90ના દસકાની ખૂબસૂરત અભિનેત્રી સંગીતા બિજલાણીએ 9 જુલાઈએ 54મો જન્મદિવસ મનાવ્યો. આ મોકા પર સંગીતના ખાસ મિત્ર સલમાન, યૂલિયા, ડેઈઝી શાહ, ઝરીન ખાન હાજર રહ્યા.
સંગીતા બોલીવુડની એવી અભિનેત્રીઓમાંથી એક છે જેમણે વધુ ફિલ્મોમાં કામ નથી કર્યું પરંતુ તેની ખૂબસૂરતીના આજે પણ લોકો દીવાના છે.
સંગીતા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. પોતાના ફોટોસ તે ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.
જો તમે સંગીતાનું ઈન્સ્ટાગ્રામ જોશો તો તમને ખબર પડશે કે આ ઉંમરે તે કેટલી ફિટ છે.
પચાસ વર્ષ બાદ પણ તે એટલી જ ખૂબસૂરત છે અને ફિટનેસનો પણ એટલો ખ્યાલ રાખે છે.
સંગીતાએ પોતાના જીમના કેટલાક વીડિયોઝ પણ શેર કર્યા છે.
સંગીતાનો જન્મ મુંબઈમાં જ થયો છે. તેમણે 16 વર્ષની ઉંમરે મિસ ઈન્ડિયા બન્યા બાદ મોડેલિંગની દુનિયામાં કદમ રાખ્યા હતા.
સંગીતાએ નિરમા અને પોન્ડ્સ જેવી જાહેરાતોમાં પણ કામ કર્યું છે.
1987માં તેમણે બોલીવુડમાં ડેબ્યૂ કર્યું. અને ત્રિદેવ, હથિયાર, જુર્મ, યોદ્ધા જેવી ફિલ્મો કરી.
જો કે ફિલ્મી દુનિયામાં સંગીતા કાંઈ ખાસ કમાલ ન બતાવી શકી અને જલ્દી જે તેણે ફિલ્મોને અલવિદા કહી દીધું.
90ના દાયકામાં સંગીતના તેના સલમાન ખાન સાથેના અફેરને કારણે ઘણી ચર્ચામાં રહી.
સંગીતા અને સલમાનની સગાઈ થઈ ગઈ હોવાની ચર્ચા પણ હતી અને તેઓ 1994માં લગ્ન કરવાના હતા.
સંગીતાનું મોહમ્મદ અઝહરૂદીન સાથે પણ અફેર હતું. બંનેએ 1998માં લગ્ન કર્યા હતા.
જો કે તેમના લગ્ન જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી અને 2010માં તેમણે છૂટાછેડા લઈ લીધા.
સલમાનથી અલગ થઈ ગઈ હોવા છતા સંગીતા આજે પણ ખાન પરિવારની નજીક છે.
સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાણી 54 વર્ષે પણ એટલી જ ખૂબસૂરત દેખાય છે. જુઓ તેની સિઝલિંગ તસવીરો..
(તસવીર સૌજન્યઃ સંગીતા બિજલાણી ઈન્સ્ટાગ્રામ)