તાજેતરમાં મુંબઈકર્સ જન્માષ્ટમી (Janmashtami 2025)ના રંગમાં રંગાયા હતા. ત્યારે કાંદિવલી (Kandivali)ની ઓર્કિડ સબર્બિયા (Orchid Suburbia) સોસાયટીમાં જન્માષ્ટમી અને દહી હાંડી (Dahi Handi 2025)ની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. ભક્તિભાવ અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે રંગેચંગે કૃષ્ણભક્તિ કરવામાં આવી હતી. ચાલો જોઈએ તસવીરોમાં…
20 August, 2025 06:56 IST |Read More
મુંબઈના વરલીમાં પરિવર્તન દહીં હાંડી ઉત્સવમાં જોરદાર ઉત્સાહ હોવા મળ્યો દરમિયાન ભારે વરસાદ અને પાણી ભરાયેલા મેદાનો છતાં ભક્તોએ જન્માષ્ટમીની ઉજવણી અને લોકોના જોશમાં વિક્ષેપ પડ્યો નહીં. જાંબો રી મેદાનમાં, ગિવિંદા પથકે પિરામિડ બનાવી દરિયાન અહીં લોકોની મોટી ભીડ ઉમટી પડી હતી. (તસવીરો:આશિષ રાજે)
17 August, 2025 07:34 IST |Read More
"નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી... હાથી, ઘોડા, પાલખી"... જેવા ભજન સાથે દેશભરમાં જન્માષ્ટમીનો તહેવાર ભક્તિભાવથી ઉજવાઈ રહ્યો છે. શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિને ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવવાની પરંપરા શતાબ્દીઓથી ચાલી આવે છે. આ દિવસે મંદિરો અને ઘરોમાં બાલગોપાલની મૂર્તિઓને સૌંદર્યથી શણગારી, આરતી અને ભોગ અર્પણ કરવામાં આવે છે. ભક્તિની મીઠાશ પ્રસાદ સ્વરૂપે વહેંચાય છે, જેનો સ્વાદ કોઈ તીર્થસ્થળના વિશિષ્ટ પ્રસાદ જેમ અદ્વિતીય હોય છે. જેમ અંબાજીનો મોહનથાળ, સોમનાથના ચીકી-લાડવા, મહુડીની સુખડી અથવા નડિયાદના સંતરામ મંદિરે પ્રસિદ્ધ દર પોષી પૂનમે બોરનો પ્રસાદ હોય છે. જેમ દરેક પ્રસાદનું એક ધાર્મિક અને પરંપરાગત મહત્વ છે, તેમ નાગ પાંચમના ખાજા, છઠની બાજરી ચોખાની કુલેર, શીતળા સાતમે ઠંડુ ભોજન અને જન્માષ્ટમી પર પંજરીનો પ્રસાદ ધરાવવાની પરંપરા પણ એટલી જ પાવન છે. ગુજરાતી ઘરોમાં ખીર, સુખડી, શીરો જેવી વાનગીઓ તહેવારો કે ખાસ પ્રસંગે પ્રસાદ રૂપે વારંવાર બનતી જ હોય છે. ભલે તે સરળ અને સામાન્ય સામગ્રીથી બને, તેમ છતાં એનો સ્વાદ કુદરતી રીતે એટલો મીઠો અને મનમોહક હોય છે કે વર્ણન કરવું મુશ્કેલ બને. એમ જ દરેક તહેવારમાં બનતા પ્રસાદનું પોતાનું આગવું મહત્વ અને નિરાળું સ્થાન હોય છે. કાન્હાજીના મધરાત્રીના જન્મસમયે ઉપવાસ પારણા માટે ભક્તો પંજરી ગ્રહણ કરીને વ્રત પૂર્ણ કરે છે, સાથે માખણ અને સાકર અર્પણ કરીને કાન્હાજી પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરે છે. નવમીના દિવસે તો શ્રીકૃષ્ણને છપ્પન ભોગ અર્પણ કરીને ભક્તિની પરાકાષ્ઠા ઉજવવામાં આવે છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)
16 August, 2025 07:16 IST |Read More
ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ મંગળવારે ઊજવાઈ રહ્યો છે, ત્યારે મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં દહીં હાંડી ખૂબ જ આનંદ અને ઉમંગ સાથે ઊજવવામાં આવી રહી છે. તસવીરો: અતુલ કાંબલે
27 August, 2024 05:01 IST |Read More
કૃષ્ણ જન્માષ્ટમી 2024 નિમિત્તે મુંબઈના લગભગ દરેક વિસ્તારોમાં દહીં હાંડી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મૂંબઈમાં દહીં હાંડી ઉજવણી દરમિયાન મુંબઈગરાઓમાં એક જુદો ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમ જ મુંબઈના રસ્તાઓ પર સેંકડો ગોવિંદા અને લોકોની ભીડ જોવા મળી હતી. (તસવીરોઅતુલ કાંબલે, અનુરાગ આહિરે)
27 August, 2024 04:37 IST |Read More
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવાં વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતાં હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દીવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેનાં થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાનાં જાણીતાં કવિઓનાં જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઉજવીએ. આજે કૃષ્ણજન્મોત્સવ બાદ દહીહાંડીનો સરસ માહોલ જામ્યો છે ત્યારે પોતાની જાતને કૃષ્ણત્વથી રંગી નાખનાર મીરાંનાં કેટલાક ભજનો અને પદો લઈને તમારી સામે આવવાનું થયું છે. કુમળી વયે માતાની છત્રછાયા ગુમાવનાર મીરાંએ કૃષ્ણ પ્રતિમા સામે અનેક પદોની રચના કરી હતી. મેવાડનાં રાણાએ મીરાંને આપેલ કષ્ટ આપણે જાણીએ જ છીએ. જીવનના દર્દ ભક્તિભાવમાં ઘૂંટાઈને જુઓ કેવાં સરસ ભજનો આપ્યાં છે મીરાંબાઇએ.
27 August, 2024 10:00 IST |Read More
શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના અવસર પર, સોમવારે ભગવાન કૃષ્ણના જન્મદિવસની સંપૂર્ણ ધામધૂમથી ઉજવણી કરવા માટે ભક્તો દેશભરના વિવિધ મંદિરોમાં ઊમટી પડ્યા હતા.
26 August, 2024 03:16 IST |Read More
રવિવારની સાંજે સાયનના ષણ્મુખાનંદ ઑડિટોરિયમમાં મિડ-ડે કૃષ્ણ ઉત્સવની છઠ્ઠી સીઝન ધમાકેદાર રહી. આ કૃષ્ણ ઉત્સવમાં મુંબઈમાં પહેલવહેલી વાર કીર્તિદાન ગઢવીનો કૃષ્ણ ડાયરો યોજાયો, જેણે મુંબઈગરાઓને કૃષ્ણમય કરીને ભક્તિરસમાં તરબોળ કરી દીધા. ‘નગર મેં જોગી આયા...’, ‘ડાકોરના ઠાકોર...’, ‘રસિયો રૂપાળો...’, ‘દ્વારિકાનો નાથ...’ જેવાં ભજનો-ગીતો ગાઈને કીર્તિદાનભાઈએ દર્શકોને કેવા મંત્રમુગ્ધ કરી દીધા એની તસવીરી ઝલક જુઓ
13 August, 2024 03:06 IST |Read More
મિડ-ડે કૃષ્ણ ઉત્સવમાં કીર્તિદાન ગઢવીનો કૃષ્ણ ડાયરો કેવો રહ્યો? જો એનો જવાબ માત્ર એક જ લાઈનમાં આપવો હોય તો એમ કહી શકાય કે, દીવડા ઝગમગ ઝગમગ થાય. (તસવીરો : અતુલ કાંબળે, અનુરાગ અહિરે)
12 August, 2024 03:00 IST |Read More
દેશભરમાં નંદ ગોપાલનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. દેશના મહત્વના તહેવારમાંનો એક એવા જન્માષ્ટમી પર નેતાઓ અને અભિનેતાઓ પણ ભક્તિમાં લીન થયા હતાં. કેન્દ્રિય ગૃહપ્રધાન શ્રી કૃષ્ણના નાદ સથા ઈસ્કોન મંદિરના ઉત્સવમાં સામેલ થયા હતા તો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ કૃષ્ણ ઉત્સવનો ભાગ બન્યા હતાં. જેનું નામ જ ગોવિંદા છે એવા અભિનેતા ગોવિંદાએ પણ જન્માષ્ટમીના આનંદ-ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી.
08 September, 2023 03:41 IST |Read More
દેશભરમાં ઠેર ઠેર જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મુંબઈના જુહુ ખાતે આવેલા ઈસ્કૉન મંદિરમાં પણ જન્માષ્ટમી (Janmashtami 2023) ના પાવન અવસરે આનંદ અને ઉ્લ્લાસનો માહોલ જામ્યો હતો. રોશનીથી ઝગમગતા અને ફૂલોથી મહેકતા આ મંદિરમાં અંસખ્ય ભક્તો કાન્હાની ભક્તિમાં લીન થયા પહોંચ્યા હતાં. "હરે ક્રિષ્ના.. હરે રામા" ના નાદ સાથે સેવકો અને ભક્તો કાન્હાના રંગમાં રંગાયા હતાં.
08 September, 2023 03:39 IST |Read More
જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે ગઈ કાલે મહારાષ્ટ્રભરમાં ઠેર-ઠેર દહીહંડીનું આયોજન કરાયું હતું અને ગોવિંદાઓએ ‘ગોવિંદા રે ગોપાલા’ના નાદ સાથે ઝૂમતાં-ઝૂમતાં એક પર એક થર લગાડી મટકી ફોડવાનો આનંદ લીધો હતો. દહીહંડીમાં મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને થાણે સેન્ટર ઑફ ઍટ્રૅક્શન રહ્યું હતું. ગઈ કાલે સાંજે ૭ વાગ્યા સુધી મુંબઈની વિવિધ સરકારી હૉસ્પિટલોમાં કુલ ૧૦૭ ગોવિંદાઓને નાની-મોટી ઈજાની સારવાર માટે લઈ જવાયા હતા. (તસવીરો : આશિષ રાજે, સતેજ શિંદે, નિમેશ દવે, પ્રદીપ ધિવાર)
08 September, 2023 11:30 IST |Read More
જન્માષ્ટમીના પર્વ પર ગઈ કાલે ગુજરાતનાં શ્રીકૃષ્ણ મંદિરોમાં માનવ મહેરામણ ઊમટ્યો હતો અને હર્ષોલ્લાસ સાથે કનૈયાના જન્મને વધાવીને કૃષ્ણ જન્મોત્સવની શ્રદ્ધા, ભક્તિ અને આસ્થા સાથે ઉમંગભેર ઉજવણી કરી હતી. દ્વારકા, ડાકોર, શામળાજી, સોમનાથ ભાલકા તીર્થ, અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠ અને ઇસ્કૉન સહિતનાં કૃષ્ણ મંદિરોમાં શ્રદ્ધાળુઓએ આ પર્વની ઉજવણી કરી હતી.
08 September, 2023 11:00 IST |Read More
ગુરુવારે, મુંબઈ અને થાણેમાં દહીં હાંડીની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે થઈ હતી. હજારો ગોવિંદાઓ અને દર્શકો કૃષ્ણ જન્માષ્ટમીના પ્રસંગને ચિહ્નિત કરવા માટે એકઠા થયા હતા. (તસવીર: મિડ-ડે ફોટો ટીમ)
07 September, 2023 09:54 IST |Read More
કૃષ્ણ જન્માષ્ટમીને લઈને ઠેર-ઠેર લોકોમાં અત્યંત આનંદ છવાયેલો જોવા મળી રહ્યો છે. મુંબઈમાં પણ વિવિધ પરાં વિસ્તારોમાં લોકો જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે. કોઈક જગ્યાએ આડોશી-પાડોશી ભેગા થઈને કૃષ્ણ ભગવાનનું પારણિયું બાંધે છે તો કોઈક જગ્યાએ ભજન-કિર્તનનું આયોજન કરે છે. વરલીમાં આવેલા લોઢા ધ પાર્કના બૉલ રૂમ 1 અને 2માં પણ 6-09-2023ના રોજ જન્માષ્ટમી નિમિત્તે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાના ભૂલકાઓથી લઈને મોટેરાઓએ ભક્તિભાવપૂર્વક વિવિધ પરફોર્મન્સ રજૂ કર્યા હતા. આ કાર્યક્રમની વિગતો અલ્પા વસા અને પાયલ દોશીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શૅર કરી હતી.
07 September, 2023 04:25 IST |Read More
થાણેમાં ગુરુવારે સવારે દહીં હાંડી (Dahi Handi) ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી હતી હજારો લોકો આ તહેવારને ઉજવવા માટે એકઠા થયા હતા. ગોવિંદાઓના ચહેરા પર અનોખો જ હરખ છલકાઈ રહ્યો હતો. તસવીરો/સતેજ શિંદે
07 September, 2023 02:57 IST |Read More
મુંબઈ કૉંગ્રેસના નેતા વર્ષા ગાયકવાડે બુધવારે આઝાદ મેદાનમાં મુંબઈ કૉંગ્રેસ કાર્યાલયની બહાર `જન્માષ્ટમી`ની ઉજવણી કરી હતી.
06 September, 2023 07:08 IST |Read More
દેશભરમાં માહોલ કૃષ્ણમય થયો છે. દહ હાંડી અને કૃષ્ણજન્મોત્સવની તૈયારીઓ ધામધૂમથી ચાલી રહી છે ત્યારે આપણે થોડીક નજર એન્ટરટેઇનમેન્ટ જગતમાં પણ કરીએ. જન્માષ્ટમીના અવસે મળીએ એવા અભિનેતઓને જેમણે સ્ક્રિન પર શ્રી કૃષ્ણનું પાત્ર ભજવ્યું છે.
06 September, 2023 05:00 IST |Read More
રાજકોટમાં મંગળવારે પાંચ દિવસીય જન્માષ્ટમી મેળાનો પ્રારંભ થયો હતો.
06 September, 2023 04:48 IST |Read More
ભાયખલા સ્થિત દહી હાંડી ગોવિંદા પથકે ૧૦૦ વર્ષ પુર્ણ કર્યા છે. જે ખરેખર એક મોટી વાત છે. મુંબઈના દહીં હાંડી પથકોમાં આ એક દુર્લભ સિદ્ધિ છે. જુઓ તસવીરોમાં… (તસવીરો : શાર્દુલ ખારપુડે)
06 September, 2023 04:30 IST |Read More
શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના અવસરે દક્ષિણ મુંબઈ સ્થિત ઇસ્કૉન મંદિરમાં જન્માષ્ટમીનો ઉત્સવ ભક્તો ધૂમધામથી ઊજવતા જોવા મળ્યા.
20 August, 2022 08:01 IST |Read More
બે વર્ષના અંતરાલ બાદ આજે મુંબઈમાં દહીં હાંડીનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. છેલ્લાં બે વર્ષમાં કોરોનાને કારણે ઘણા પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. તસવીર સૌજન્ય: મિડ-ડે ફોટોગ્રાફર્સ અને પીટીઆઈ
19 August, 2022 02:44 IST |Read More
ભગવાન કૃષ્ણ હિન્દુ ધર્મના મુખ્ય દેવતાઓમાંના એક છે. તેમને વિષ્ણુનો 8મો અવતાર માનવામાં આવે છે. કન્હૈયાને શ્યામ, ગોપાલ, કેશવ, દ્વારકાધીશ, વાસુદેવ જેવા અનેક નામોથી બોલાવવામાં આવે છે. ભારતમાં ભગવાન કૃષ્ણના ઘણા મંદિરો છે અને દરેક મંદિરની પોતાની વિશેષતા છે. જો કે આમ તો દુનિયાના દરેક ખુણે નંદ કિશોર વસેલા જ છે, પરંતુ તેમ છતાં એવા કેટલાક મંદિરો વિશે જાણીએ જેને શ્રીકૃષ્ણનું સ્થાનક માનવામાં આવે છે અને તેમની હરખે પુજા થાય છે.
18 August, 2022 02:27 IST |Read More
કાનુડાના જન્મદિનની ઉજવણી દેશભરમાં કઈ રીતે થઈ તે જોઈએ તસવીરોમાં...
31 August, 2021 09:52 IST |Read More
આજે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દિવસ છે.અહી તમારા માટે બોલિવુડના કેટલાક એવા સોંગ્સ કેપ્ચર કર્યા છે જે તમને લાવી દેશે જન્માષ્ટિમીના ઓરિજનલ મૂડમાં.આગળના ફોટોઝ પર ક્લિક કરીને જુઓ 70ના દાયકાથી લઈને વર્તમાન ફિલ્મોમાં જન્માષ્ટિમીના સોગ્સની એક ઝલક.
30 August, 2021 01:10 IST |Read More
ADVERTISEMENT