કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું?
અઠવાડિક રાશિ ભવિષ્ય
પ્રતીકાત્મક તસવીર
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
ભૂતકાળની કોઈ સમસ્યા ફરી ડોકિયું કરે એવી શક્યતા છે. એને અવગણવાને બદલે એના હલ માટે પ્રયાસ કરજો. રોકાણો સહિતની નાણાકીય બાબતો માટે સમય સારો છે.
આરોગ્યવિષયક સલાહ : લાંબો સમય ચાલનારી બીમારીની નવા પ્રકારની સારવાર કરાવવાની ઇચ્છા હોય તો એના વિશે પહેલાં બધી માહિતી પ્રાપ્ત કરી લેજો. કિડનીને લગતી તકલીફ હોય તો પોતાની થોડી વધુ કાળજી લેજો.
ADVERTISEMENT
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
બોલતાં પહેલાં સાત વાર વિચાર કરી લેજો અને સારી ભાષા વાપરજો. કામના સ્થળે દલીલોમાં ઊતરતા નહીં. મિત્રો સાથેના ગેટ-ટુગેધરમાં વધુપડતો ખર્ચ થઈ જાય નહીં એની સાવચેતી રાખજો.
આરોગ્યવિષયક સલાહ : તમે હાલમાં આરોગ્યની કોઈ તપાસ કરાવી હોય તો એના વિશે પુનઃ ચકાસણી કરી લેજો, કારણ કે એ તપાસને લીધે ખોટું નિદાન થયાની શક્યતા છે. જીવનશૈલીમાં જે નાના-નાના ફેરફારો કરો એમાં શિસ્તબદ્ધ રીતે વર્તજો.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
હરીફાઈમાં ઊતરેલા સહકર્મીઓ જોડે એવી રીતે કામ લેજો કે તેમને આડકતરી રીતે સમજાઈ જાય કે તમે શું કરવા ધારો છો. જે રોકાણોમાં ખોટ ગઈ હોય એમાં વધુ ખરાબી થાય નહીં એની તકેદારી લેજો.
આરોગ્યવિષયક સલાહ : જે જાતકોને સુગંધી પદાર્થોને લીધે માથાનો દુખાવો થતો હોય તેમણે એ પદાર્થોથી દૂર જ રહેવું. ડૉક્ટરે લખી આપી હોય એ જ દવા લેજો.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
તમારાથી અમુક કામ નહીં થાય એવું વિચારવાને બદલે તમે શું કરવા સમર્થ છો એ બાબતો પર લક્ષ કેન્દ્રિત કરજો. રોકાણોની બાબતે સાવચેતી રાખવામાં કંઈ ખોટું નથી. નાણાકીય જોખમો લેવા માટે હાલ સારો સમય નથી.
આરોગ્યવિષયક સલાહ : થાપા અને કમરના ભાગમાં તકલીફ રહેતી હોય તેમણે થોડી વધુ કાળજી લેવી. કોઈ પણ સર્જરી કરાવવી પડે તો એના લાભ-ગેરલાભ સમજી લેજો.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
તમારી સામેની મર્યાદાઓ અને મર્યાદિત સમયનો સારામાં સારો ઉપયોગ કરવાનો પ્રયાસ કરજો. સ્વયં રોજગાર કરનારાઓ અને પ્રોફેશનલ્સે નાનામાં નાની તકનો પણ મહત્તમ ઉપયોગ કરવો.
આરોગ્યવિષયક સલાહ : તમે ઑનલાઇન જોઈ હોય એવી કોઈ પણ ચકાસણી કર્યા વગરની સારવારપદ્ધતિનો ઉપયોગ કરવાનું ટાળજો. તમને મુશ્કેલ લાગતું હોય તો પણ જીવનશૈલીમાં ફેરફાર કરવાની પદ્ધતિ અપનાવજો.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
તમારા કાબૂ બહારની કોઈ સમસ્યા ઊભી થઈ હોય તો પણ તમારું લક્ષ્ય છોડતા નહીં. કટોકટીની પરિસ્થિતિમાં પણ મગજની શાંતિ જાળવજો. તમારા રોકાણો અને નાણાકીય બાબતોને સક્રિયતાથી હાથ પર ધરજો.
આરોગ્યવિષયક સલાહ : તરસ જેવું લાગતું ન હોય તો પણ પાણી પીવાનું રાખજો. વરિષ્ઠ નાગરિકોએ ખાણી-પીણીમાં વધુ છૂટછાટ ન લેવાઈ જાય એ સાચવવું.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
ઈ-મેઇલ, મેસેજિસ કે ફોનકૉલનો શક્ય એટલો જલદી જવાબ આપવો. કોઈ મોટી ખરીદી કરવા જેવું લાગતું હોય તો પણ વગર વિચાર્યે ખર્ચ કરી નાખતા નહીં.
આરોગ્યવિષયક સલાહ : જેમને હૉર્મોનને લગતી સમસ્યા રહેતી હોય તેમણે ડૉક્ટરને કન્સલ્ટ કરવા. કોઈ પણ પ્રકારની ભારે દવા લેવાનું શરૂ કરતાં પહેલાં જીવનશૈલીમાં ફેરફાર કરી જોવો. જન્ક-ફૂડ ખાવાનું ટાળજો.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
કોઈ પણ કાનૂની બાબતોમાં ત્વરિત અને ભારપૂર્વક પગલાં ભરજો. જો તમે ક્યાંય અટકી ગયા હો તો એ પરિસ્થિતિમાં વધુ નુકસાન થઈ જાય નહીં એની તકેદારી લેજો.
આરોગ્યવિષયક સલાહ : લાંબો સમય ચાલનારી કોઈ પણ બીમારીને સારામાં સારી રીતે હલ કરવાનો પ્રયાસ કરજો. ઘરગથ્થુ ઉપચાર કરતાં પહેલાં પૂરતી જાણકારી મેળવી લેજો અને શરીર શું કહે છે એ સાંભળજો.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
જેમનું બ્રેક-અપ થઈ રહ્યું હોય તેમણે વર્તમાન પરિસ્થિતિમાં જે યોગ્ય હોય એ જ કરવું. બોલતાં પહેલાં વિચારજો અને સંજોગો અનુસાર ખપ પૂરતું જ બોલજો.
આરોગ્યવિષયક સલાહ : લાંબા ગાળાની કોઈ સારવાર કરાવવાની જરૂર લાગતી હોય તો સેકન્ડ ઓપિનિયન લઈ લેજો. વરિષ્ઠ નાગરિકોએ કોઈ વાતે ઉતાવળ કરવી નહીં અને પૂરતો આરામ કરવો.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં તમામ વિકલ્પો ચકાસી લેવા, ખાસ કરીને એની કાનૂની અસરોનો અભ્યાસ કરી લેવો. મિત્રતા અને સંબંધો સાચવવા માટે સારો સમય છે.
આરોગ્યવિષયક સલાહ : કોઈ સ્પેશ્યલિસ્ટની સલાહ લેવા જેવું હોય તો યોગ્ય વ્યક્તિની પસંદગી કરજો. હૃદયને લગતી કોઈ તકલીફ હોય કે હાઈ બ્લડ-પ્રેશર હોય તો થોડી વધુ કાળજી લેજો.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
જેમનું કામ મુખ્યત્વે ઑનલાઇન હોય તેમણે હૅકિંગથી બચીને ચાલવું. કામના સ્થળે તમારા ડૉક્યુમેન્ટ્સની જાળજી રાખજો. રોકાણોમાં સક્રિયતા રાખજો અને બિનજરૂરી ખર્ચ કરતા નહીં.
આરોગ્યવિષયક સલાહ : જેમને વારેઘડીએ ગળામાં ઇન્ફેક્શન થઈ જતું હોય તેમણે એ સમસ્યા સર્જનારી વસ્તુઓથી દૂર રહેવું. રાત્રિની નીંદર પૂરતા પ્રમાણમાં લેવી.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
જવાબદારીઓના નિર્વહનમાં સંતુલન જાળવી રાખજો અને આવશ્યકતા અનુસાર પ્રાથમિકતા આપજો. જેમની મુલાકાત કોઈ નવી વ્યક્તિ સાથે થઈ હોય એવા કુંવારાઓએ સંબંધ વધારવામાં ઉતાવળ કરવી નહીં.
આરોગ્યવિષયક સલાહ : દમના દરદીઓ દવા લઈ રહ્યા હોય તો તેમણે ડોઝમાં ફેરફાર કરવાની જરૂર છે કે કેમ એ વિશે ડૉક્ટરની સલાહ લઈ લેવી. જીવનશૈલીમાં જટિલતા લાવનારા વિકલ્પોથી દૂર રહેજો.
જો આ સપ્તાહમાં તમારો જન્મદિવસ આવતો હોય...
સામે આવેલી તકોનો મહત્તમ ઉપયોગ કરજો અને પરિવર્તનથી ગભરાતા નહીં. જો તમે જીવનમાં પ્રગતિ ઇચ્છતા હો તો પોતાના હૂંફાળા કોચલામાંથી બહાર આવવાની જરૂર છે. તમે સામેવાળી વ્યક્તિ પર વિશ્વાસ કરી શકતા હો તો જ તેમની સાથેની મૈત્રીને મહત્ત્વ આપજો. સંવાદની કળા સુધારવા પર લક્ષ આપજો અને કામના સ્થળે બોજ રહેતો હોય તો વધુ કાર્યક્ષમતા કેળવજો.
સૅજિટેરિયસ જાતકો માતા-પિતા તરીકે કેવા હોય છે?
સૅજિટેરિયસ જાતકો આનંદપૂર્વક રહેનારા હોય છે. તેમનાં સંતાનો પણ જીવનનો અર્થ જાણે અને ભરપૂર આનંદ માણે એવું ઇચ્છતા હોય છે. તેઓ પોતાનાં સંતાનોને શક્ય હોય ત્યાં સુધી મોકળાશ આપનારા હોય છે અને તેમને તેમની ઇચ્છાઓ અનુસાર પ્રવૃત્તિઓ કરવા માટે પ્રોત્સાહિત કરતા હોય છે. સૅજિટેરિયસ જાતકો માને છે કે માણસ અનુભવે જ શીખે છે. આથી તેઓ બાળકોને મોજમજાની સાથે-સાથે કંઈક શીખવા મળે એવી સાહસી પ્રવૃત્તિઓ કરાવતા હોય છે.