અગાઉ કહ્યું છે એમ છેલ્લાં દસેક વર્ષથી દેશમાં થોડી શાંતિ પ્રસરી છે, પણ એ પહેલાંનાં વીસેક વર્ષ હતાં એમાં ભારતે ધર્મઝનૂનપૂર્વકનો ક્રૂર આતંકવાદ ખૂબ સહન કર્યો
મિડ-ડે લોગો
અગાઉ કહ્યું છે એમ છેલ્લાં દસેક વર્ષથી દેશમાં થોડી શાંતિ પ્રસરી છે, પણ એ પહેલાંનાં વીસેક વર્ષ હતાં એમાં ભારતે ધર્મઝનૂનપૂર્વકનો ક્રૂર આતંકવાદ ખૂબ સહન કર્યો. સહન કરવાની એ જે માનસિકતા હતી એમાં ભારતની ઉદારતા નહીં પણ સ્પષ્ટ કમજોરી હતી. શબ્દો ચોર્યા વિના કે કોઈની લાજ રાખ્યા વિના કહેવાનું હોય તો હું કહીશ કે વિશ્વનો બીજો કોઈ પણ આટલો મોટો દેશ આટલાં વર્ષો સુધી આવા આતંકવાદને સહન કરે નહીં. આપણે એ કર્યું, કારણ કે પહેલાંના દિલ્હીના
નેતાઓ વાંઝણી ધમકીઓ આપતા, જેનાં કુપરિણામો લોકોને જ ભોગવવાં પડતાં. હવે ધમકીઓ આપવાનું બંધ થયું છે અને સીધી ઍક્શન જ લેવાય છે જેને કારણે એ લોકો સમજી ગયા કે ભાઈ, આ દેશથી દૂર રહેવામાં સાર છે.
ADVERTISEMENT
એ સમયે મળતી પ્રભાવહીન ધમકીઓથી લોકો પોતે જ ત્રાસવા લાગ્યા, હાંસી ઉડાવતા થયા. ત્યારે દિલ્હી નજીકના ભવિષ્યમાં તો શું પણ દૂરના ભવિષ્યમાં પણ આ ઝેરીલા આતંકવાદને સમાપ્ત કરી શકશે એવી આશા બંધાતી નહોતી. આવી સ્થિતિમાં ઈશ્વર જ જાણે તેમની મદદે આવ્યો હોય એમ આતંકવાદીઓની બંદૂક અમેરિકા પર ફૂટી છે. એક જૂની કહેવત છે કે ‘ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય’. આજ સુધી ઘણા દેશો અને ઘણી પ્રજાને આ આતંકવાદી ઘોએ બચકાં ભર્યાં છે.
એક વાત સૌએ ધ્યાનમાં રાખવાની છે કે ખુદ ઇસ્લામિક દેશોમાં પણ આ ધાર્મિક આતંકવાદીઓએ કાળો કેર વર્તાવ્યો છે. અલ્જીરિયામાં સેંકડો માણસોનાં ગળાં કાપી નાખવાં, મિસ્રથી માંડીને ફિલિપીન્સ સુધીના દેશોમાં હાહાકાર મચાવવો. બીજાની વાત જવા દો, ખુદ પાકિસ્તાનમાં જ આવી સંસ્થાઓ પર પ્રતિબંધ મૂકવાની વાત ચાલી હતી. અફઘાન સીમા નજીકના પ્રદેશની મદરેસાઓ તેમના માટે ચિંતાજનક થવા લાગી છે (એવા સમયમાં ભારતની તો વાત જ શી કરવી?) એટલે માત્ર અમેરિકા, ભારત અને ઇઝરાયલ જેવાં રાષ્ટ્રો જ તેમનાં લક્ષ્ય નહોતાં રહ્યાં, પણ સ્વયં ઉદારતાવાદી મુસ્લિમ રાષ્ટ્રો પણ તેમનું લક્ષ્ય બન્યાં હતાં. એમ કહી શકાય કે આખું વિશ્વ આ આતંકવાદની એડી નીચે આવી રહ્યું હતું. જો આતંકવાદ સફળ રહ્યો અને પૂરું વિશ્વ આતંકવાદીઓ કહે છે એવા ધર્મ પ્રમાણેની જીવનવ્યવસ્થા નીચે જકડાઈ જાય તો વિશ્વના દીદાર કેવા રહે? આતંકવાદીઓને એ સૌની સામે પણ વાંધો હતો જેઓ બંધિયાર માનસિકતા છોડીને આગળ
વધતા હતા અને એ જ તો કારણ હતું કે મુસ્લિમ દેશો પર પણ એમનું આક્રમણ અકબંધ રહ્યું અને એ લોકો ત્યાં પણ આતંક મચાવતા રહ્યા.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)


