Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > દીપાવલી મહાપર્વો અને મુહૂર્તો

દીપાવલી મહાપર્વો અને મુહૂર્તો

08 November, 2023 12:00 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંવત ૨૦૭૯, અશ્વિનનાં ચોપડા-પૂજન અને લક્ષ્મીપૂજનનાં મુહૂર્ત (સમય મુંબઈ સ્ટા.ટા.માં)

પ્રતીકાત્મક તસવીર દિવાળી સ્પેશ્યલ

પ્રતીકાત્મક તસવીર


(૧) રમા એકાદશી, વાઘ બારસ, વાક્ બારસ, ગૌવત્સ દ્વાદશી

અશ્વિન વદ-૧૧, સંવત ૨૦૭૯,ગુરુવાર, તા. ૦૯-૧૧-૨૦૨૩


આજરોજ વિષ્ણુના બાલ શ્રીકૃષ્ણ સ્વરૂપની પૂજા કરવી. શ્રી સુક્તના પાઠ કરવા.

વિષ્ણુ સહસ્રનામાવલિના પાઠ કરવા. ૧૦૮ અથવા અધિક તુલસીનાં પાન ચડાવવાં.


વિઠ્ઠલ-રુક્મિણી મંદિર, લક્ષ્મીનારાયણ મંદિરમાં દર્શન કરવાં. ગાયમાતા-વાછરડાનું પૂજન કરવું. વિદ્વાનો, પંડિતો, સારસ્વતોનો સત્કાર કરવો.

(૨) ધનતેરસ, ધન્વંતરિ પૂજા,

મહાલક્ષ્મી પૂજન)

અશ્વિન વદ - ૧૨ : શુક્રવાર,

તા. ૧૦-૧૧-૨૦૨૩

યમદીપ દાન, ગુરુદ્વાદશી, પ્રદોષકાળ

વ્યાપિની તેરસ હોવાથી આજરોજ ધનપૂજન કરવું. ધન્વંતરિ ભગવાનનું પૂજન, સુવર્ણ-રજત સિક્કા, આભૂષણ-રત્ન આદિ ધનનું પૂજન કરવું. ઈષ્ટદેવના મંત્રાદિ અનુષ્ઠાનનું માહાત્મ્ય છે.

ચોપડાં લાવવાં, ગાદી બિછાવવી,

લક્ષ્મીપૂજન કરવું.

મુહૂર્તના સમય આ પ્રમાણે છે :

(૧) સવારે ૦૬-૪૪થી ૦૮-૦૮ (ચલ)

(૨) સવારે ૦૮-૦૮થી ૦૯-૩૩ (લાભ)

(૩) સવારે ૦૯-૩૩થી ૧૦-૫૮ (અમૃત)

(૪) બપોરે ૧૨-૨૨થી ૧૩-૪૭ (શુભ)

(૫) સાંજે ૧૬-૩૬થી ૧૮-૦૧ (ચલ)

(૬) રાતે ૨૧-૧૨થી ૨૨-૪૭ (લાભ)

(૭) મધરાતે ૦૦-૨૨થી ૦૧-૫૮ (તા. ૧૧) (શુભ)

(૮) મધરાત પછી ૦૧-૫૮થી ૦૩-૩૩ (તા.૧૧) (અમૃત

(૯) મધરાત પછી ૦૩-૩૨થી ૦૫-૦૮ (તા.૧૧) (ચલ)

ધનતેરસ પર્વનાં સ્થિર લગ્નો :

(૧) સવારે ૦૭-૧૫થી ૦૯-૨૮ (વૃશ્ચિક)

(૨) બપોરે ૧૩-૨૪થી ૧૫-૦૧ (કુંભ)

(૩) સાંજે ૧૮-૨૩થી રાતે ૨૦-૨૨ (વૃષભ)

(૪) મધરાત પછી ૦૦-૫૧થી ૦૩-૦૦ (તા. ૧૧) (સિંહ)

(૫) પ્રદોષયુક્ત ધનતેરસના યોગમાં (મુંબઈ સૂર્યાસ્ત ૧૮-૦૧) પવિત્ર ગોરજ સમયમાં.

(૩) કાળી ચૌદશ મહાપર્વ - (મહાકાલી)

અશ્વિન વદ-૧૩, શનિવાર, તા. ૧૧-૧૧-૨૦૨૩

શિવરાત્રિ, બુધ પશ્ચિમમાં ઉદય, દીપદાન, વિષ્ટિ ૧૩-૧૭થી ૨૬-૨૫. (તા. ૧૨).

ઈષ્ટ દેવતાનું પૂજન, મંત્રજાપ, અનુષ્ઠાન, મહાકાલી માતાની, હનુમાનજીની પૂજા, પીપળાનું પૂજન. કાળી ચૌદશની પૂજા પરંપરા અનુસાર યોગ્ય મુહૂર્તમાં કરવી.

(૪) દિવાળી મહાપર્વ - વિ. સં. ૨૦૭૯

શ્રી શારદા પૂજન (ચોપડા), મહાસરસ્વતી પૂજન

અશ્વિન વદ-૧૪, રવિવાર,

તા. ૧૨-૧૧-૨૦૨૩

નરક ચતુર્દશી, સ્વાતિ નક્ષત્ર મધરાત પછી ૨૬-૫૦ સુધી (તા. ૧૩)

પછી વિશાખા ચંદ્ર તુલામાં. ચંદ્રોદય ૦૫-૩૩, અભ્યંગ સ્નાન, મહાવીર નિર્વાણ દિન (જૈન). લક્ષ્મી તથા ઇન્દ્રપૂજા. મહાલક્ષ્મી, મહાકાલી, મહાસરસ્વતીની પૂજા માટે પવિત્ર દીપોત્સવી પર્વ છે. હિસાબનાં ચોપડાં તથા પુસ્તકો, કમ્પ્યુટરનું, સ્ટેશનરીનું પૂજન. પ્રદોષકાળ અને નિષિધકાળ વ્યાપિની દિવાળી પર્વમાં બ્રાહ્મણ દ્વારા ચોપડાપૂજન કરાવવું.

ચોપડા પૂજનનાં મુહૂર્તો આ પ્રમાણે છે :

(૧) સવા૨ ૦૮-૦૯થી ૦૯-૩૪ (ચલ)

(૨) સવારે ૦૯-૩૪થી

૧૦-૫૮ (લાભ)

(૩) બપોરે ૧૦-૫૮થી

૧૨-૨૨ (અમૃત)

(૪) બપોરે ૧૩-૪૭થી ૧૫-૦૧ (શુભ)

(૫) સાંજે ૧૮-૦૦થી ૧૯-૩૫ (શુભ)

(૬) સાંજે ૧૯-૩૫થી ૨૧-૧૧ (અમૃત)

(૭) રાતે ૨૧-૧૧થી ૨૨-૪૭ (ચલ)

(૮) મધરાત પછી ૦૧-૫૮થી ૦૩-૩૩ (તા.૧૩) (લાભ)

 (૯) મધરાત પછી ૦૫-૦૯થી ૦૬-૪૫ (તા.૧૩) (શુભ)

(૧૦) પ્રદોષકાળ સાંજે ૧૮-૦૦થી રાતે ૧૯-૪૨

(૧૧) નિશિથકાળ રાતે ૨૩-૫૮થી મધરાતે ૨૪-૪૮

દિવાળી પર્વનાં સ્થિર લગ્નો

(૧) સવારે ૦૭-૧૦થી ૦૯-૨૪ (વૃશ્ચિક)

(૨) બપોરે ૧૩-૨૦થી ૧૪-૫૭ (કુંભ)

(૩) સાંજે ૧૮-૧૫થી રાતે ૨૦-૧૫ (વૃષભ)

(૪) મધરાતે ૦૦-૪૩થી ૦૨-૫૨ (તા. ૧૩) (સિંહ)

(૫) વૃષભ સ્થિર લગ્ન, કુંભ નવમાંશ ૧૮-૨૭થી ૧૮-૪૦

(૬) વૃષભ સ્થિર લગ્ન, વૃષભ નવમાંશ ૧૯-૦૬થી ૧૯-૧૯

(૭) વૃષભ સ્થિર લગ્ન સિંહ નવમાંશ ૧૯-૪૬થી ૨૦-૦૦

(૮) સિંહ સ્થિર લગ્ન, વૃષભ નવમાંશ ૦૦-૫૭થી ૦૧-૧૨

(૯) સિંહ સ્થિર લગ્ન, સિંહ નવમાંશ કે. ૦૧-૪૦ થી ક. ૦૧-૫૪ (તા. ૧૩મી)

(૧૦) સિંહ સ્થિર લગ્ન, વૃશ્ચિક નવમાંશ ૦૨-૨૩થી ૦૨-૩૭ (તા. ૧૩મી)

(૧૧) કુંભ સ્થિર લગ્ન, વૃશ્ચિક નવમાંશ ૧૩-૩૧થી ૧૩-૪૨

(૧૨) કુંભ સ્થિર લગ્ન,

કુંભ નવમાંશ ૧૪-૧૫થી ૧૪-૨૫

(૧૩) કુંભ સ્થિર લગ્ન વૃષભ નવમાંશ ૧૪-૪૭થી ૧૪-૫૭

(૫) ગોવર્ધન પૂજા, ગૌક્રીડા, બલી પૂજા, અન્નકૂટ

અશ્વિન વદ-૩૦, સોમવાર,

તા.૧૩-૧૧-૨૦૨૩

દર્શ અમાસ, સોમવતી અમાસ, કેદાર ગૌરી વ્રત (દ.ભા.), અન્વાધાન, વીંછુડો પ્રારંભ

(૬) વિક્રમ સંવત નૂતન વર્ષનો આરંભ

કાર્તિક સુદ-૧, મંગળવાર,

તા. ૧૪-૧૧-૨૦૨૩ 

વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર, મહાવીર જૈન સંવત્સર ૨૫૫૦ પ્રારંભ. ઇષ્ટિ, ચંદ્રદર્શન, દિવાળી પડવો, કાર્તિક શુક્લાદિ, અભ્યંગ સ્નાન, કુલાચાર પ્રમાણે મિતિ નાખવી - કાંટો બાંધવો – નવા વર્ષના વેપારનો પ્રારંભ કરવો.

મુહૂર્ત સમય :

(૧) સવારે ૦૯-૩૪થી ૧૦-૫૮ (ચલ)

(૨) સવારે ૧૦-૫૮થી ૧૨-૨૨ (લાભ)

(૩) બપોરે ૧૨-૨૨થી ૧૩-૪૬ (અમૃત)

(૪) બપોરે ૧૫-૧૧થી ૧૬-૩૫ (શુભ)

(૭) ભાઈબીજ, યમ દ્વિતીયા, ભરત દ્વિતીયા, વિશ્વકર્મા પૂજા

કાર્તિક સુદ-૨, સંવત ૨૦૮૦, બુધવાર, તા. ૧૫-૧૧-૨૦૨૩

(૮) લાભ પાંચમ - જૈન જ્ઞાન પાંચમ

કાર્તિક સુદ-૫, સંવત ૨૦૮૦, શનિવાર, તા. ૧૮-૧૧-૨૦૨૩

સૌભાગ્ય પાંચમ, પાંડવ પંચમી. કુલાચાર પ્રમાણે આજના પવિત્ર પર્વયોગમાં મિતિ નાખવી, કાંટો બાંધી નવા વર્ષનો વેપાર પ્રારંભી શકાય.

મુહૂર્ત સમય :

(૧) સવારે ૦૮-૧૨થી ૦૯-૩૬ (શુભ)

(૨) બપોરે ૧૨-૨૩થી ૧૩-૪૭ (ચલ)

(૩) બપોરે ૧૩-૪૭થી ૧૫-૧૧ (લાભ)

(૪) બપોરે ૧૫-૧૧થી સાંજે ૧૬-૩૫ (અમૃત)

કર્તા: અર્પિતા રોહિત શેટ્ટી (દવે), જ્યોતિર્વિશારદ

Whatsapp-channel Whatsapp-channel

08 November, 2023 12:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK