ઘર હોય કે ફ્લૅટ, મુખ્ય પ્રવેશદ્વારની જાળવણી બહુ અગત્યની છે; કારણ કે લક્ષ્મીનો પ્રવેશ હંમેશાં મુખ્ય દ્વારથી થાય છે, પછી એ નકદ નારાયણના રૂપમાં હોય કે તકના સ્વરૂપમાં
પ્રતીકાત્મક તસવીર
ફ્લૅટના મુખ્ય પ્રવેશદ્વાર પાસે શું રાખવું જોઈએ એ વિશે આપણે ગયા રવિવારે વાત કરી. હવે આજે આપણે વાત કરવાની છે પ્રવેશદ્વાર પાસે કે સામે શું રાખવાનું ટાળવું જોઈએ એની. ઘરનું મુખ્ય પ્રવેશદ્વાર લક્ષ્મીના આગમનનો માર્ગ છે એવા સમયે આ માર્ગ પર વિઘ્ન ન હોય કે પછી એ માર્ગ પર એવું કશું ન હોય જે નકારાત્મક હોય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. શાસ્ત્રો કહે છે કે પ્રવેશદ્વાર પૉઝિટિવ ન બનાવી શકાય તો ચાલશે, પણ પ્રવેશદ્વાર પર કોઈ પ્રકારની નકારાત્મકતા ન હોય એનું ખાસ ધ્યાન રાખવું.



