ન્યાસા દેવગણઃ ન્યાસા અજય અને કાજોલની દીકરી છે. જે આ વર્ષે 16 વર્ષની થઈ છે. જરા જુઓ નાની ન્યાસા કેવી લાગતી હતી અને આજે તે કેવી લાગે છે.
આરવ ભાટિયાઃ આરવનો જન્મ 2002માં થયો હતો. આ વર્ષે તે 17 વર્ષનો થશે. અક્ષય કુમાર અવાર નવાર આરવના ફોટોસ શેર કરતા રહે છે.
ઈબ્રાહિમ અલી ખાનઃ અમૃતા સિંહ અને સૈફ અલી ખાનનો સંતાન એટલે ઈબ્રાહિમ. જે આ વર્ષે 18 વર્ષનો થયો છે. અને તે બિલકુલ સૈફ જેવો જ લાગે છે.
સારા અલી ખાનઃ આ દીકરી બિલકુલ તેની માતા પર ગઈ છે. સારાએ 2018માં કેદારનાથ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું છે.
આર્યન ખાનઃ આર્યનનો જન્મ 1997માં થયો હતો. જે હાલ કેલિફોર્નિયામાં ફિલ્મ મેકિંગનો અભ્યાસ કરી રહ્યો છે.
રેહાન અને રિદાન રોશનઃ હ્રિતિક રોશનના આ બે લાડલા દીકરાઓ ખૂબ જ ક્યુટ છે.
આઝાદ રાવ ખાનઃ આમિર ખાન અને કિરણ રાવનો પુત્ર છે. 2011માં સરોગસીથી તેનો જન્મ થયો હતો.
અન્યા, ઝાર અને દિવાઃ ફરાહ ખાન અને શીરિષ કુંદરના ટ્રિપ્લેટ્સનો જન્મ 2008માં થયો હતો. ફરાહના બાળકો વર્ષેને વર્ષે વધુ ક્યુટ લાગતા જાય છે.
અલિશાઃ રેને બાદ સુષ્મિતા સેને 2010માં અલિશાને દત્તક લીધી હતી. જે આ વર્ષે 10 વર્ષની થશે.
સુહાના ખાનઃ શાહરૂખ ખાન અને ગૌરીનું બીજું સંતાન એટલે સુહાના. તે વૉગના કવર પેજ પર ચમકીને ગ્લેમર વર્લ્ડમાં ડેબ્યૂ કરી રહી છે.
આરાધ્યા બચ્ચનઃ 2011માં અભિષેક અને ઐશ્વર્યાના ઘરે લક્ષ્મીજીનું આગમન થયું હતું. આરાધ્યા માતા ઐશ્વર્યા સાથે ઘણી વાર જોવા મળે છે.
ઈરા ખાનઃઆમિર ખાન અને રીના દત્તાની આ પુત્રીનો જન્મ 1997માં થયો હતો. તે નેધરલેન્ડ્સમાં ભણતી હતી. હવે તે મુંબઈ પાછી આવી ગઈ છે.
જાહ્નવી કપૂરઃ શ્રીદેવી અને બોની કપૂરની મોટી દીકરીનો જન્મ 1997માં થયો હતો. તેણે 1 વર્ષે પહેલા ફિલ્મ ધડકથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું.
શાહરાન અને ઈકરાઃ સંજય અને માન્યતાના જોડિયા બાળકોનો જન્મ 2010માં થતો. બંનેમાંથી શાહરાન તોફાની છે જ્યારે ઈકરા શાંત છે.
અહાન શેટ્ટીઃ સુનીલ શેટ્ટીનો પુત્ર અહાન હિન્દી ફિલ્મમાં સાજિદ નડિયાદવાલાની ફિલ્મથી ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.
બોલીવુડ સ્ટાર્સના સંતાનો પણ એટલા જ ફેમસ હોય છે. તેમના પર સતત સૌની નજર રહેતી હોય છે. ચાલો અમે તમને બતાવીએ સમયની સાથે કેટલા બદલાયા છે આ સેલેબ્સના બાળકો.