ પાણીમાં પલાળેલા, બરફના ટુકડા
રીત : દૂધમાં પલાળેલાં ખજૂરને મિક્સરમાં ક્રશ કરો. પછી એમાં દૂધ ઉમેરો. હવે એમાં ઠંડાઈ પાઉડર અને બરફ ઉમેરીને ક્રશ કરો. ગ્લાસમાં પલાળેલા ચિયા સીડ્સ ઉમેરી એમાં ખજૂર-ઠંડાઈનું મિશ્રણ ઉમેરો. ઉપરથી પણ ચિયા સીડ્સ ઉમેરો. નો શુગર અને ગરમીમાં એકદમ ઠંડક આપે એવી હેલ્ધી ખજૂર ઠંડાઈ તૈયાર છે.
