Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > ચંદ્રગ્રહણ પર બનશે ચતુર્ગ્રહી યોગ, આ રાશિના જાતકો થઈ જશે માલામાલ

ચંદ્રગ્રહણ પર બનશે ચતુર્ગ્રહી યોગ, આ રાશિના જાતકો થઈ જશે માલામાલ

Published : 01 May, 2023 08:09 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ચંદ્રગ્રહણના દિવસે ચતુર્ગ્રહી યોગ પણ બની રહ્યો છે. આ પ્રકારનો યોગ 12 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વર્ષ 2023નું બીજું ગ્રહણ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ (Chandra Grahan) વૈશાખ પૂર્ણિમાના રોજ થવા જઈ રહ્યું છે. 15 દિવસના અંતરાલમાં આ બીજું ગ્રહણ છે. વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 20 એપ્રિલના રોજ થયું હતું અને હવે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 5 મેના રોજ થવાનું છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ સૂર્ય કે ચંદ્રગ્રહણ થાય છે ત્યારે તેની અસર મનુષ્યો પર અવશ્ય જોવા મળે છે. આ વખતે આ ચંદ્રગ્રહણ બુદ્ધ પૂર્ણિમાના દિવસે થઈ રહ્યું છે.

આ ગ્રહણ તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં થઈ રહ્યું છે. આ ઉપરાંત ચંદ્રગ્રહણના દિવસે ચતુર્ગ્રહી યોગ પણ બની રહ્યો છે. આ પ્રકારનો યોગ 12 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 5 મેના રોજ ચંદ્રગ્રહણ દરમિયાન આ ચાર ગ્રહો સૂર્ય, બુધ, ગુરુ અને રાહુ મેષ રાશિમાં હાજર રહેશે. આ ચતુર્ગ્રહી યોગના પ્રભાવથી ત્રણે રાશિના લોકોને સારો લાભ મળવાની સંભાવના છે.



મેષ રાશિ


મેષ રાશિમાં ચાર ગ્રહોના સંયોગ દરમિયાન થનારું ચંદ્રગ્રહણ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને સારી નોકરીની ઑફર મળી શકે છે. નોકરી કરતાં લોકોને તેમના કાર્યક્ષેત્રમાં પ્રગતિ થવાની સંભાવના છે, જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેમને સારો નફો મળી શકે છે. તમારો આત્મવિશ્વાસ વધી શકે છે. કાર્યોમાં સફળતા મળી શકે છે.

સિંહ રાશિ


વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. અચાનક ધન લાભ થઈ શકે છે. આવકમાં સારો વધારો થઈ શકે છે, જે લોકો ભાગીદારીમાં છે તેમને વેપારમાં નફો મેળવવાની સારી તક મળશે. તમારી બધી મનોકામનાઓ ટૂંક સમયમાં પૂરી થશે. તમારી નવી યોજનાઓ ફળદાયી રહેશે.

ધનુ રાશિ

ધનુ રાશિના લોકોને ચંદ્રગ્રહણમાં શુભ સમાચાર મળી શકે છે. ચંદ્રગ્રહણ પૈસા કમાવવાની ઘણી તકો આપશે. તમારી આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે. વિદેશ યાત્રા પર જવાની તક મળી શકે છે. અટકેલા પૈસા પણ પાછા મળી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

01 May, 2023 08:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK