Sonu Sood: એબ્ઝ, એક્ટિંગ, ગુડ લૂક્સ જ નહીં પણ 'હાર્ટ ઑફ ગોલ્ડ'ની લાઇફ પર એક નજર

Updated: Jul 30, 2020, 13:08 IST | Chirantana Bhatt
  • પંજાબના મોગા ગામનો સોનુ સૂદ 30 જુલાઇના રોજ 1974ના દિવસે જન્મ્યો છે, તેનો ઉછેર નાગપુરમાં થયો છે.તેણે શાહરૂખ ખાન, સલમાન ખાન અને અક્ષય કુમાર જેવા એક્ટર્સ સાથે કામ કરી બૉલીવુડમાં નામના મેળવી અને તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે જેકી ચાન સાથે પણ અભિનય કર્યો. તેણે પોતાના બાળપણની આ તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે એક સમયે તે રવિના ટંડનનો ફેન હતો અને તેને કલ્પના પણ નહોતી કે તે પોતે આ ઇન્ડસ્ટ્રીનો ભાગ બનશે.

    પંજાબના મોગા ગામનો સોનુ સૂદ 30 જુલાઇના રોજ 1974ના દિવસે જન્મ્યો છે, તેનો ઉછેર નાગપુરમાં થયો છે.તેણે શાહરૂખ ખાન, સલમાન ખાન અને અક્ષય કુમાર જેવા એક્ટર્સ સાથે કામ કરી બૉલીવુડમાં નામના મેળવી અને તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે જેકી ચાન સાથે પણ અભિનય કર્યો. તેણે પોતાના બાળપણની આ તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે એક સમયે તે રવિના ટંડનનો ફેન હતો અને તેને કલ્પના પણ નહોતી કે તે પોતે આ ઇન્ડસ્ટ્રીનો ભાગ બનશે.

    1/32
  • સોનુ સૂદે એન્જિનયરિંગનો અભ્યાસ શરૂ કર્યો પણ અધવચ્ચેથી જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શિફ્ટ થવાનું નક્કી કર્યું તથા મોડલિંગ કરવાની શરૂઆત કરી. તેણે 1999માં તમીલ ફિલ્મ કલ્લાઝગરથી ડેબ્યુ કર્યું હતું.તેણે શરૂઆતમાં સેફ ન કહેવાય તેવા રોલ્સ પણ કર્યા કારણકે તે કોઇપણ ભોગે આ અસલામત ક્ષેત્રમાં પોતાનું નામ રોશન કરવા માગતો હતો.

    સોનુ સૂદે એન્જિનયરિંગનો અભ્યાસ શરૂ કર્યો પણ અધવચ્ચેથી જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શિફ્ટ થવાનું નક્કી કર્યું તથા મોડલિંગ કરવાની શરૂઆત કરી. તેણે 1999માં તમીલ ફિલ્મ કલ્લાઝગરથી ડેબ્યુ કર્યું હતું.તેણે શરૂઆતમાં સેફ ન કહેવાય તેવા રોલ્સ પણ કર્યા કારણકે તે કોઇપણ ભોગે આ અસલામત ક્ષેત્રમાં પોતાનું નામ રોશન કરવા માગતો હતો.

    2/32
  • બૉલીવુડમાં કોઇપણ ટેકો ન હોવાથી તેણે માત્રને માત્ર પોતાના પરફોર્મન્સથી નામના મેળવી યુવા, આશિક બનાયા આપને, સિંઘ ઇઝ કિંગ, જોધા અકબર, દબંગ જેવી ફિલ્મોમાં તેની નોંધ લેવાતી ગઇ. આ તેના રેલવે પાસનો ફોટો છે જે તેણે શેર કર્યો હતો.

    બૉલીવુડમાં કોઇપણ ટેકો ન હોવાથી તેણે માત્રને માત્ર પોતાના પરફોર્મન્સથી નામના મેળવી યુવા, આશિક બનાયા આપને, સિંઘ ઇઝ કિંગ, જોધા અકબર, દબંગ જેવી ફિલ્મોમાં તેની નોંધ લેવાતી ગઇ. આ તેના રેલવે પાસનો ફોટો છે જે તેણે શેર કર્યો હતો.

