રેડિસન ગ્રુફ ઑફ હોટેલ્સ દ્વારા ગોરેગામમાં શરૂ કરવામાં આવેલી એક્સક્લુઝિવ મીઠાઈ શૉપ મીઠામાં અત્યારે મૅન્ગો ફેસ્ટિવલ ચાલે છે

મૅન્ગો ફેસ્ટિવલ
કેરીની વિવિધ પ્રકારની સ્વીટ્સ બને છે, પણ એ મીઠાઈ બનાવવામાં પણ જો શેફનો ગૉરમે ટચ મળી જાય તો રૂટીન નામ ધરાવતી વાનગી પણ આહ્લાદક અનુભવ કરાવનારી બની રહે. રેડિસન ગ્રુફ ઑફ હોટેલ્સ દ્વારા ગોરેગામમાં શરૂ કરવામાં આવેલી એક્સક્લુઝિવ મીઠાઈ શૉપ મીઠામાં અત્યારે મૅન્ગો ફેસ્ટિવલ ચાલે છે. ક્લાસિકલ સ્વીટ્સની આ શૉપમાં આમરસ અને ગાઢી આમ લસ્સી તમને આફૂસની વાડીમાં બેઠાં-બેઠાં લુત્ફ માણતા હો એવો અનુભવ અપાવશે. બંગાળી મીઠાઈ મૅન્ગો સંદેશમાં પણ તમને માત્ર મૅન્ગોનું એસેન્સ નહીં, પણ રિયલ આમનો અહેસાસ થશે. અંગૂરી રબડીમાં મૅન્ગોનું કૉમ્બિનેશન દિલખુશ કરી દેનારું છે અને મૅન્ગો કલાકંદમાં માવાની સાથે કેરીનો પલ્પ એટલો એકરસ થઈ ચૂક્યો છે કે મસ્ત ક્રીમી સ્વાદ આવે છે.
ક્યાં?: મીઠા બાય રેડિસન, ગ્રાઉન્ડ ફ્લોર, રેડિસન ગોરેગામ, એસ. વી. રોડ.
કિંમત: ૨૦૦ રૂપિયાથી શરૂ