બાંદરાના જામજાર ડાઇનરમાં આ વર્ષથી ટાગો ઍન્ડ માર્ગરિટા ફેસ્ટિવલ શરૂ થઈ રહ્યો છે

ટાકોઝ સાથે માર્ગરિટા કૉકટેલ્સ પણ ડેવલપ કરવામાં આવ્યાં છે
મેક્સિકન ફૂડના શોખીન હો અને જાતજાતના ટાકોઝ ટ્રાય કરવા હોય તો બાંદરાના જામજાર ડાઇનરમાં આ વર્ષથી ટાગો ઍન્ડ માર્ગરિટા ફેસ્ટિવલ શરૂ થઈ રહ્યો છે. એમાં સાત શેફ્સ દ્વારા તૈયાર થયેલા યુનિક ટાકોઝની વરાઇટી પેશ થઈ રહી છે. ટાકો મોટા ભાગે મકાઈના ટૉર્ટિલામાંથી બનતા હોય છે, પણ અહીં જુવારના ટાકો પણ મળશે. શેફ થોમસ ઝકારિયાસ, શેફ વિદિત અરેન, શેફ જેસન હડનિશ, શેફ શાંતનુ જગતાપ, શેફ ભક્તિ મહેતા, શેફ આનંદ મોરવાણી, શેફ લખન જેઠાણી એમ સાત નિષ્ણાતો દ્વારા ઇનોવેટ કરાયેલા ટાકોઝ આ ફેસ્ટિવલમાં અવેલેબલ છે. ટાકોઝ સાથે માર્ગરિટા કૉકટેલ્સ પણ ડેવલપ કરવામાં આવ્યાં છે. ફેસ્ટિવલ છે તો કંઈક ગિમિક પણ હોવું જોઈએને? અહીં સ્પાઇસી ટાકો ખાવાની ચૅલેન્જ પણ છે અને ચૅલેન્જ પૂરી કરનારને એના રિવૉર્ડ્સ પણ મળશે.
ક્યારે?: ૨૪ મે સુધી
ક્યાં?: જામજાર ડાઇનર, વર્સોવા અને બાંદરા