પ્રેમ અને સફળતા મેળવવા ગુલાલના કરો આ ઉપાય, ચોક્કસ મળશે સારું ફળ

પ્રતીકાત્મક તસવીર
ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે હોલિકા દહનનો તહેવાર ઉજવવામાં આવે છે. હોળીના તહેવારની લોકો આતુરતાથી રાહ જુએ છે. હોળી તે તહેવારોમાંનો એક છે જે તમામ ધાર્મિક ભેદભાવોને ભૂલીને ઉજવવામાં આવે છે. આ તહેવાર ભાઈચારા અને સમાનતાનો સંદેશ આપે છે. હોળીમાં ગુલાલ અને રંગોનું મહત્વ વધુ હોય છે. ગુલાલથી જો કેટલાક ઉપાય કરવામાં આવે તો જીવનમાં પ્રેમ અને સફળતા અવશ્ય મળે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળીના દિવસે ગુલાલના કેટલાક ખાસ ઉપાય કરવાથી ન માત્ર આર્થિક લાભ અને સફળતા પ્રાપ્ત થાય છે, પરંતુ પતિ-પત્ની વચ્ચેના મનભેદ અને અણબનાવ પણ દૂર થાય છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે…
પતિ-પત્નીએ ગુલાલના કરવા આ ઉપાય :
- હોળીના દિવસે ગુલાલને એક કપડાના ટુકડામાં રાખો અને તેની વચ્ચે કપૂરનો ટુકડો સંતાડી દો. ત્યારબાદ પતિ-પત્ની સાથે જઈને પીપળાના ઝાડ પર બાંધી દો.
- હોળીના દિવસે પતિ-પત્ની સાથે મળીને ગાયના પગ પર ગુલાલ છાંટીને માતા ગાયના આશીર્વાદ લે અને ગાયને ગોળ અને રોટલી ખવડાવે.
- હોળીના દિવસે પતિ-પત્ની સાથે અશોકના બે પાન લે પછી ક પાન પર પીળા ગુલાલથી સ્વસ્તિક બનાવે અને બીજા પાન પર તેમના જીવનસાથીનું નામ લખીને પોતાના ઇષ્ટદેવના ચરણોમાં અર્પણ કરે.
આ પણ વાંચો - Happy Holi : હોળી-ધૂળેટીના આ ગુજરાતી ગીતોને કરો તમારી પ્લેલિસ્ટમાં સામેલ
- હોળીના દિવસે પતિ-પત્ની સાથે મળીને કાળા શ્વાનને ગુલાલ લગાવડવું અને તેને ભોજન કરાવે તો અનેક લાભ થાય છે.
- હોળીના દિવસે લાલ કપડામાં ગુલાલ બાંધીને પતિ સાથે વહેતી નદીમાં વહાવી દેવું.
- હોળીના દિવસે પતિ-પત્ની મળીને ત્રણ અલગ-અલગ પ્રકારના ગુલાલ લઈને ઘરની અંદર ત્રણેય ગટર પર છાંટવો અને અમુક ગુલાલ ઘરની બહાર જતી ગટરમાં ઠાલવવો.
આ પણ વાંચો - Holi 2023 : હોળીના રંગોથી ત્વચા અને વાળને સુરક્ષિત રાખવા કરો આ ઉપાય
જો પતિ-પત્ની હોળીના દિવસે ગુલાલનો આ રીતે ઉપયોગ કરે તો તેમના સંબંધોમાં અનેક ફેરફાર થાય છે.