Raksha Bandhan 2023: 30મી તારીખે રાત્રિના સમયે શુભ મુહૂર્ત હોવાથી ઘણા લોકો આ પર્વ ઉજવી શક્યા નથી. આજે 31 ઓગસ્ટના રોજ પણ શુભ મુહૂર્ત છે. આ સમય દરમ્યાન રાખડી બાંધી શકાય છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
30મી તારીખે રાત્રિના સમયે શુભ મુહૂર્ત હોવાથી ઘણા લોકો આ પર્વ ઉજવી શક્યા નથી. ગઇકાલે રક્ષાબંધન (Raksha Bandhan 2023) ન ઉજવી શકનાર લોકો માટે આજે એટલે કે 31 ઓગસ્ટના રોજ પણ શુભ મુહૂર્ત છે. આ સમય દરમ્યાન રાખડી બાંધી શકાય છે.
રક્ષાબંધન (Raksha Bandhan 2023) એવો જ એક તહેવાર છે જેમાં બહેનો તેમના ભાઈના કપાળ પર તિલક લગાવીને અને તેમના જમણા હાથના કાંડા પર રાખડી બાંધે છે. સાથે જ બહેનો રક્ષાબંધનના દિવસે ભાઈઓના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરે છે. આ સાથે ભાઈઓ પણ તેમની બહેનોને ભેટ આપીને તેમની સંભાળ રાખવાનું વચન આપે છે. આ વર્ષે રક્ષાબંધન (Raksha Bandhan 2023) 30 અને 31 ઓગસ્ટે ઉજવવામાં આવી રહી છે.
ADVERTISEMENT
પરંતુ 30મી તારીખે રક્ષાબંધન ન ઉજવી શકનાર ભાઈ બહેનો માટે આજે પણ સારો દિવસ છે. હિન્દુ પંચાંગ (Hinduism) મુજબ આજે સવારે 7.05 વાગ્યે પૂર્ણિમા તિથિ હતી. ગઈકાલે આખો દિવસ ભદ્રાની છાયા રહી હોવાથી ઘણા લોકોએ કાલે આ પર્વ ઉજવ્યો નથી. પરંતુ આજે સવારે પણ મોટાભાગના લોકો રક્ષાબંધન (Raksha Bandhan 2023)ની ઉજવણી કરી રહ્યા છે. ઉપરાંત આજે તો સાંજ સુધી રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત છે.
જ્યોતિષ પ્રમાણે પૂર્ણિમા તિથિ 30 ઓગસ્ટના રોજ સવારે 10.58 વાગ્યાથી 31 ઓગસ્ટના રોજ સવારે 7.05 વાગ્યા સુધી રહી હતી. પરંતુ આજે રાખડીનો તહેવાર સાંજે 5.42 વાગ્યા સુધી ઉજવી શકાય છે.
બહેનો પોતાના ભાઈઓને રક્ષાબંધન નિમિત્તે આજે સવારે 8:12થી સાંજે 5:42 સુધી રાખડી બાંધી શકે છે. છે. કારણ કે આજે એટલે કે 31મી તારીખે સવારથી લઈને સાંજના 5.16 સુધી શુભ યોગ બની રહ્યો છે.
આજે પણ બહેનો રક્ષાબંધનનો પર્વ ઉજવી જ શકે છે. બહેનોએ એક થાળીમાં સિંદૂર, કંકુ, ચોખા, રાખડી, મિઠાઈ અને દીવો રાખીને ભાઈની આરતી ઉતારવી. બહેનોએ ભાઇઓના કપાળ પર કંકુનો ચાંદલો કરવાનો. ત્યારબાદ તેના પર ચોખા ચોંટાડવા. ત્યારબાદ બહેનોએ ભાઇના જમણા હાથ પર રાખડી બાંધવી. રાખડી બાંધીને બહેનોએ મંત્રનું ઉચ્ચારણ કરવું. તેમ જ ભાઈઓને મીઠાઈ ખવડાવવી.
આ રીતે જ્યોતિષ અનુસાર 30 ઓગસ્ટે રાત્રે 09:02થી 12 વાગ્યા સુધી રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત પૂર્ણ થઈ ગયા પછી આજે એટલે કે 31 ઓગસ્ટે સૂર્યોદયથી સવારે 07.05 વાગ્યા સુધી રાખડી બાંધવાનો સમય શુભ માનવામાં આવી છે. ગઇકાલે રાત્રે જે બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધી શકી નથી તેઓ આજે સવારથી રાખડી બાંધી શકે છે.
હિંદુ પંચાંગ મુજબ જોવામાં આવે તો 31મી ઓગસ્ટે રક્ષાબંધન (Raksha Bandhan 2023)ની ઉજવણી કરવી વધુ યોગ્ય જણાઈ રહી છે. કારણકે આ દિવસે ભદ્રાની છાયાની કોઈ ચિંતા નથી તેમ જ કોઈ અશુભ સંયોગ પણ નથી બની રહ્યો. એટલું જ નહીં ભાઈને રાખડી બાંધવાનો શુભ સમય પણ આ તારીખે બની રહ્યો છે.