    3/32
  • સોનુ સૂદ એક માત્ર  હિન્દીભાષી અભિનેતા છે જેણે સાઉથમાં પૉપ્યુલારિટી મેળવી છે. તેને ફિલ્મ અરુંધતી માટે નંદી એવોર્ડ મળ્યો હતો અને દક્ષિણમાં તેણે કરેલી ફિલ્મોમાંથી 95 ટકા હીટ રહી છે. તે દર વર્ષે કમસે કમ બે સાઉથની ફિલ્મો કરે છે. આ તસવીર આઇફા એવોર્ડ 2011ની છે.

    સોનુ સૂદ એક માત્ર  હિન્દીભાષી અભિનેતા છે જેણે સાઉથમાં પૉપ્યુલારિટી મેળવી છે. તેને ફિલ્મ અરુંધતી માટે નંદી એવોર્ડ મળ્યો હતો અને દક્ષિણમાં તેણે કરેલી ફિલ્મોમાંથી 95 ટકા હીટ રહી છે. તે દર વર્ષે કમસે કમ બે સાઉથની ફિલ્મો કરે છે. આ તસવીર આઇફા એવોર્ડ 2011ની છે.

    4/32
  • સોનુને પહેલેથી જ ગિટાર વગાડવાનો શોખ છે. તેની ગમતી અભિનેત્રીની તસવીર સાથે યંગ સોનુની તસવીર. તેણે કલ્પના પણ નહીં કરી હોય કે તે એક સમયે આ ઇન્ડસ્ટ્રીનો હિસ્સો હશે.

    સોનુને પહેલેથી જ ગિટાર વગાડવાનો શોખ છે. તેની ગમતી અભિનેત્રીની તસવીર સાથે યંગ સોનુની તસવીર. તેણે કલ્પના પણ નહીં કરી હોય કે તે એક સમયે આ ઇન્ડસ્ટ્રીનો હિસ્સો હશે.

    5/32
  • સોનુ સૂદને અભિનેતા ફિરોઝ ખાનની જાંબાઝ ફિલ્મમાં ગિટાર પકડવાની સ્ટાઇલ બહુ જ ગમે છે, જે ‘હર કિસી કો નહીં મિલતા યહાં પ્યાર’ ગીતની શરૂઆતમાં જોવા મળે છે. જો કે પોતે ગિટાર વગાડતા શીખ્યો ત્યારે તેને સમજાયું કે બધા એક્ટર ગિટાર ખોટી રીતે જ પકડે છે અને જે તેને બહુ જ ફની લાગ્યું હતું. દીકરા ઇશાન સાથે સોનુ સૂદ.

    સોનુ સૂદને અભિનેતા ફિરોઝ ખાનની જાંબાઝ ફિલ્મમાં ગિટાર પકડવાની સ્ટાઇલ બહુ જ ગમે છે, જે ‘હર કિસી કો નહીં મિલતા યહાં પ્યાર’ ગીતની શરૂઆતમાં જોવા મળે છે. જો કે પોતે ગિટાર વગાડતા શીખ્યો ત્યારે તેને સમજાયું કે બધા એક્ટર ગિટાર ખોટી રીતે જ પકડે છે અને જે તેને બહુ જ ફની લાગ્યું હતું. દીકરા ઇશાન સાથે સોનુ સૂદ.

    6/32
  • ઇન્ટરનેશનલ એક્ટર જેકી ચાન સાથે સ્ક્રીન શૅર કરનારા સોનુ સૂદ 2017માં બનેલી ફિલ્મ કુંગ ફુ યોગા પછી તેના બહુ જ સારા મિત્ર બની ગયા છે અને તે તેના કુટુંબને પણ સારી પેઠે જાણે છે.

    ઇન્ટરનેશનલ એક્ટર જેકી ચાન સાથે સ્ક્રીન શૅર કરનારા સોનુ સૂદ 2017માં બનેલી ફિલ્મ કુંગ ફુ યોગા પછી તેના બહુ જ સારા મિત્ર બની ગયા છે અને તે તેના કુટુંબને પણ સારી પેઠે જાણે છે.

    7/32
  • સોનુ સૂદની અંગત જિંદગીની વાત કરીએ તો તેણે તેની મમ્મી સરોજને 2009માં ગુમાવી અને તે અવારનવાર તેની મમ્મી સાથેની યાદો તસવીરના રૂપમાં શૅર કર્યા કરે છે.

    સોનુ સૂદની અંગત જિંદગીની વાત કરીએ તો તેણે તેની મમ્મી સરોજને 2009માં ગુમાવી અને તે અવારનવાર તેની મમ્મી સાથેની યાદો તસવીરના રૂપમાં શૅર કર્યા કરે છે.

    8/32
  • તેણે મધર્સ ડેના રોજ પણ તસવીર શેર કરી હતી અને પોતે રોજ જ મધર્સ ડે કોઇને કોઇ રીતે ઉજવે છે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

    તેણે મધર્સ ડેના રોજ પણ તસવીર શેર કરી હતી અને પોતે રોજ જ મધર્સ ડે કોઇને કોઇ રીતે ઉજવે છે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

    9/32
  • તે પોતાની મમ્મીને સતત મિસ કરતો હોય છે, જે તેની પોસ્ટ્સ પરથી ખ્યાલ આવી શકે છે. આ તેણે મમ્મીના જન્મ દિવસે શેર કરેલી તસવીર હતી.  

    તે પોતાની મમ્મીને સતત મિસ કરતો હોય છે, જે તેની પોસ્ટ્સ પરથી ખ્યાલ આવી શકે છે. આ તેણે મમ્મીના જન્મ દિવસે શેર કરેલી તસવીર હતી.

     
    10/32
  • બાળપણમાં સોનુ કેટલો ક્યૂટ હતો.

    બાળપણમાં સોનુ કેટલો ક્યૂટ હતો.

    11/32
  • 2016માં સોનુ સૂદના પિતા શક્તિ સૂદનું નિધન તેમના ગામ મોગા, પંજાબમાં થયું. જ્યારે પિતાને કાર્ડિયાક અરેસ્ટ થયો ત્યારે સોનુ ત્યાં જ હતો અને તેણે  પિતાની તસવીર સાથે પિતા તેને લખેલો એક પત્ર શેર કર્યો હતો. સોનુએ આ પોસ્ટ પિતાના જન્મદિવસે શેર કરી હતી.

    2016માં સોનુ સૂદના પિતા શક્તિ સૂદનું નિધન તેમના ગામ મોગા, પંજાબમાં થયું. જ્યારે પિતાને કાર્ડિયાક અરેસ્ટ થયો ત્યારે સોનુ ત્યાં જ હતો અને તેણે  પિતાની તસવીર સાથે પિતા તેને લખેલો એક પત્ર શેર કર્યો હતો. સોનુએ આ પોસ્ટ પિતાના જન્મદિવસે શેર કરી હતી.

    12/32
  • તેણે પિતાની યાદમાં શક્તિ અન્નદાન શરૂ કર્યું અને રોજે રોજ હજ્જારો લોકોને તે જમાડે છે.તેણે એપ્રિલ 2020માં નક્કી કર્યું કે તે રોજ 25000 મજૂરોની જમાડશે અને આ તેણે રમઝાન અને કોરોનાવાઇરસ રોગચાળા દરમિયાન શરૂ કર્યું. તે સ્પેશ્યલ મીલ કિટ્સ આપી આ અભિયાન પાર પાડે છે.

    તેણે પિતાની યાદમાં શક્તિ અન્નદાન શરૂ કર્યું અને રોજે રોજ હજ્જારો લોકોને તે જમાડે છે.તેણે એપ્રિલ 2020માં નક્કી કર્યું કે તે રોજ 25000 મજૂરોની જમાડશે અને આ તેણે રમઝાન અને કોરોનાવાઇરસ રોગચાળા દરમિયાન શરૂ કર્યું. તે સ્પેશ્યલ મીલ કિટ્સ આપી આ અભિયાન પાર પાડે છે.

    13/32
  • સોનુએ ઘણાં માઇગ્રન્ટ્સને તેમના ઘરે પહોંચાડ્યા છે. છેલ્લા કેટલાક સમયથી તે રોજ 45000 લોકોને ફુડ કિટ્સ પહોંચાડે છે તથા તેણે જુહુની પોતાની હોટલ પણ ક્વોરેન્ટાઇન માટે ડૉક્ટર્સ તથા હેલ્થકેર વર્કર્સ માટે આપી દીધી હતી. તસવીરમાં બહેનો મોનિકા અને માલવિકા સાથે સોનુ સૂદ.

    સોનુએ ઘણાં માઇગ્રન્ટ્સને તેમના ઘરે પહોંચાડ્યા છે. છેલ્લા કેટલાક સમયથી તે રોજ 45000 લોકોને ફુડ કિટ્સ પહોંચાડે છે તથા તેણે જુહુની પોતાની હોટલ પણ ક્વોરેન્ટાઇન માટે ડૉક્ટર્સ તથા હેલ્થકેર વર્કર્સ માટે આપી દીધી હતી. તસવીરમાં બહેનો મોનિકા અને માલવિકા સાથે સોનુ સૂદ.

    14/32
  • સોનુએ આ તસવીર ત્યારે શેર કરી હતી જ્યારે તે પુલવામામાં માર્યા ગયેલા શહીદ જયમલ સિંઘના કુટુંબને મળ્યો હતો. તેણે સોશ્લય મીડિયા પર ફેન્સને આ પરિવારને મદદ કરવા કહ્યું હતું.

    સોનુએ આ તસવીર ત્યારે શેર કરી હતી જ્યારે તે પુલવામામાં માર્યા ગયેલા શહીદ જયમલ સિંઘના કુટુંબને મળ્યો હતો. તેણે સોશ્લય મીડિયા પર ફેન્સને આ પરિવારને મદદ કરવા કહ્યું હતું.

    15/32
  • સોનુ સૂદ લૉકડાઉનમાં સૌથી વધુ ન્યુઝમાં રહ્યો છે કારણકે તેણે લોકોને મદદ કરવામાં જરાય પાછું વળીને નથી જોયું. 2019માં તેણે ભારતીય બેન્ડમિન્ટન ટીમને સ્પેશ્યલ ઓલિમ્પિક્સ એશિયા પેસિફિક માટે મદદ કરી હતી અને તેમના પ્રવાસ તથા રહેવાની વ્યવસ્થા સંભાળી હતી. વળી તેમની ટ્રેઇનિંગમાં પણ રસ લીધો હતો. સોનુ તેની વાઇફ સોનાલી સાથે.

    સોનુ સૂદ લૉકડાઉનમાં સૌથી વધુ ન્યુઝમાં રહ્યો છે કારણકે તેણે લોકોને મદદ કરવામાં જરાય પાછું વળીને નથી જોયું. 2019માં તેણે ભારતીય બેન્ડમિન્ટન ટીમને સ્પેશ્યલ ઓલિમ્પિક્સ એશિયા પેસિફિક માટે મદદ કરી હતી અને તેમના પ્રવાસ તથા રહેવાની વ્યવસ્થા સંભાળી હતી. વળી તેમની ટ્રેઇનિંગમાં પણ રસ લીધો હતો. સોનુ તેની વાઇફ સોનાલી સાથે.

    16/32
  • 2018માં સોનુ સૂદ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંઘને મળીને ડ્રગનાં ધંધાને કાબુમાં લાવવા શું થઇ શકે તે માટે પણ એક્ટિવ થયો હતો તથા આ અભિયાન માટે તેણે જાતે ઇન્વોલ્વ થઇ કામ કર્યું હતું. સોનુનો દીકરો ઇશાન પણ પિતાની માફક એબ્ઝ બનાવવામાં એક્સપર્ટ છે.

    2018માં સોનુ સૂદ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંઘને મળીને ડ્રગનાં ધંધાને કાબુમાં લાવવા શું થઇ શકે તે માટે પણ એક્ટિવ થયો હતો તથા આ અભિયાન માટે તેણે જાતે ઇન્વોલ્વ થઇ કામ કર્યું હતું. સોનુનો દીકરો ઇશાન પણ પિતાની માફક એબ્ઝ બનાવવામાં એક્સપર્ટ છે.

    17/32
  • 2017માં સોનુ સૂદને પંજાબ રત્ન એવોર્ડ અપાયો. તસવીરમાં સોનુનો નાનો દીકરો અયાન જે પણ પોતાના એબ્ઝ બતાડે છે. લાગે છે બૉડી બિલ્ડિંગ તેમને વારસામાં મળ્યું છે.

    2017માં સોનુ સૂદને પંજાબ રત્ન એવોર્ડ અપાયો. તસવીરમાં સોનુનો નાનો દીકરો અયાન જે પણ પોતાના એબ્ઝ બતાડે છે. લાગે છે બૉડી બિલ્ડિંગ તેમને વારસામાં મળ્યું છે.

    18/32
  • સોનુએ મીડિયા ફોટોગ્રાફર્સ સાથેની આ તસવીર શેર કરી તેમને થેંક્યુ કહ્યું હતું.

    સોનુએ મીડિયા ફોટોગ્રાફર્સ સાથેની આ તસવીર શેર કરી તેમને થેંક્યુ કહ્યું હતું.

    19/32
  • સોનુએ ઓશિવરા પોલીસસ્ટેશનની મુલાકાત લીધી હતી તથા પોલીસને તેમની કામગીર બદલ બિરદાવ્યા હતા.

    સોનુએ ઓશિવરા પોલીસસ્ટેશનની મુલાકાત લીધી હતી તથા પોલીસને તેમની કામગીર બદલ બિરદાવ્યા હતા.

    20/32
  • આ વર્ષે વાઇરસનાં કાળમુખા સમયમાં સોનુએ માત્રને માત્ર હકારાત્મકતા ફેલાવી છે તથા હજારો લોકોનાં પેટ ઠાર્યા છે.

    આ વર્ષે વાઇરસનાં કાળમુખા સમયમાં સોનુએ માત્રને માત્ર હકારાત્મકતા ફેલાવી છે તથા હજારો લોકોનાં પેટ ઠાર્યા છે.

    21/32
  • તેણે અનેક લોકોને તેમના ઘરે મોકલવા માટે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરી. આ માટે તેણે મહારાષ્ટ્ર સરકાર અને કર્ણાટક સરકારની જરૂરી પરવાનગી પણ લીધી.

    તેણે અનેક લોકોને તેમના ઘરે મોકલવા માટે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરી. આ માટે તેણે મહારાષ્ટ્ર સરકાર અને કર્ણાટક સરકારની જરૂરી પરવાનગી પણ લીધી.

    22/32
  • તેણે જે પણ કર્યું છે તેને તે પોતાની ફરજ ગણાવે છે અને તેણે કહ્યું હતુ કે એસીમાં બેસીને ટ્વિટ કર્યા કરવાનો કોઇ અર્થ નથી, કંઇ ખરેખર કરવું જોઇએ.

    તેણે જે પણ કર્યું છે તેને તે પોતાની ફરજ ગણાવે છે અને તેણે કહ્યું હતુ કે એસીમાં બેસીને ટ્વિટ કર્યા કરવાનો કોઇ અર્થ નથી, કંઇ ખરેખર કરવું જોઇએ.

    23/32
  • તેણે સોશ્યલ મીડિયા પર પોતાનો નંબર પણ શેર કર્યો હતો અને જેમને તકલીફ હોય તે તેનો સંપર્ક કરે એમ કહ્યું હતું.

    તેણે સોશ્યલ મીડિયા પર પોતાનો નંબર પણ શેર કર્યો હતો અને જેમને તકલીફ હોય તે તેનો સંપર્ક કરે એમ કહ્યું હતું.

    24/32
  • સોનુ સૂદે આ પછી ટોલ ફ્રી નંબર પણ લૉન્ચ કર્યો જેની પર તકલીફમાં ફસાયેલા લોકો તેનો સંપર્ક કરી શકે.

