Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવાના સરળ ઇલાજ

ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવાના સરળ ઇલાજ

21 May, 2023 12:10 PM IST | Mumbai
Acharya Devvrat Jani | feedbackgmd@mid-day.com

જો ઘરને પૉઝિટિવ બનાવવું હોય તો સૌથી પહેલાં ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરવી પડે

પ્રતીકાત્મક તસવીર શુક્ર-શનિ

પ્રતીકાત્મક તસવીર


માણસના જીવનનો સૌથી મોટો દુશ્મન જો કોઈ હોય તો એ છે નેગેટિવિટી. મનમાં આવી ગયેલી નકારાત્મકતા સામાન્ય તાવમાંથી પણ માણસને ઊભો થવા નથી દેતી તો સામાન્યમાં સામાન્ય નેગેટિવિટી પ્રમાણમાં સામાન્ય કહેવાય એવી મુશ્કેલીને પણ વધારે મજબૂત બનાવી દે છે. આવા સમયે વ્યક્તિમાં નેગેટિવિટી ન આવે એ બહુ જરૂરી બની જાય છે અને એટલે જ પ્રશ્ન જન્મે છે કે નેગેટિવિટી માણસમાં આવે છે ક્યાંથી?

નકારાત્મકતા જન્મે છે મનમાં, પણ મનમાં જન્મેલી એ નકારાત્મકતાને પ્રબળ બનાવવાનું કામ વાતાવરણ કરે છે અને વાતાવરણની વાત આવે ત્યારે ઘરનો માહોલ સૌથી વધારે મહત્ત્વનું કારણ બની રહે છે. ઑફિસ પણ એમાં કારણભૂત ખરી, પણ જો તમે જૉબ કરતા હો તો એવા સમયે ઑફિસમાં ચેન્જ લાવવાનું કામ તમારા હસ્તક નથી હોતું એટલે ઘરને વધારે ને વધારે પૉઝિટિવ બનાવવામાં આવે એ બહુ જરૂરી બને છે. જો ઘરને પૉઝિટિવ બનાવવું હોય તો સૌથી પહેલાં ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરવી પડે. ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવાના સરળ ઇલાજ અહીં દર્શાવવામાં આવ્યા છે.૧. ઘરનું આંગણું ચોખ્ખું હોવું અત્યંત જરૂરી છે. જો ફ્લૅટ હોય તો એનો એન્ટ્રન્સ ક્લીન હોવો જોઈએ તથા સાથોસાથ શક્ય હોય તો એ ડેકોરેટિવ પણ બનાવવો જોઈએ. ઘણા લોકો ફ્લૅટના દરવાજા પાસે જ ડસ્ટબિન રાખતા હોય છે, જે યોગ્ય નથી. ડસ્ટબિન ક્યારેય કોઈની નજરમાં ન આવે એવી હોવી જોઈએ તો એ ક્યારેય ખુલ્લી પણ વાપરવી નહીં. એના પર ઢાકણું કે આડશ હોવી બહુ જરૂરી છે.


૨. નેગેટિવિટી દૂર કરવામાં સૌથી વધુ ઉપયોગી જો કોઈ કલર હોય તો એ યલો કલર છે. એટલે ઘરમાં જો શક્ય હોય તો યલો કલરનો વપરાશ વધારે કરવો. વાત અહીં માત્ર દીવાલના કલરની જ નથી. જો ફર્નિચરના લૅમિનેટ્સમાં પણ યલો કલરનો ઉપયોગ કરવામાં આવે તો એ પણ હિતાવહ બને છે. જો ફર્નિચર અને ઘરનું કલરકામ અત્યારના તબક્કે શક્ય હોય તો યલો કલરની સામાન્ય ચીજવસ્તુઓનો ઘરમાં વપરાશ વધારી દેવો.

૩. બહુ મહત્ત્વની કહેવાય એવી આ વાત છે. બિનજરૂરી એવાં આર્ટ પીસ કે પછી પેઇન્ટિંગ્સ ઘરમાં રાખવાથી પણ નકારાત્મકતા વધતી હોય છે. ઘણાં ઘરોમાં એવાં આર્ટ પીસ કે પેઇન્ટિંગ્સ હોય છે જેમાં શું કહેવામાં આવ્યું છે એ જેમ્સ બૉન્ડ કે વ્યોમકેશ બક્ષી સુધ્ધાં શોધી ન શકે. આવાં અળવીતરાં આર્ટ પીસ કે પેઇન્ટિંગ્સ નકારાત્મક ઊર્જા જન્માવે છે એટલે એમને ઘરમાંથી દૂર કરવામાં આવે એ જરૂરી છે તો સાથોસાથ એવાં આર્ટ પીસ પણ ઘરમાંથી દૂર કરવાં જેમને સાફ કરવાનું કામ લગભગ અશક્ય હોય.


૪. સવારના સમયમાં ઓછામાં ઓછો અડધો કલાક માટે બધાં બારીબારણાં ખુલ્લાં રાખો, જેથી તાજી હવા ઘરમાં દાખલ થાય. મોટા ભાગના લોકો આ કામ કરતા નથી હોતા. એસી આવી ગયાં હોવાને કારણે તેમને તાજી હવાની કિંમત સમજાતી નથી, પણ તાજી હવા ખૂબ જરૂરી છે. ઘરમાં રહેલી બંધિયાર હવા નકારાત્મક એનર્જીને ઘરમાં પકડી રાખે છે એટલે જો ઘરમાં હવાની અવરજવર હોય તો અંદર રહેલી નકારાત્મક ઊર્જા બહાર નીકળે અને પૉઝિટિવ એનર્જી ઘરમાં દાખલ થાય. નિયમ રાખો કે દરરોજ સવારે એક ચોક્કસ સમયે, ચોક્કસ સમય માટે ઘરનાં તમામ બારીબારણાં ખુલ્લાં રાખવાં છે. જો શટરવાળી વિન્ડો હોય તો એક દિવસ લેફ્ટ સાઇડનું શટર ખુલ્લું રાખવું અને બીજા દિવસે રાઇટ સાઇડનું શટર ખોલીને હવાને અંદર લાવવી.

Whatsapp-channel Whatsapp-channel

21 May, 2023 12:10 PM IST | Mumbai | Acharya Devvrat Jani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK