સ્વીટ મોમોઝ વિથ ચૉકલેટ ચિપ્સ

ફિલિંગ ભરવા માટે સામગ્રી
ADVERTISEMENT
- બે ટેબલસ્પૂન ઘી
- એક ટીસ્પૂન કિસમિસ
- પા ટીસ્પૂન એલચીનો ભૂકો
- ચાર ટેબલસ્પૂન રવો
- એક કપ ખમણેલું નાળિયેર
- ત્રણ ટેબલસ્પૂન સાકર
- બે ટેબલસ્પૂન ચૉકલેટ ચિપ્સ
- પડ બનાવવા માટેની સામગ્રી
- એક કપ મેંદો
- બે ટેબલસ્પૂન તેલ
- થોડું હૂંફાળું પાણી
રીત
સૌથી પહેલાં તો મેંદાના લોટમાં મોણ નાખી હૂંફાળા પાણીથી લોટ બાંધી લો. હવે લોટને ઢાંકીને મૂકી દો અને એક પૅનમાં ઘી ગરમ કરવા મૂકો. એમાં કિસમિસ, રવો ઉમેરો. રવો હલકો થાય એટલે એમાં નાળિયેરનું ખમણ ઉમેરો. જરા શેકાય એટલે ગેસ બંધ કરી એમાં સાકર, એલચીનો ભૂકો અને છેલ્લે મિશ્રણ ઠંડું પડે એટલે ચોકલેટ ચિપ્સ ઉમેરો. હવે મેંદાના લોટના નાના-નાના લૂઆ કરી સાધારણ સાઇઝની પૂરી વણી એમાં તૈયાર કરેલું ફિલિંગ ભરી દો. હવે એક કડાઈ કે મોટી તપેલીમાં પાણી ઉમેરી ચાળણી મૂકો અને એમાં આ તૈયાર કરેલા મોમોઝ સ્ટીમ કરવા મૂકી દો. આઠથી દસ મિનિટ સ્ટીમ કરવા. હવે એક સર્વિંગ ડિશમાં ચૉકલેટ સૉસ સાથે ગરમ-ગરમ સર્વ કરો.


