Utpanna Ekadashi 2023: ઉત્પન્ના એકાદશીના દિવસે વ્રત કરીને વિધિ-વિધાનથી પૂજા કરવાથી જગતના પાલનહારની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે વ્રત કરવાથી શ્રી હરિ વિષ્ણુ સાથે ધનના દેવી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.
એકાદશી માટે વાપરવામાં આવેલી પ્રતીકાત્મક તસવીર
Utpanna Ekadashi 2023: ઉત્પન્ના એકાદશીના દિવસે વ્રત કરીને વિધિ-વિધાનથી પૂજા કરવાથી જગતના પાલનહારની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે વ્રત કરવાથી શ્રી હરિ વિષ્ણુ સાથે ધનના દેવી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.
Utpanna Ekadashi 2023: કારતક મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને ઉત્પત્તિ સ્માર્ત એકાદશી એટલે કે ઉત્પન્ના એકદાશીના નામે ઓળખવામાં આવે છે. દરેક એકાદશીની જેમ ઉત્પન્ના એકાદશી પણ શ્રીહરિ વિષ્ણુને સમર્પિત છે. આ એકાદશી ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ એકાદશીના દિવસે વ્રત કરવાથી વ્યક્તિના પાછલા જન્મના પાપનો પણ નાશ થાય છે અને તેને મુક્તિ મળે છે. ઉત્પન્ના એકાદશીના દિવસે વ્રત કરીને વિધિપૂર્વક પૂજા કરવાથી જગતના તાતની અસીમ કૃપા મળે છે. આ દિવસે વ્રત કરવાથી શ્રી હરિ વિષ્ણુ સાથે ધનના દેવી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. તો જાણો આ વર્ષે ઉત્પન્ના એકાદશી 2023નો વ્રત ક્યારે કરી શકાશે અને આની પૂજા વિધિ તેમજ મહત્વ.
ADVERTISEMENT
ઉત્પત્તિ સ્માર્ત એકાદશી તિથિ 2023
Utpanna Ekadashi 2023: કારતક મહિનાની ઉત્પત્તિ સ્માર્ત એકાદશી તિથિની શરૂઆત 8 ડિસેમ્બર 2023ના સવારે 5 વાગીને 6 મિનિટે થઈ રહી છે. આનું સમાપન 9 ડિસેમ્બરના સવારે 6 વાગીને 31 મિનિટે થશે. એવામાં ઉત્પન્ના એકાદશીનો વ્રત 8 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે.
વ્રત પારણાનો સમય: 9 ડિસેમ્બર 2023ના બપોરે 1 વાગીને 15 મિનિટથી 3 વાગીને 20 મિનિટ સુધી.
ઉત્પત્તિ સ્માર્ત એકાદશી વ્રતની વિધિ
Utpanna Ekadashi 2023: ઉત્પન્ના એકાદશીના દિવસે સવારે ઉઠીને વ્રતનો સંકલ્પ કરી શુદ્ધ પાણીને સ્નાન કરવું.
ત્યાર બાદ ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે સોળ સામગ્રીથી ભગવાન વિષ્ણુની પૂજા અને રાતે દીપદાન કરવું જોઈએ.
આ એકાદશીના રોજ રાતે ભગવાન વિષ્ણુના ભજન-કીર્તન કરવા.
વ્રતની સમાપ્તિ પર શ્રી હરિ વિષ્ણુ પાસે અજાણતા થયેલા પાપ અને ભૂલ માટે માફી માગવી.
બીજા દિવસે એટલે કે દ્વાદશી તિથિ પર શ્રીકૃષ્ણની પૂજા કરી બ્રાહ્મણ જમાડી યથાશક્તિ દાન આપી વિદાય આપવી.
ઉત્પત્તિ સ્માર્ત એકાદશી વ્રતનું મહત્વ
Utpanna Ekadashi 2023: કહેવામાં આવે છે કે જે પણ વ્યક્તિ ઉત્પત્તિ સ્માર્ત એકાદશીનું વ્રત સંપૂર્ણ વિધિપૂર્વક કરે છે, તેને બધા તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે. સાથે જ આ વ્રતના દિવસે દાન કરવાથી લાખગણું શુભ ફળ પ્રાપ્ત થાય છે. ઉત્પન્ના એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના દરેક પ્રકારના પાપનો નાશ થાય છે. આ વ્રત કરવાથી અશ્વમેઘ યજ્ઞ, તીર્થ સ્નાન તેમજ દિન વગેરે કરવાથી પણ વધારે પુણ્ય મળે છે.
ઉલ્લેખનીય છે કે આવતી કાલે એટલે કે પાંચ ડિસેમ્બરના રોજ હિન્દુ ધર્મમાં ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન કાલ ભૈરવની પૂજા કરવાથી કાર્યમાં સફળતા મળે છે. તેટલું જ નહીં, કાલ ભૈરવની પૂજા અર્ચના કરવાથી ખરાબ વસ્તુઓ દૂર થવા લાગે છે. તંત્રજ્ઞાન શિખત લોકો તો કાલ ભૈરવ જયંતિ પર વિશેષ પૂજા કરતાં હોય છે. જો તમે પણ કાલ ભૈરવ દેવના આશીર્વાદ લેવા માંગતા હોવ તો તો માર્ગશીર્ષ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ પૂજા દરમિયાન રાશિ પ્રમાણે મંત્રોનો જાપ કરવો જોઈએ.