Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

24 September, 2023 07:45 AM IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું?

પ્રતીકાત્મક તસવીર અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર


એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

તમને અપ્રિય હોય તો પણ અંતરાત્માનો અવાજ સાંભળજો. ભૂતકાળની બાબતને લઈને પગલું ભરવું હોય તો પરિસ્થિતિને બરોબર સમજી લેજો.  
આરોગ્યવિષયક સલાહ : સામાજિક મિલાપ વખતે મિત્રોના દુરાગ્રહને લીધે અતિરેક થઈ જાય નહીં એ વાતનું ધ્યાન રાખજો. આરોગ્યની સમસ્યા વણસે એ પહેલાં ઇલાજ કરાવી લેવો. પૂરતો આરામ કરી લેવો. 



ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


કામમાં ઉતાવળા થઈને એ કાચું રાખવું નહીં. મજબૂત પાયો રચીને આગળ વધવું. તમને ભલે બધી ખબર હોય, નવા માણસ હો એ રીતે જ કામ કરવું. પરિવર્તન તમારા સારા માટે જ હશે. 
આરોગ્યવિષયક સલાહ : પરંપરાગત ખાણી-પીણી રાખવી અને ખોરાક તમને સદે છે કે નહીં જોવું. વરિષ્ઠ નાગરિકો અને સગર્ભાઓએ પોતાની વધુ કાળજી રાખવી.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન


અત્યારે પરિસ્થિતિ વિકટ લાગતી હોય તો પણ પોતાના વિશે શંકા રાખવી નહીં. તમને આરામદાયક પરિસ્થિતિમાંથી બહાર કાઢવા મુશ્કેલીઓ ઊભી થઈ છે. તમે સંબંધોમાં કેવી રીતે સુમેળ વધારી શકશો એનો વિચાર કરવો.
આરોગ્યવિષયક સલાહ : તબિયત નરમગરમ હોય તો તરત સ્પેશ્યલિસ્ટને બતાવી લેવું, શ્વસન સંબંધી તકલીફો હોય એવા લોકોએ સાવચેતી રાખવી.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

તમને જે કહેવામાં આવે એને એમ ને એમ માની લેવું નહીં. પોતાની રીતે અભ્યાસ કરવો અને નિર્ણયો લેવા. પ્રતિક્રિયાઓ કરવાને બદલે પરિસ્થિતિને અનુકૂળ થવાની તૈયારી રાખવી.
આરોગ્યવિષયક સલાહ : જીવનશૈલીમાં સુધારો કરવા દૃઢ સંકલ્પ કરવો. વ્યાયામ કરતી વખતે અથવા વજન ઊંચકતી વખતે સાચવવું, કારણ કે પીઠને નુકસાન થવાનું જોખમ છે.  

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

સંબંધોની માવજત કરવી, પરંતુ કોઈ પણ પ્રકારના બ્લૅકમેઇલને કે ચાલબાજીને વશ થવું નહીં. લાગણીઓ પર કાબૂ રાખવો અને યોગ્ય પ્રતિસાદ આપવો. તટસ્થતાથી વિચારતાં શીખવું.
આરોગ્યવિષયક સલાહ : સમયપત્રકમાં શિસ્ત જાળવવી અને પૂરતી ઊંઘ લેવી. કિડનીને લગતી તકલીફો હોય તેમણે વધુ સાવધાની રાખવી.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં સામે રહેલા તમામ વિકલ્પોનો વિચાર કરી લેવો. ક્યાંય ઉતાવળ કરવા જશો તો તમે કાચું કાપ્યું છે એમ કહેવાશે અને એનું પરિણામ તમારે જ ભોગવવું પડશે.
આરોગ્યવિષયક સલાહ : જીવનશૈલીમાં કોઈ પણ ફેરફાર કરવો હોય તો પરંપરાગત રીત અપનાવવી. આરોગ્ય સંબંધિત નાની તકલીફને વણસવા દેવી નહીં. 

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

કોઈ પણ નાટકબાજીથી ભોળવાઈ જવાને બદલે લોકોની ભાવનાઓને બરાબર પારખી લેવી. જવાબદારીઓ લેવામાં ગભરાવું નહીં, કારણ કે એમાં તમને કંઈક શીખવા મળશે.
આરોગ્યવિષયક સલાહ : શારીરિક આરોગ્યની સાથે-સાથે આધ્યાત્મિક આરોગ્ય પણ સાચવવું અને દિનચર્યામાં કોઈ પણ એક પ્રકારના મેડિટેશનનો સમાવેશ કરવો.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

તમને ખૂબ જ પ્રિય હોય એવી પ્રવૃત્તિ બાબતે વિચાર કરવો અને એમાં શિસ્તબદ્ધ રીતે મહેનત કરવી. ક્યારેય પોતાના પર શંકા કરવી નહીં.
આરોગ્યવિષયક સલાહ: વ્યાયામ કરતી વખતે પોતાની મર્યાદાઓને ધ્યાનમાં રાખવી જરૂરી છે. ખોરાક પણ આરોગ્યપૂર્ણ હોવો જરૂરી છે. વરિષ્ઠ નાગરિકોએ વધુ સાચવવું.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

કોચલામાંથી બહાર આવો, પરંતુ અવ્યવહારુ અથવા વધુપડતી ખર્ચાળ બાબતોથી દોરવાશો નહીં. પોતાના પ્રોફેશનલ અને પર્સનલ નેટવર્કનો મહત્તમ ઉપયોગ કરવો.
આરોગ્યવિષયક સલાહ : નાના-નાના ફેરફાર પણ ઘણું સારું પરિણામ આપી શકે છે. તરત પરિણામ મેળવવાની ઇચ્છા રાખવી નહીં. કફ કે ટૉન્સિલની સમસ્યા હોય તેમણે વધારે સાચવવું.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

પરિવર્તન તમારા સારા માટે અને વિકાસ માટે છે એવું જ વિચારવું. ખર્ચ બાબતે સાવધાન રહેવું અને રોકાણો કરતી વખતે સમગ્ર ચિત્ર ધ્યાનમાં લેવું.
આરોગ્યવિષયક સલાહ : વૈકલ્પિક ચિકિત્સાપદ્ધતિનો ઉપયોગ કરનારાઓએ એ જ પદ્ધતિને અનુરૂપ જીવનશૈલી અપનાવવી. ખોટી-ખરાબ આદતોનો ત્યાગ કરવો.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

સત્તા સામે શાણપણ નકામું હોય છે એ સમજી લેવું. પ્રાપ્ત સ્રોતોનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો અને અગત્યના નિર્ણયોમાં અહમને વચ્ચે આવવા દેવો નહીં. 
આરોગ્યવિષયક સલાહ : લાંબા સમય સુધી કોઈ દવા લેવી પડવાની હોય તો પહેલાં એની સાઇડ-ઇફેક્ટ અને પરિણામો સમજી લેવાં. લાંબા સમય સુધી ટકાવી રખાય એવી આરોગ્યપૂર્ણ જીવનશૈલી અપનાવવી.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

સફળતાની વિશે વિચાર કરવો અને તમને સુખી કરી શકે એવી કઈ વસ્તુની ખરેખર જરૂર છે સમજવું.. નિકટના સંબંધીઓને પૂરતો સમય આપવો અને ધ્યાન આપવું.
આરોગ્યવિષયક સલાહ : પોતાની ટેવો અને જીવનશૈલીની સમીક્ષા કરીને આવશ્યક ફેરફારો કરવા માટે યોગ્ય સમય છે. કમરની કે પેડુના ભાગની તકલીફ હોય તેમણે વધારે સાચવવું.

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય :

અત્યાર સુધીના જીવનપ્રવાસની સમીક્ષા કરવી અને હવે પછીનું પગલું શું હશે એનો વિચાર કરવો. તમને અલગ-અલગ દિશાઓમાં ખેંચનારાં પરિબળો ઊભાં થશે અને તેથી તમારે સમજી-વિચારીને નિર્ણય લેવો. તમને સાચું કહી શકે એવા લોકોની જ સલાહ સાંભળવી. પ્રેમસંબંધમાં હોય કે વેવિશાળ થઈ ગયું હોય તેઓ કાયમી સંબંધમાં બંધાઈ શકે છે.

લિબ્રા જાતકો કેવા હોય છે?

લિબ્રા જાતકો શાંતિદૂત જેવા હોય છે. તેઓ તોળી-તોળીને બોલનારા હોય છે. તેઓ જ્યાં જાય ત્યાં સુમેળ સર્જતા હોય છે. તેઓ આદર્શવાદી હોય છે અને ન્યાય તોળવામાં કાબેલ હોય છે. બધા લોકોમાં સારપ જોવાની દૃષ્ટિ તેમની પાસે હોય છે. લિબ્રા જાતકો બધાને સમજી શકનારા અને બધાનો સ્વીકાર કરીને ચાલનારા હોય છે. 
કોઈને દુખી કરવાનું તેમને ગમતું નથી. જીવનમાં હંમેશાં સંતુલન જાળવીને રાખવા મથે છે. 

Whatsapp-channel Whatsapp-channel

24 September, 2023 07:45 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK