નિતાનોશો કાન્ઝાન્તેઇ નામની આ રેસ્ટોરાંમાં સૅક્રેડ નૂડલ્સના નામે મેનુમાં સ્થાન ધરાવતી આ ડિશમાં ફ્લૅટ પાસ્તા જેવાં ચપટાં નૂડલ્સ છે

પ્રતીકાત્મક તસવીર
જપાનના ઓટા શહેરમાં એક ટચૂકડી રેસ્ટોરાં છે જેણે આજકાલ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં તહેલકો મચાવ્યો છે એમ કહીએ તોય ચાલે. નિતાનોશો કાન્ઝાન્તેઇ નામની આ રેસ્ટોરાંમાં સૅક્રેડ નૂડલ્સના નામે મેનુમાં સ્થાન ધરાવતી આ ડિશમાં ફ્લૅટ પાસ્તા જેવાં ચપટાં નૂડલ્સ છે. આ નૂડલ્સ પર કૅલિગ્રાફી જેવા અક્ષરોમાં ધાર્મિક મંત્રો છાપવામાં આવ્યા છે. બુદ્ધિઝમમાં ખૂબ પવિત્ર ગણાતું આખું હૃદયસૂત્ર આ નૂડલ્સ પર છાપવામાં આવ્યું છે. એમાં કુલ ૨૬૦ અક્ષરો છે. બૌદ્ધ સાધુઓ આ મંત્ર ફ્યુનરલ દરમ્યાન કે સ્મૃતિસમારોહમાં ગણગણતા હોય છે અને મંદિરોમાં મેડિટેશન માટે એનું સતત ચૅન્ટિંગ ચાલતું હોય છે. આ રેસ્ટોરાં એમ જ કોઈને આ નૂડલ્સ બનાવીને પીરસતી નથી, પણ કાચાં નૂડલ્સ આપે છે જેને ગ્રાહકો પોતાના ઘરે જઈને બનાવીને એક શાંત અને મેડિટેટિવ પ્રોસેસની જેમ ખાઈ શકે છે. બામ્બુ ચારકોલ અને કૅરૅમલમાંથી બનાવેલી ઇન્કથી આ મંત્ર નૂડલ્સ પર પ્રિન્ટ કરવામાં આવ્યો છે જે સંપૂર્ણપણે એડિબલ હોવાનું કહેવાય છે. ૧૬૨૦ યેન એટલે કે લગભગ ૯૦૦ રૂપિયામાં મળે છે.