° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 February, 2023


અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

27 November, 2022 07:51 AM IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

પ્રતીકાત્મક તસવીર અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર

એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

સંબંધોમાં સુમેળ ટકાવી રાખવા માટે તમારે કદાચ થોડી વધુ જહેમત ઉઠાવવી પડશે. કાનૂની બાબતમાં અટવાયેલા જાતકોએ એને યોગ્ય રીતે સંભાળી લેવી.
આરોગ્યવિષયક સલાહ : તબિયત જરા પણ નરમ હોય તો એને વધુ બગડવા દેતા નહીં. શ્વસન સંબંધી સમસ્યાઓ ધરાવતા જાતકોએ આ સીઝનમાં વધુ સાચવવું પડશે.  

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે

હાલની સાનુકૂળ પરિસ્થિતિનો પોતાના લાભમાં ઉપયોગ કરવો. કે જરૂર પડે ત્યાં વધુ મહેનત કરવામાં પાછળ ન પડવું અને આળસ છોડી દેવામાં જ સાર છે.
આરોગ્યવિષયક સલાહ : તમે જીવનશૈલીમાં જો કોઈ ફેરફાર લાવવાના હો તો આરંભે શૂરા થતા નહીં. એ ફેરફાર ટકાવી રાખજો. કામમાં વચ્ચે-વચ્ચે બ્રેક લેતા રહેવું. 

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

જ્યાં અટવાયા હો એ પરિસ્થિતિ વિશે નવી દૃષ્ટિએ વિચાર કરવો. રોકાણ અને નાણાકીય બાબતોમાં વધુ રસ લેજો અને ઉપલબ્ધ તકોનો મહત્તમ ઉપયોગ કરી લેજો.
આરોગ્યવિષયક સલાહ : જૂની કે લાંબો સમય ચાલનારી બીમારી ધરાવતા લોકોએ ડૉક્ટરની સૂચનાઓનું તંતોતંત પાલન કરવું. વારસાગત રોગ હોય તો સ્પેશ્યલિસ્ટને બતાવવું.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

કામના સ્થળે થોડી વધુ મહેનત કરવાની જરૂર પડી શકે છે. કુંવારાઓએ નવી વ્યક્તિ સાથે મુલાકાત થઈ હોય તો વાર્તાલાપમાં સ્પષ્ટતા રાખવી.
આરોગ્યવિષયક સલાહ : પહેલેથી બધું નક્કી કર્યા પછી સર્જરી કરાવવાના હો તો સર્જરી પછીની તમામ આવશ્યક સહાયનો પહેલેથી બંદોબસ્ત કરી લેજો. પૂરતું પાણી પીવાનું રાખજો.   

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

જો કોઈની સાથે મતભેદ હોય તો તેમની સાથેના વ્યવહારમાં વધુ આકરા થતા નહીં. નાણાકીય બાબતોમાં સંભાળજો. ખાસ કરીને બજેટ નિશ્ચિત હોય તો વધારે ધ્યાન રાખવું.
આરોગ્યવિષયક સલાહ : જો તબિયત નરમ હોય તો ડૉક્ટરની સલાહ વગર દવા લેતા નહીં. રોગપ્રતિકારક શક્તિ વધે એવું કંઈક કરવાની જરૂર છે. 

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

કામના સ્થળે સંસ્થાએ નક્કી કરેલાં ધોરણોનું પાલન કરજો. સગાઈ કે લગ્ન જેવી કોઈ મોટી ઉજવણી કરવાના હોય તો બજેટને વળગી રહેજો.
આરોગ્યવિષયક સલાહ : જીવનશૈલીમાં ફેરફાર કરવો હોય તો સારો સમય છે. નિર્ણયને શિસ્તબદ્ધ રીતે વળગી રહેજો. તમે ફિટનેસ માટે જે કંઈ કરો એ તમારી ઉંમર અને આરોગ્યને માફક હોવું જોઈએ.  

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

પ્રવાસ વખતે આત્મચિંતન માટે થોડો સમય ફાળવવો અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવી. વ્યાવસાયિક અને અંગત જીવન વચ્ચે સંતુલન સાધવું.
આરોગ્યવિષયક સલાહ: તમે ખાણી-પીણીમાં કોઈ પણ ફેરફાર કરો તો એને વળગી રહેજો. ક્યારેક મિત્રો-સહયોગીઓ સાથે મદ્યપાન કરતા હો તો એમાં પણ ઘટાડો કરવાનું વિચારવું.  

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

તમને લાગતું-વળગતું ન હોય એનાથી દૂર રહેવું, ભલે એ પારિવારિક બાબતો હોય. ધંધામાં પ્રોડક્ટ કે સર્વિસની સુધારણા પર અને ભવિષ્યના ટ્રેન્ડ પર ધ્યાન આપો. 
આરોગ્યવિષયક સલાહ : જો તમારા થાપાના કે ઘૂંટણના સાંધામાં તકલીફ હોય તો કસરત કરતી વખતે સાચવવું. પૂરતી અને ગાઢ નીંદર આવે એ માટે પ્રયત્ન કરવો.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

પરિસ્થિતિ સાથે કેવી રીતે કામ લેવું એ શીખી લેવા માટે પરિવર્તનનો સહજ સ્વીકાર કરવો. પરંપરાગત અને સલામત રોકાણોને વળગી રહો.
આરોગ્યવિષયક સલાહ : નવી સારવાર કે ડાયટ શરૂ કરવાના હો તો પહેલાં એના વિશે બધી જાણકારી ભેગી કરી લેવી. જીવનશૈલીમાં ફેરફાર કરજો, પણ ક્રમે-ક્રમે.    

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

પોતાના હક માટે અવાજ ઉઠાવવો, પરંતુ વાણી સારી રાખવી. કોઈ પણ નવા વિચારમાં સંભાવના હોય છે. એને વ્યવહારમાં ઉતારવા માટે થોડો સુધારો કરવો જરૂરી છે.
આરોગ્યવિષયક સલાહ : પ્રજનનતંત્રને લગતી કોઈ સમસ્યા હોય તો તત્કાળ નિરાકરણ લાવવું. તબિયતની ગાડી ફરી પાટે ચડાવવા માટે શિસ્તમાં રહેવું જરૂરી છે.  

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

કુંવારાઓની મુલાકાત નવી કોઈ વ્યક્તિ સાથે થઈ હોય તો ભૂતકાળના અનુભવને નવા સંબંધમાં વચ્ચે આવવા દેવો નહીં. ગુરુની સલાહ લેવી. 
આરોગ્યવિષયક સલાહ: શક્ય હોય ત્યાં સુધી રોજ બહાર ચાલવા જાઓ અથવા વ્યાયામ કરો. દમ કે શ્વસનતંત્રની અન્ય બીમારી હોય એવી વ્યક્તિઓએ વધુ સાચવવું.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

પરિવાર અને મિત્રો જોડે વધુ સમય વિતાવવો અને ઉપલબ્ધ તકનો મહત્તમ લાભ લેવો. નવો બિઝનેસ શરૂ કરનારાઓએ નાણાકીય બાબતોમાં સતર્ક રહેવું.
આરોગ્યવિષયક સલાહ : પોતાના આરોગ્યને સાચવતી વખતે બહુ વેદિયા બનવું નહીં. તબિયત વધુ બગડે એ પહેલાં સમસ્યાનું નિરાકરણ લાવવું.

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય : પોતાનાં સપનાં સાકાર કરવા માટે ચોક્કસપણે પ્રયત્ન કરવો, પરંતુ સાથે-સાથે જવાબદારીઓ અને કર્તવ્યોનું પાલન કરવું. રોકાણ સહિતની નાણાકીય બાબતોમાં શિસ્ત જાળવવી. તમામ બિલ સમયસર ચૂકવી દેવાં અને રોકાણ માટેનો પ્લાન બનાવી લેવો. કિડનીને લગતી બીમારી સતાવતી હોય તો વધુ કાળજી લેવી અને પૂરતું પાણી પીવાનું રાખવું.

મિત્ર તરીકે સેજિટેરિયસ જાતકો કેવાં હોય છે? : સેજિટેરિયસ જાતકો સહેલાઈથી મિત્રો બનાવી લે છે, પરંતુ તેઓ સતત સંપર્કમાં રહેતા નથી. તેઓ આખાબોલા હોવાને લીધે તેમની સાથે સંભાળીને રહેવું પડે છે. જોકે એમાં સારું એ છે કે મિત્રોને તેમની પ્રામાણિકતા વિશે શંકા રહેતી નથી. તેમને સ્પષ્ટ શબ્દોમાં પોતાનો મત કે સલાહ આપવાનું ગમે છે, પરંતુ કોઈની પાસેથી એ જ વસ્તુ લેવાની આવે ત્યારે તેમને ગમતું નથી. તેઓ મિત્રોને ખુશ રાખવા માટે બધું કરી છૂટે છે.

27 November, 2022 07:51 AM IST | Mumbai | Aparna Bose

અન્ય લેખો

એસ્ટ્રોલૉજી

પંચતત્ત્વમાં પાંચ તત્ત્વો ભળે તો પવનપુત્રનો સાક્ષાત્કાર થાય

પશુની સેવા, પક્ષીની સેવા, વૃક્ષોની સેવા અને હું તો ત્યાં સુધી કહીશ કે માત્ર સજીવ નહીં, પરંતુ નિર્જીવની પણ સેવા થવી જોઈએ.

01 February, 2023 05:02 IST | Mumbai | Morari Bapu
એસ્ટ્રોલૉજી

Jaya Ekadashi : આજના દિવસે કરશો આ કામ તો પરિવાર પર થશે લક્ષ્મીનો વરસાદ

આજે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી થશે લાભ

01 February, 2023 12:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એસ્ટ્રોલૉજી

સમૃદ્ધિ જોઈતી હોય તો કડવાં પગલાંની તૈયારી રાખવી પડે

બીજા દેશોની તુલનામાં આપણી પાસે નિવૃત્ત પશુઓની ઘણી મોટી સંખ્યા છે અને ઉત્પાદક પશુઓની ઉત્પાદકતા ઘણી ઓછી છે.

31 January, 2023 05:40 IST | Mumbai | Swami Satchidananda

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK