સની દેઓલના આ કેન્ડીડ ફોટો તમને યાદ કરાવશે 90sનો જમાનો

Published: Sep 18, 2019, 11:40 IST | Bhavin
 • સની દેઓલ બોલીવુડમાં એક્ટિંગ કરવાની સાથે પ્રોડ્યુસર અને ડિરેક્ટર પણ છે. ત્રણ દાયકા સુધી બોલીવુડમાં કામ કર્યા બાદ સની દેઓલે પોતાના ફેન્સના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. બોલીવુડમાં સની દેઓલની જર્ની અપવાદરૂપ રહી છે. તસવીરમાંઃ કૉ સ્ટાર ડિમ્પલ કાપડિયા સાથે સની દેઓલ

  સની દેઓલ બોલીવુડમાં એક્ટિંગ કરવાની સાથે પ્રોડ્યુસર અને ડિરેક્ટર પણ છે. ત્રણ દાયકા સુધી બોલીવુડમાં કામ કર્યા બાદ સની દેઓલે પોતાના ફેન્સના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. બોલીવુડમાં સની દેઓલની જર્ની અપવાદરૂપ રહી છે.
  તસવીરમાંઃ કૉ સ્ટાર ડિમ્પલ કાપડિયા સાથે સની દેઓલ

  1/20
 • તમને સની દેઓલનું સાચું નામ ખબર છે ? સનીનું સાચું નામ અજય દેઓલ છે, તેમનો જન્મ 1956માં 19 ઓક્ટોબરના રોજ પંજાબના સહનેવાલમાં થયો હતો. સની દેઓલના ભાઈ બોબી દેઓલને તો બધા જ ઓળખે છે, પરંતુ તેમને વિજયતા અને અજીતા નામની બે બહેનો પણ છે. બંને કેલિફોર્નિયામાં સેટલ થઈ છે. તસવીરમાંઃ એક એવોર્ડ ફંક્શનમાં માધુરી દિક્ષીત સાથે સની દેઓલ

  તમને સની દેઓલનું સાચું નામ ખબર છે ? સનીનું સાચું નામ અજય દેઓલ છે, તેમનો જન્મ 1956માં 19 ઓક્ટોબરના રોજ પંજાબના સહનેવાલમાં થયો હતો. સની દેઓલના ભાઈ બોબી દેઓલને તો બધા જ ઓળખે છે, પરંતુ તેમને વિજયતા અને અજીતા નામની બે બહેનો પણ છે. બંને કેલિફોર્નિયામાં સેટલ થઈ છે.

  તસવીરમાંઃ એક એવોર્ડ ફંક્શનમાં માધુરી દિક્ષીત સાથે સની દેઓલ

  2/20
 • સની દેઓલે 1983માં ફિલ્મ બેતાબથી ડેબ્યુ કર્યો હતો. આ ફિલ્મમાં તેમની સામે લીડ રોલમાં અમૃતા સિંઘ હતા. ફિલ્મને રાહુલ રવૈલે ડિરેક્ટ કરી હતી, બિક્રમસિંઘ દહલે ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી. ફિલ્મનું સંગીત આર ડી બર્મને આપ્યું હતું. બેતાબ 1983ની બોલીવુડની સૌથી હિટ ફિલ્મ રહી હતી. તેની તેલુગુ રિમેક પણ બની હતી. તસવીરમાંઃ એક ફિલ્મના સીનમાં જૂહી ચાવલા સાથે સની દેઓલ

  સની દેઓલે 1983માં ફિલ્મ બેતાબથી ડેબ્યુ કર્યો હતો. આ ફિલ્મમાં તેમની સામે લીડ રોલમાં અમૃતા સિંઘ હતા. ફિલ્મને રાહુલ રવૈલે ડિરેક્ટ કરી હતી, બિક્રમસિંઘ દહલે ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી. ફિલ્મનું સંગીત આર ડી બર્મને આપ્યું હતું. બેતાબ 1983ની બોલીવુડની સૌથી હિટ ફિલ્મ રહી હતી. તેની તેલુગુ રિમેક પણ બની હતી.

  તસવીરમાંઃ એક ફિલ્મના સીનમાં જૂહી ચાવલા સાથે સની દેઓલ

  3/20
 • 1980થી 1990ની વચ્ચે સની દેઓલે સંખ્યાબંધ હિટ ફિલ્મો આપી અને સ્ટાર બની ગયા. ફિલ્મ દિલ્લગીથી સની દેઓલે ડિરેક્ટર અને પ્રોડ્યુસર તરીકે ડબ્યુ કર્યો હતો. જેમાં બોબી દેઓલ અને ઉર્મિલા માતોંડકર લીડ રોલમાં હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. તસવીરમાંઃ સ્વ. દિવ્યા ભારતી સાથે સની દેઓલ

  1980થી 1990ની વચ્ચે સની દેઓલે સંખ્યાબંધ હિટ ફિલ્મો આપી અને સ્ટાર બની ગયા. ફિલ્મ દિલ્લગીથી સની દેઓલે ડિરેક્ટર અને પ્રોડ્યુસર તરીકે ડબ્યુ કર્યો હતો. જેમાં બોબી દેઓલ અને ઉર્મિલા માતોંડકર લીડ રોલમાં હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.

  તસવીરમાંઃ સ્વ. દિવ્યા ભારતી સાથે સની દેઓલ

  4/20
 • સની દેઓલે પોતાની કરિયરમાં મંઝિલ મંઝિલ, સવેરે વાલી ગાડી, સલ્તનત, ડકૈત, યતીમ, વીરતા, ઈમ્તિહાન, સલાખેં, ફર્ઝ જેવી હિટ ફિલ્મો આપી છે. તસવીરમાંઃ સની દેઓલ અને ફરહા નાઝ

  સની દેઓલે પોતાની કરિયરમાં મંઝિલ મંઝિલ, સવેરે વાલી ગાડી, સલ્તનત, ડકૈત, યતીમ, વીરતા, ઈમ્તિહાન, સલાખેં, ફર્ઝ જેવી હિટ ફિલ્મો આપી છે.

  તસવીરમાંઃ સની દેઓલ અને ફરહા નાઝ

  5/20
 • 1990માં સની દેઓલની ફિલ્મ ઘાયલે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. તે વર્ષે ફિલ્મે ફિલ્મફેર એવોર્ડમાં સાત એવોર્ડ જીત્યા હતા. ફિલ્મમાં સની દેઓલે એક એમેચ્યોર બોક્સરનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ માટે સની દેઓલને ફિલ્મ ફેરનો બેસ્ટ એક્ટર એવોર્ડ અને નેશનલ ફિલ્મ એવોર્ડમાં સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ મળ્યો હતો.

  1990માં સની દેઓલની ફિલ્મ ઘાયલે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. તે વર્ષે ફિલ્મે ફિલ્મફેર એવોર્ડમાં સાત એવોર્ડ જીત્યા હતા. ફિલ્મમાં સની દેઓલે એક એમેચ્યોર બોક્સરનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ માટે સની દેઓલને ફિલ્મ ફેરનો બેસ્ટ એક્ટર એવોર્ડ અને નેશનલ ફિલ્મ એવોર્ડમાં સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ મળ્યો હતો.

  6/20
 • જો તમે સની દેઓલના ખરા ફેન હશો તો તમે ફિલ્મ 'દામિની' તો જોઈ જ હશે. 1993માં આવેલી આ ફિલ્મમાં સની દેઓલની સાથે રિશી કપૂર અને મીનાક્ષી શેષાદ્રી પણ હતા.આ ફિલ્મ માટે પણ સની દેઓલ ઘણા એવોર્ડમાં નોમિનેટ થયા હતા. અને સની દેઓલને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો નેશનલ ફિલ્મ એવોર્ડ તેમજ ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

  જો તમે સની દેઓલના ખરા ફેન હશો તો તમે ફિલ્મ 'દામિની' તો જોઈ જ હશે. 1993માં આવેલી આ ફિલ્મમાં સની દેઓલની સાથે રિશી કપૂર અને મીનાક્ષી શેષાદ્રી પણ હતા.આ ફિલ્મ માટે પણ સની દેઓલ ઘણા એવોર્ડમાં નોમિનેટ થયા હતા. અને સની દેઓલને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો નેશનલ ફિલ્મ એવોર્ડ તેમજ ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

  7/20
 • 90ના દાયકાની શરૂઆતનો સમય સની દેઓલની કરિયરનો સૌથી બેસ્ટ સમય હતો. અની શર્માની ફિલ્મ 'ગદરઃ એક પ્રેમ કથા' સની દેઓલની કરિયરની સૌથી સફળ ફિલ્મ આ જ સમયે રિલીઝ થઈ હતી. જેમાં સની દેઓલે મુસ્લિમ યુવતીના પ્રેમમાં પડતા ટ્રક ડ્રાઈવરનું પાત્ર ભજવ્યું હતું. આ ઉપરાંત ધ હીરોઃલવ સ્ટોરી ઓફ સ્પાય, અપને, યમલા પગલા દીવાના અને ઘાયલ વન્સ અગેઈન પણ હિટ રહી હતી. તસવીરમાંઃ સની દેઓલ અને જૂહી ચાવલા

  90ના દાયકાની શરૂઆતનો સમય સની દેઓલની કરિયરનો સૌથી બેસ્ટ સમય હતો. અની શર્માની ફિલ્મ 'ગદરઃ એક પ્રેમ કથા' સની દેઓલની કરિયરની સૌથી સફળ ફિલ્મ આ જ સમયે રિલીઝ થઈ હતી. જેમાં સની દેઓલે મુસ્લિમ યુવતીના પ્રેમમાં પડતા ટ્રક ડ્રાઈવરનું પાત્ર ભજવ્યું હતું. આ ઉપરાંત ધ હીરોઃલવ સ્ટોરી ઓફ સ્પાય, અપને, યમલા પગલા દીવાના અને ઘાયલ વન્સ અગેઈન પણ હિટ રહી હતી.

  તસવીરમાંઃ સની દેઓલ અને જૂહી ચાવલા

  8/20
 •  સનીની પર્સનલ લાઈફની વાત કરીએ તો ફિલ્મ બેતાબ બાદ સની અને અમૃતા સિંઘ વચ્ચે અફેરની ચર્ચાઓ શરૂ થઈ હતી. જો કે બાદમાં સની દેઓલના લગ્નના સમાચાર આવતા બંનેનું બ્રેક અપ થયું હોવાના પણ અહેવાલ હતા. એટલું જ નહીં સની દેઓલ અને ડિમ્પલ કપાડિયા એકબીજાને ડેટ કરતા હોવાની પણ ચર્ચા હતી.

   સનીની પર્સનલ લાઈફની વાત કરીએ તો ફિલ્મ બેતાબ બાદ સની અને અમૃતા સિંઘ વચ્ચે અફેરની ચર્ચાઓ શરૂ થઈ હતી. જો કે બાદમાં સની દેઓલના લગ્નના સમાચાર આવતા બંનેનું બ્રેક અપ થયું હોવાના પણ અહેવાલ હતા. એટલું જ નહીં સની દેઓલ અને ડિમ્પલ કપાડિયા એકબીજાને ડેટ કરતા હોવાની પણ ચર્ચા હતી.

  9/20
 • 1984માં સની દેઓલે પૂજા સાથે ખાનગીમાં લગ્ન કર્યા હ9તા. સની દેઓલને રાજવીર અને કરણ નામના બે પુત્રો છે. કરણે યમલા પગલા દીવાના 2માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેણે ફિલ્મમાં દિલજીત દોસાંજ સાથે રૅપ પણ કર્યું હતું.

  1984માં સની દેઓલે પૂજા સાથે ખાનગીમાં લગ્ન કર્યા હ9તા. સની દેઓલને રાજવીર અને કરણ નામના બે પુત્રો છે. કરણે યમલા પગલા દીવાના 2માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેણે ફિલ્મમાં દિલજીત દોસાંજ સાથે રૅપ પણ કર્યું હતું.

  10/20
 • કરણ દેઓલના બોલીવુડ ડેબ્યુ અંગે વાત કરતા સની દેઓલે કહ્યું હતું,'મારા પપ્પાએ મને ડિરેક્ટ નહોતો કર્યો. અને કરણની પહેલી ફિલ્મ છે એટલે જવાબદારી વધુ હતી. હું એને લોન્ચ કરુ છું એટલે હું પણ કોન્સિયસ હતો. જો કે મેં તેને કોઈ સલાહ નથી આપી. તેને કામ કરવાની મજા આવી અને તેણે ખરેખર મહેનત કરી છે.' તસવીરમાંઃ વિશ્વાત્માની કાસ્ટ સાથે સની દેઓલ

  કરણ દેઓલના બોલીવુડ ડેબ્યુ અંગે વાત કરતા સની દેઓલે કહ્યું હતું,'મારા પપ્પાએ મને ડિરેક્ટ નહોતો કર્યો. અને કરણની પહેલી ફિલ્મ છે એટલે જવાબદારી વધુ હતી. હું એને લોન્ચ કરુ છું એટલે હું પણ કોન્સિયસ હતો. જો કે મેં તેને કોઈ સલાહ નથી આપી. તેને કામ કરવાની મજા આવી અને તેણે ખરેખર મહેનત કરી છે.'

  તસવીરમાંઃ વિશ્વાત્માની કાસ્ટ સાથે સની દેઓલ

  11/20
 • તો સની દેઓલે પોતાના ડેબ્યુ અંગે વાત કરતા કહ્યું હતું,'જ્યારે મેં ડેબ્યુ કર્યો ત્યારે હું માનસિક રીતે તૈયાર હતો. મને ખાતરી છે કે કરણ પણ પોતાનો રસ્તો કરી લેશે. બાકી તો તે પોતાને કેવી રીતે રાખે છે એના પર છે. કેવી સ્ક્રીપ્ટ પસંદ કરે છે. પિતા તરીકે હું હંમેશા તેની સાથે છું પણ હું એની જગ્યાએ જઈને કામ તો નકરી શકું. મહેનત તો એણે જ કરવી પડશે.'

  તો સની દેઓલે પોતાના ડેબ્યુ અંગે વાત કરતા કહ્યું હતું,'જ્યારે મેં ડેબ્યુ કર્યો ત્યારે હું માનસિક રીતે તૈયાર હતો. મને ખાતરી છે કે કરણ પણ પોતાનો રસ્તો કરી લેશે. બાકી તો તે પોતાને કેવી રીતે રાખે છે એના પર છે. કેવી સ્ક્રીપ્ટ પસંદ કરે છે. પિતા તરીકે હું હંમેશા તેની સાથે છું પણ હું એની જગ્યાએ જઈને કામ તો નકરી શકું. મહેનત તો એણે જ કરવી પડશે.'

  12/20
 • કરણ દેઓલની ડેબ્યુ ફિલ્મનું નામ 'પલ પલ દિલ કે પાસ' છે, જે ધર્મેન્દ્રની આઈકોનિક ફિલ્મ બ્લેકમેલના હિટ ગીતના શબ્દો છે. આ ફિલ્મથી શેહર બમ્બા પણ ડેબ્યુ કરી રહી છે. તસવીરમાંઃ મીનાક્ષી શેષાદ્રી અને સની દેઓલ

  કરણ દેઓલની ડેબ્યુ ફિલ્મનું નામ 'પલ પલ દિલ કે પાસ' છે, જે ધર્મેન્દ્રની આઈકોનિક ફિલ્મ બ્લેકમેલના હિટ ગીતના શબ્દો છે. આ ફિલ્મથી શેહર બમ્બા પણ ડેબ્યુ કરી રહી છે.

  તસવીરમાંઃ મીનાક્ષી શેષાદ્રી અને સની દેઓલ

  13/20
 • બોલીવુડમાં માચો મેનની ઈમેજ ધરાવતા સની દેઓલ પિતા તરીકે સાવ જુદા જ છે. મિડ ડે સાથેની વાતચીતમાં સનીએ કહ્યું હતું,'આજે પણ હું પપ્પા સાથે આંખમાં આંખ નાખીને વાત નતી કરતો, એમનો ડર હંમેશા રહેશે જ. જો કંઈક ખોટું કરવાનું હોય તો મને હંમેશા એમની બીક લાગે છે.' તસવીરમાંઃ ચંકી પાંડે અને સની દેઓલ

  બોલીવુડમાં માચો મેનની ઈમેજ ધરાવતા સની દેઓલ પિતા તરીકે સાવ જુદા જ છે. મિડ ડે સાથેની વાતચીતમાં સનીએ કહ્યું હતું,'આજે પણ હું પપ્પા સાથે આંખમાં આંખ નાખીને વાત નતી કરતો, એમનો ડર હંમેશા રહેશે જ. જો કંઈક ખોટું કરવાનું હોય તો મને હંમેશા એમની બીક લાગે છે.'

  તસવીરમાંઃ ચંકી પાંડે અને સની દેઓલ

  14/20
 • સની દેઓલ કરણને પણ પોતાના જેવો શરમાળ ગણાવે છે. સની પુત્ર વિશે જણાવતા કહે છે કે,'જો હું ઈચ્છું તો પણ કરણનો ફ્રેન્ડ ન બની શકું. એ એના સિક્રેટ મને કહે છે, પણ અંતર જાળવી રાખે છે.'  

  સની દેઓલ કરણને પણ પોતાના જેવો શરમાળ ગણાવે છે. સની પુત્ર વિશે જણાવતા કહે છે કે,'જો હું ઈચ્છું તો પણ કરણનો ફ્રેન્ડ ન બની શકું. એ એના સિક્રેટ મને કહે છે, પણ અંતર જાળવી રાખે છે.'

   

  15/20
 • સની દેઓલ ઈન્ટરવ્યુમાં કરણ દેઓલ વિશે ખૂબ જ વાતો કરે છે. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું,'નવી પેઢીનો હોવા છતાંય કરણ ડિસ્ટન્સ જાળવે છે. જ્યારે જ્યારે અમે બધા સાથે બેસીએ ત્યારે ત્યારે વાતો ખૂબ જ ઓછી થાય છે.'

  સની દેઓલ ઈન્ટરવ્યુમાં કરણ દેઓલ વિશે ખૂબ જ વાતો કરે છે. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું,'નવી પેઢીનો હોવા છતાંય કરણ ડિસ્ટન્સ જાળવે છે. જ્યારે જ્યારે અમે બધા સાથે બેસીએ ત્યારે ત્યારે વાતો ખૂબ જ ઓછી થાય છે.'

  16/20
 • સની દેઓલ અને કરણ વચ્ચે ખૂબ જ સામ્યતાઓ છે. સનીનું કહેવું છે કે,'કરણ પણ મારા જેવો જ છે. અમે સાથે બેસીએ તો ખૂબ જ ટૂંકી વાતો થાય છે. સેટ પર તો હું ડિરેક્ટર અને તે એક્ટર જ હોય છે.' તસવીરમાંઃ એક એવોર્ડ ફંક્શનમાં સની દેઓલ અને રેખા

  સની દેઓલ અને કરણ વચ્ચે ખૂબ જ સામ્યતાઓ છે. સનીનું કહેવું છે કે,'કરણ પણ મારા જેવો જ છે. અમે સાથે બેસીએ તો ખૂબ જ ટૂંકી વાતો થાય છે. સેટ પર તો હું ડિરેક્ટર અને તે એક્ટર જ હોય છે.'

  તસવીરમાંઃ એક એવોર્ડ ફંક્શનમાં સની દેઓલ અને રેખા

  17/20
 • તસવીરમાંઃ દિલીપકુમાર સાથે મસ્તીના મૂડમાં સની દેઓલ

  તસવીરમાંઃ દિલીપકુમાર સાથે મસ્તીના મૂડમાં સની દેઓલ

  18/20
 • તસવીરમાંઃ ધર્મેન્દ્ર પુત્ર બોબી દેઓલને તેડીને અને સાથે સની દેઓલ. Picture courtesy/Sunny Deol's Instagram account.

  તસવીરમાંઃ ધર્મેન્દ્ર પુત્ર બોબી દેઓલને તેડીને અને સાથે સની દેઓલ. Picture courtesy/Sunny Deol's Instagram account.

  19/20
 •  આપણે ઈચ્છીએ કે બોલીવુડને ઢાઈ કિલો કા હાથ જેવો આઈકોનિક ડાઈલોગ આપનાર સની ડિરેક્ટર તરીકે પણ હિટ નીવડે 

   આપણે ઈચ્છીએ કે બોલીવુડને ઢાઈ કિલો કા હાથ જેવો આઈકોનિક ડાઈલોગ આપનાર સની ડિરેક્ટર તરીકે પણ હિટ નીવડે 

  20/20
 • loading...

ફોટોઝ વિશે

બોલીવુડના એક સમયના એક્શન સ્ટાર સની દેઓલ હવે ડિરેક્ટર તરીકે ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ'થી ડેબ્યુ કરી રહ્યા છે. આ ફિલ્મથી સની પોતાના પુત્ર કરણ દેઓલને પણ લોનચ્ કરી રહ્યા છે. ત્યારે અમે તમારા માટે લાવ્યા છીએ સની દેઓલના ફેમિલી અને કૉ સ્ટાર્સ સાથેના રૅર અનસીન ફોટોઝ, જે જોઈને તમને તમારો જમાનો પણ યાદ આવી જશે. (All photos/mid-day archives and Instagram)

 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK