જે પણ વ્યક્તિ મારે ત્યાં ગાડી લેવા આવે છે તેના હાથમાં ગાડીની ચાવી આપતાં પહેલાં સાત નવકાર ગણી લઉં છું અને સાથે પ્રભુને પ્રાર્થના કરું છું. આ ગાડીના ધારકને ક્યાંય ઍક્સિડન્ટ ન થાય અને આ ગાડી ક્યાંય ઍક્સિડન્ટ ન કરી બેસે

મિડ-ડે લોગો
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્
‘દુકાનમાં માલ લેવા આવતા ઘરાકને માલ આપતી વખતે ઈષ્ટદેવતાનું નામ લઈને માલ આપો અને મનમાં ભાવના પામો કે આ માલનો ઉપયોગ કરતી વખતે તેની સદ્બુદ્ધિ ટકી રહે, તેનું હિત અકબંધ રહે, તેનાં સુખ-શાંતિ સલામત રહે તો એમાં કોઈ વાંધો છે? જો ના, તો આવતી કાલથી આ પ્રયોગ શરૂ કરી દો.’
ગયા શનિવારે જે કહ્યું હતું એ જ વાત પ્રવચનમાં કરી અને થોડા દિવસો બાદ એક ભાઈ મને મળવા આવ્યા. આવીને પોતાના અનુભવની વાત તેમણે કરી એ સાંભળીને હું તો સ્તબ્ધ થઈ ગયો.
પ્રારંભથી તમે એ વાત સાંભળો.
‘મહારાજસાહેબ, તમે કહ્યું હતું એ વાતની અમલવારી શરૂ કરી દીધી.’
‘કઈ વાતની?’
‘દુકાને માલ લેવા આવતા ઘરાકને માલ આપતી વખતે ઈષ્ટદેવનું નામ લઈને આપો, જેથી તેની પણ સદ્બુદ્ધિ ટકી રહે.’
‘તમારે શાનું કામકાજ?’
મેં તેમને પૂછ્યું એટલે તેમણે જવાબ આપ્યો,
‘મહારાજસાહેબ, મારે ગાડીનું કામ છે.’
‘ગાડીનું?’
‘હા, ગાડીનું. હું ભાડે ગાડી આપું છું...’ તેમણે વાત આગળ વધારી, ‘જે પણ વ્યક્તિ મારે ત્યાં ગાડી લેવા આવે છે તેના હાથમાં ગાડીની ચાવી આપતાં પહેલાં સાત નવકાર ગણી લઉં છું અને સાથે પ્રભુને પ્રાર્થના કરું છું. આ ગાડીના ધારકને ક્યાંય ઍક્સિડન્ટ ન થાય અને આ ગાડી ક્યાંય ઍક્સિડન્ટ ન કરી બેસે.’
તેમની આંખોમાં આંસુ હતાં અને એ આંખોમાં સ્નેહ પણ ભારોભાર તરવરતો હતો. તેમણે હાથ જોડીને કહ્યું,
‘આ શુભભાવના સાથે ઘરાકને ગાડી આપતાં મને જે આનંદ આવી રહ્યો છે એનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે.
આપને એ જાણીને કદાચ આનંદ થશે કે હૃદયના શુભ ભાવો સાથે અપાતી આ ગાડીનો ઍક્સિડન્ટ થવાનો ભય લગભગ ટળી ગયો છે. આનો અર્થ એ જ કે ગાડી લઈ જનારને મારી શુભ ભાવનાની અસર થવા લાગી છે.’
જો નાનીઅમસ્તી વાતમાં પણ ચીવટ રાખવામાં આવે તો પરમાત્મા સંપૂર્ણ જવાબદારી સંભાળી લેવા માટે તૈયાર જ બેઠા છે.
યુઝપેપરનાં નહીં.)