    સોનુ સૂદે આ પછી ટોલ ફ્રી નંબર પણ લૉન્ચ કર્યો જેની પર તકલીફમાં ફસાયેલા લોકો તેનો સંપર્ક કરી શકે.

    25/32
  • સોનુ સૂદ ખુબ જ સ્ટાઇલિશ છે અને એક સમયે તેની સરખામણી અમિતાભ બચ્ચન સાથે પણ કરાઇ છે.

    સોનુ સૂદ ખુબ જ સ્ટાઇલિશ છે અને એક સમયે તેની સરખામણી અમિતાભ બચ્ચન સાથે પણ કરાઇ છે.

    26/32
  • હૉટ બૉડ ધરાવતા સોનુની સેન્સ ઑફ હ્યુમર પણ જોરદાર છે અને તેણે તેની પાસે વિચિત્ર બાબતે મદદ માગતા લોકોને જોરદાર જવાબ આપ્યા છે.

    હૉટ બૉડ ધરાવતા સોનુની સેન્સ ઑફ હ્યુમર પણ જોરદાર છે અને તેણે તેની પાસે વિચિત્ર બાબતે મદદ માગતા લોકોને જોરદાર જવાબ આપ્યા છે.

    27/32
  • સોનુને કોઇ કહ્યું કે તે વાળ કપાવવા માગે છે તો તેણે ટ્વિટ કર્યું કે વાળંદને તો તે ગામડે મુકી આવ્યો છે એટલે હવે ત્યાં જવું પડશે.

    સોનુને કોઇ કહ્યું કે તે વાળ કપાવવા માગે છે તો તેણે ટ્વિટ કર્યું કે વાળંદને તો તે ગામડે મુકી આવ્યો છે એટલે હવે ત્યાં જવું પડશે.

    28/32
  • સોનુની તેના પિતા સાથેની તસવીર જે તેણે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

    સોનુની તેના પિતા સાથેની તસવીર જે તેણે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

    29/32
  • સોનુની તસવીરો જોઇને લાગે છે તે એકદમ 'નો ફસ' એક્ટર છે, તેને બહુ વાંધા વચકા નથી પડતા કે ન તે ટેન્ટ્રમ્સ કરતો હોય છે.

    સોનુની તસવીરો જોઇને લાગે છે તે એકદમ 'નો ફસ' એક્ટર છે, તેને બહુ વાંધા વચકા નથી પડતા કે ન તે ટેન્ટ્રમ્સ કરતો હોય છે.

    30/32
  • સોનુ જે રીતે કામ કરે છે તે જોતાં લોકોએ અટકળો કરી કે તે રાજકારણમાં પણ જોડાઇ શકે છે, જો કે તેણે આ વાતને રદિયો આપ્યો છે.

    સોનુ જે રીતે કામ કરે છે તે જોતાં લોકોએ અટકળો કરી કે તે રાજકારણમાં પણ જોડાઇ શકે છે, જો કે તેણે આ વાતને રદિયો આપ્યો છે.

    31/32
  • સોનુ સૂદનું સ્વૅગ કાયમ રહે તેવી શુભેચ્છાઓ.

    સોનુ સૂદનું સ્વૅગ કાયમ રહે તેવી શુભેચ્છાઓ.

    32/32
  • loading...

ફોટોઝ વિશે

સોનુ સૂદનો (Sonu Sood) જન્મદિવસ 30 જુલાઇ છે. છેલ્લા કેટલાક મહીનાથી એક્ટર તેની કામગીરીને કારણે સતત સમાચારમાં રહ્યો છે. તે માઇગ્રન્ટ લેબરર્સનો મસિહા બની ચૂક્યો છે અને તેણે કોરોનાવાઇરસ (Coronavirus Pandemic) રોગચાળામાં ઢગલાબંધ મજૂરોને તેમના ઘરે પહોંચાડ્યા છે. વળી એટલું જ નહીં તે મુશ્કેલીમાં હોય તેવા દરેકને જાણે ફરિશ્તાની માફક મદદ કરવા હાથ લંબાવે છે. ફિલ્મ ઉદ્યોગમાં તેની જર્ની પણ જાણવા જેવી છે. (તસવીરો ઇન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK