Shani Nakshatra Gochar 2023: શનિએ શતભિષા નક્ષત્રના પહેલા ચરણમાં પ્રવેશ કરી લીધો છે. શનિની સ્થિતિમાં ફેરફાર અનેક રાશિઓના જીવનમાં શુભ સમાચાર લાવી શકે છે.
ફાઈલ તસવીર
Shani Nakshatra Gochar 2023: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, શનિને ગ્રહોના ન્યાયાધીશ કહેવામાં આવે છે. શનિ દરેક જાતકોને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે. ન્યાયદેવતા શનિદેવને ક્રૂર ગ્રહ માનવામાં આવ્યા છે. કહેવામાં આવે છે કે શનિ જે પણ જાતક પર કૃપાદ્રષ્ટિ કરે છે, તેને માલામાલ બનાવી દે છે અને જે વ્યક્તિ પર પોતાને વક્રદ્રષ્ટિ પાડે છે તેને હેરાન કરી નાખે છે. 22 ઑગસ્ટના રોજ શનિએ શતભિષા નક્ષત્રના પહેલા ચરણમાં પ્રવેશ કરી લીધો છે. 15 ઑક્ટોબર સુધી આ જ સ્થિતિમાં રહેશે. શનિની ચાલમાં ફેરફારનો કેટલાક રાશિના જાતકો પર ખૂબ જ શુભ પ્રભાવ પડવાનો છે. જાણો કઈ છે આ રાશિઓ-
મેષ રાશિ- મેષ રાશિવાળા માટે શનિદેવ અપાર આનંદ લઈને આવી રહ્યા છે. ઑક્ટોબર સુધી વેપારીઓને નફો થવાની શક્યતા છે. આ દરમિયાન ધનની આવક વધશે. આવકમાં વૃદ્ધિના યોગ બનશે. જો તમે કોઈ પ્લાનિંગ કરી રહ્યા છો તો તેની શરૂઆત માટે આ યોગ્ય સમય છે.
ADVERTISEMENT
સિંહ રાશિ- સિંહ રાશિના જાતકો માટે શનિના શતભિષા નક્ષત્રના પહેલા ચરણમાં પ્રવેશ કરવો શુભ માનવામાં આવી રહ્યો છે. આ દરમિયાન તમને આર્થિક ઉન્નતિ મળશે. પૉઝિટિવ એનર્જીનો સંચાર થશે. ધનની આવક વધશે. સંતાન પક્ષમાંથી સારા સમાચાર મળી શકે છે. ઈન્વેસ્ટમેન્ટમાં લાભ થશે.
તુલા રાશિ- તુલા રાશિના જાતકો માટે શનિનું શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરવું તમારા અટકેલા કામ પૂરા કરશે. આ દરમિયાન અટકેલું ધન પાછું આવી શકે છે. અનેક કાર્યોમાં સફળતા હાંસલ થશે. કરિઅરમાં પ્રગતિ થઈ શકે છે. નોકરી કરનારા જાતકોને પ્રમોશન મળી શકે છે.
ધનુ રાશિ- ધનુ રાશિના જાતકો માટે ઑક્ટોબર સુધીનો સમય ખૂબ જ શુભ રહેશે. આ દરમિયાન કૉમ્પિટેટિવ પરીક્ષાની તૈયાર કરનારા જાતકોને સારો લાભ મળશે. શુભ સમાચાર મળવાની શક્યતા છે. નોકરીની શોધ કરતા જાતકોને શુભ સમાચાર મળી શકે છે.
મિથુન રાશિ- મિથુન રાશિના જાતકો પર શનિ દેવની ખાસ કૃપા રહેશે અને શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરવો પણ શુભ સિદ્ધ થવાના સંકેત છે. યાત્રાઓનો યોગ છે, કાર્યોમાં સફળતા મળશે. સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. જે લોકો વિદેશ સાથે જોડાયેલો વેપાર કરે છે, તેમને માટે આ સમય અનુકૂળ છે, લાભ મળશે. તમારી રાશિના સ્વામી બુધ દેવ છે જેમની શનિ દેવ સાથે મિત્રતા છે, એવામાં બન્નેની કૃપા જળવાયેલી રહેશે.
અઢી વર્ષમાં શનિ બદલે છે પોતાની ચાલ
વૈદિક જ્યોતિષ પ્રમાણે શનિ ગ્રહ અઢી વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે, આથી એક જ રાશિમાં ફરીવાર આવતા શનિને 30 વર્ષ સુધીનો સમય લાગી જાય છે. વર્ષ 2023માં શનિએ 30 વર્ષ પછી પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં પ્રવેશ કર્યો છે. શનિ કુંભ રાશિના સ્વામી ગ્રહ છે, શનિનું પોતાની જ રાશિ કુંભમાં સંચરણ કરવું કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનાવે છે.
શનિ 2025 સુધી કુંભ રાશિમાં જ રહેશે. આથી 3 રાશિવાળા માટે શનિનું ગોચર અને કેન્દ્ર ત્રિકોણ રાજયોગ ખૂબ જ લાભદાયક છે. વૈદિક જ્યોતિષ પ્રમાણે, જે જાતકોની કુંડલીમાં આ રાજયોગનું નિર્માણ થાય છે, તેમના અનેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે, તેમને સામાજિક માન-સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. શનિ કુંભ રાશિમાં 3 નવેમ્બર 2023 સુધી રહેશે ફરી ત્યાર બાદ માર્ગી થઈ જશે. શનિના પોતાની જ રાશિમાં હાજર થવાથી અને વક્રી ચાલથી અનેક રાશિઓને લાભ મળશે.
શનિની 2025 સુધી આ રાશિઓ પર રહેશે કૃપા
તુલા રાશિ : શનિનો કુંભ રાશિમાં ગોચર અને વર્ષ 2025 સુધી આ રાશિમાં રહેવું જાતકો માટે ખૂબ જ લાભદાયક થશે. સંતાન તરફથી ખુશખબરી મળી શકે છે. સંતાનના કરિઅર અને આર્થિક રીતે શુભ રહેશે. શનિદેવની વિશેષ કૃપા તમારા પર રહેશે. નોકરી અને વેપાર કરનારા માટે વર્ષ 2025 સુધી વર્ષ 2025 સુધી અનેક સારા મોકા મળશે. જમીન અને સંપત્તિમાં તમને સારો નફો મળી શકે છે. નોકરીના અનેક પ્રસ્તાવ આવશે. વેપારમાં અનેક સફળતા મળવાની શક્યતા છે. નવી કાર કે ઘર ખરીદી શકો છો. ક્યાંકથી એકાએક તમને ધન લાભ થતો દેખાશે.
વૃષભ રાશિ: શનિના ત્રિકોણ રાજયોગનો જાતકોને ખૂબ જ લાભ મળશે. આવકમાં વૃદ્ધિ, કરિઅરમાં ગ્રોથ અને બિઝનેસમાં અપાર ધન પ્રાપ્તિનો અવસર મળી શકે છે. જૂની મુશ્કેલીઓ જાતે જ ખતમ થઈ જશે. પરિણીત લોકો માટે આ વરદાન સમાન સાબિત થશે. નોકરીમાં પ્રગતિ મળી શકે છે. બેરોજગાર માટે સમય અનુકૂળ રહેશે, સફળતા મળશે અને એકાએક ધન લાભ પણ થવાના યોગ છે.
કુંભ રાશિ: શનિનો ત્રકોણ રાજયોગ શુભફળદાયી સાબિત થનારો છે. શનિના આ શુભ યોગના પ્રભાવથી જીવનમાં પગ-પગ પર પ્રગતિ મળશે. નવી નોકરીની ભેટ મળી શકે છે. વેપારમાં આર્થિક ઉન્નતિના અનેક અવસર પ્રાપ્ત થશે, પરિવાર સાથે સુંદર ક્ષણ વિતાવવાની અવસર મળશે.
સિંહ રાશિ: શતભિષા નક્ષત્ર સિવાય ત્રિકોણ રાજયોગ સિંહ રાશિના જાતકો માટે અત્યંત શુભ માનવામાં આવી રહ્યો છે. કાર્યોમાં સફળતા મળશે. કાયદો તેમજ પેંચ, કૉર્ટ કચેરી અને કેસમાં સફળતા મળવાના યોગ છે. ભાગ્ય વૃદ્ધિ અને એકાએક ધનલાભ પણ થઈ શકે છે. લાઇફ પાર્ટનરનો ભરપૂર સાથ મળશે. ભાગ્યમાં વૃદ્ધિ થવાની સાથે નોકરી વેપારમાં પણ પ્રગતિ થશે.

