ગુડબાય ઋષિ: બૉલીવુડમાં સૌથી વધુ હિરોઇનને લૉન્ચ કરવાનો રેકૉર્ડ છે રિશી કપૂરનો

Updated: May 01, 2020, 12:40 IST | Rachana Joshi
  • ડિમ્પલ  કાપડિયા રિશી કપૂરની 1973માં આવેલી ડેબ્યુ ફિલ્મ ‘બૉબી’માં તેમની સાથે ડિમ્પલ કાપડિયાએ પણ ઍક્ટિંગમાં એન્ટ્રી કરી હતી. એ સમયે ડિમ્પલ કાપડિયાની ઉંમર ફક્ત 16 વર્ષની હતી. તેમની ‘બૉબી’ ખૂબ જ હિટ રહી હતી એથી તેમની જોડી ફરી જોવા મળશે એ નક્કી હતુ, પરંતુ એમ નહોતું થયું. ડિમ્પલ કાપડિયાએ રાજેશ ખન્ના સાથે લગ્ન કરી લીધાં અને કરીઅરમાંથી બ્રેક લીધો હતો. જોકે તેમણે ફરી 1985માં આવેલી ‘સાગર’માં ફરી સાથે કામ કર્યું હતું અને એ પણ હિટ રહી હતી.

    ડિમ્પલ  કાપડિયા

    રિશી કપૂરની 1973માં આવેલી ડેબ્યુ ફિલ્મ ‘બૉબી’માં તેમની સાથે ડિમ્પલ કાપડિયાએ પણ ઍક્ટિંગમાં એન્ટ્રી કરી હતી. એ સમયે ડિમ્પલ કાપડિયાની ઉંમર ફક્ત 16 વર્ષની હતી. તેમની ‘બૉબી’ ખૂબ જ હિટ રહી હતી એથી તેમની જોડી ફરી જોવા મળશે એ નક્કી હતુ, પરંતુ એમ નહોતું થયું. ડિમ્પલ કાપડિયાએ રાજેશ ખન્ના સાથે લગ્ન કરી લીધાં અને કરીઅરમાંથી બ્રેક લીધો હતો. જોકે તેમણે ફરી 1985માં આવેલી ‘સાગર’માં ફરી સાથે કામ કર્યું હતું અને એ પણ હિટ રહી હતી.

    1/14
  • કાજલ  કિરણ કાજલ કિરણને 1977માં આવેલી ‘હમ કિસીસે કમ નહીં’માં આમિર ખાનના અંકલ તારિક સામે પસંદ કરવામાં આવી હતી. જોકે તેનો લવ ઇન્ટરેસ્ટ રિશી કપૂર હતા. આ ફિલ્મ બાદ પણ કાજલ કિરણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું

    કાજલ  કિરણ

    કાજલ કિરણને 1977માં આવેલી ‘હમ કિસીસે કમ નહીં’માં આમિર ખાનના અંકલ તારિક સામે પસંદ કરવામાં આવી હતી. જોકે તેનો લવ ઇન્ટરેસ્ટ રિશી કપૂર હતા. આ ફિલ્મ બાદ પણ કાજલ કિરણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું

    2/14
  • શોમા  આનંદ શોમા આનંદે તેની બૉલીવુડ કરીઅરની શરૂઆત 1976માં આવેલી ‘બારૂદ’ દ્વારા કરી હતી. જોકે શોમા આનંદને ‘કૂલી’ દ્વારા ઓળખવામાં આવે છે જેનું ગીત ‘મુઝે પીને કા શૌક નહીં પીતા હૂં ગમ ભુલાને કો’ ખૂબ જ ફેમસ છે. શોમા આનંદ ‘હમ પાંચ’ સિરિયલ માટે પણ ખૂબ જ જાણીતું નામ છે.

    શોમા  આનંદ

    શોમા આનંદે તેની બૉલીવુડ કરીઅરની શરૂઆત 1976માં આવેલી ‘બારૂદ’ દ્વારા કરી હતી. જોકે શોમા આનંદને ‘કૂલી’ દ્વારા ઓળખવામાં આવે છે જેનું ગીત ‘મુઝે પીને કા શૌક નહીં પીતા હૂં ગમ ભુલાને કો’ ખૂબ જ ફેમસ છે. શોમા આનંદ ‘હમ પાંચ’ સિરિયલ માટે પણ ખૂબ જ જાણીતું નામ છે.

    3/14
  • નસીમ 1976માં આવેલી ‘કભી કભી’માં અમિતાભ બચ્ચન અને વહીદા રહેમાનની દીકરી હોય છે નસીમ. તે રિશી કપૂરના પ્રેમમાં પડે છે, પરંતુ તેઓ નીતુ સિંહના પ્રેમમાં હોય છે. આ ફિલ્મ બાદ નસીમે શું કર્યું એ વિશે કોઈ માહિતી નથી. તેની સાથેનો આ ફોટો રિશી કપૂરે તેમના ટ્વિટર પર શૅર કર્યો હતો.

    નસીમ

    1976માં આવેલી ‘કભી કભી’માં અમિતાભ બચ્ચન અને વહીદા રહેમાનની દીકરી હોય છે નસીમ. તે રિશી કપૂરના પ્રેમમાં પડે છે, પરંતુ તેઓ નીતુ સિંહના પ્રેમમાં હોય છે. આ ફિલ્મ બાદ નસીમે શું કર્યું એ વિશે કોઈ માહિતી નથી. તેની સાથેનો આ ફોટો રિશી કપૂરે તેમના ટ્વિટર પર શૅર કર્યો હતો.

    4/14
  • જયા  પ્રદા જયા પ્રદાએ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું અને ત્યાર બાદ તેલુગુ ફિલ્મોમાં ઝંપલાવ્યું હતું. તેમની પહેલી હિન્દી ફિલ્મ રિશી કપૂરની સામે ‘સરગમ’ હતી. આ ફિલ્મ ખૂબ જ હિટ રહી હતી અને ત્યાર બાદ તેમણે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.

    જયા  પ્રદા

    જયા પ્રદાએ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું અને ત્યાર બાદ તેલુગુ ફિલ્મોમાં ઝંપલાવ્યું હતું. તેમની પહેલી હિન્દી ફિલ્મ રિશી કપૂરની સામે ‘સરગમ’ હતી. આ ફિલ્મ ખૂબ જ હિટ રહી હતી અને ત્યાર બાદ તેમણે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.

    5/14
  • ભાવના  ભટ્ટ ભાવન ભટ્ટ એક ગુજરાતી અભિનેત્રી છે જેણે 1975માં આવેલી ‘દો જાસૂસ’માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું. જોકે 1978માં આવેલી ‘નયા દૌર’માં રિશી કપૂર સામે તેણે ઍક્ટ્રેસ તરીકે ડેબ્યુ કર્યું હતું.

    ભાવના  ભટ્ટ

    ભાવન ભટ્ટ એક ગુજરાતી અભિનેત્રી છે જેણે 1975માં આવેલી ‘દો જાસૂસ’માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું. જોકે 1978માં આવેલી ‘નયા દૌર’માં રિશી કપૂર સામે તેણે ઍક્ટ્રેસ તરીકે ડેબ્યુ કર્યું હતું.

    6/14
  • રાધિકા રાધિકાએ જ્યારે બૉલીવુડમાં તેનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું ત્યારે તે તામિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ જાણીતું નામ હતું. તેની પહેલી ફિલ્મ 1986માં આવેલી ‘નસીબ અપના અપના’ હતી, જેમાં તેણે રિશી કપૂરની પત્નીનું પાત્ર ભજવ્યું હતું. ત્યાર બાદ તેણે ત્રણ બૉલીવુડની ફિલ્મમાં કામ કર્યું હતું પરંતુ એક પણ સફળ ન રહેતાં તામિલ ફિલ્મોમાં ફરી જતી રહી હતી.

    રાધિકા

    રાધિકાએ જ્યારે બૉલીવુડમાં તેનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું ત્યારે તે તામિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ જાણીતું નામ હતું. તેની પહેલી ફિલ્મ 1986માં આવેલી ‘નસીબ અપના અપના’ હતી, જેમાં તેણે રિશી કપૂરની પત્નીનું પાત્ર ભજવ્યું હતું. ત્યાર બાદ તેણે ત્રણ બૉલીવુડની ફિલ્મમાં કામ કર્યું હતું પરંતુ એક પણ સફળ ન રહેતાં તામિલ ફિલ્મોમાં ફરી જતી રહી હતી.

    7/14
  • રંજિતા 1976માં આવેલી ‘લૈલા મજનૂ’માં રંજિતાને રિશી કપૂરની સામે ખૂબ જ મોટો બ્રેક મળ્યો હતો. આ ફિલ્મ બાદ તેમણે 1975માં આવેલી ‘પતિ પત્ની ઔર વો’ અને 1985માં આવેલી ‘ઝમાના’માં કામ કર્યું હતું. રંજિતાએ ‘સત્તે પે સત્તા’માં પણ કામ કર્યું હતું.

    રંજિતા

    1976માં આવેલી ‘લૈલા મજનૂ’માં રંજિતાને રિશી કપૂરની સામે ખૂબ જ મોટો બ્રેક મળ્યો હતો. આ ફિલ્મ બાદ તેમણે 1975માં આવેલી ‘પતિ પત્ની ઔર વો’ અને 1985માં આવેલી ‘ઝમાના’માં કામ કર્યું હતું. રંજિતાએ ‘સત્તે પે સત્તા’માં પણ કામ કર્યું હતું.

    8/14
  • અશ્વિની ભાવે ઝેબા સાથે એ જ ફિલ્મમાં અશ્વિની ભાવેએ પણ કામ કર્યું હતું. આ ફિલ્મ દ્વારા બે હિરોઇનને બૉલીવુડમાં લૉન્ચ કરવામાં આવી હતી. આ ફિલ્મ પહેલાં અશ્વિની મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ જાણીતું નામ હતું. તેણે બૉલીવુડમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું અને છેલ્લી ફિલ્મ 1998માં આવેલી સલમાન ખાન અને જૅકી શ્રોફની ‘બંધન’ હતી. ત્યાર બાદ તે ટીવી સિરિયલમાં કામ કરી રહી છે.

    અશ્વિની ભાવે

    ઝેબા સાથે એ જ ફિલ્મમાં અશ્વિની ભાવેએ પણ કામ કર્યું હતું. આ ફિલ્મ દ્વારા બે હિરોઇનને બૉલીવુડમાં લૉન્ચ કરવામાં આવી હતી. આ ફિલ્મ પહેલાં અશ્વિની મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ જાણીતું નામ હતું. તેણે બૉલીવુડમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું અને છેલ્લી ફિલ્મ 1998માં આવેલી સલમાન ખાન અને જૅકી શ્રોફની ‘બંધન’ હતી. ત્યાર બાદ તે ટીવી સિરિયલમાં કામ કરી રહી છે.

    9/14
  • મિતા વસિષ્ઠ 1989માં આવેલી ‘ચાંદની’માં મિતા વસિષ્ઠે કામ કર્યું હતું. ફિલ્મોમાં કામ કરવા પહેલાં તેમણે ઘણી સિરિયલોમાં કામ કર્યું હતું. ત્યાર બાદ મિતા વસિષ્ઠે તેના પાત્ર સાથે એક્સપરિમેન્ટ્સ કરવાનું શરૂ કર્યું હતું અને છેલ્લે ‘એકલવ્ય’માં અમિતાભ બચ્ચનની મમ્મીના પાત્રમાં જોવા મળ્યાં હતાં.

    મિતા વસિષ્ઠ

    1989માં આવેલી ‘ચાંદની’માં મિતા વસિષ્ઠે કામ કર્યું હતું. ફિલ્મોમાં કામ કરવા પહેલાં તેમણે ઘણી સિરિયલોમાં કામ કર્યું હતું. ત્યાર બાદ મિતા વસિષ્ઠે તેના પાત્ર સાથે એક્સપરિમેન્ટ્સ કરવાનું શરૂ કર્યું હતું અને છેલ્લે ‘એકલવ્ય’માં અમિતાભ બચ્ચનની મમ્મીના પાત્રમાં જોવા મળ્યાં હતાં.

    10/14
  • ઝેબા બખ્તિયાર રાજ કપૂર દ્વારા 1991માં પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરવામાં આવેલી ‘હીના’માં ઝેબા બખ્તિયાર જોવા મળી હતી. તે એક પાકિસ્તાની અભિનેત્રી છે, પરંતુ બૉલીવુડમાં ખૂબ જ ઓછા સમય માટે ટકી હતી. ઝેબા ફરી પાકિસ્તાન જાય એ પહેલાં તેણે પાંચ ફિલ્મોમાં કામ કર્યું હતું.

    ઝેબા બખ્તિયાર

    રાજ કપૂર દ્વારા 1991માં પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરવામાં આવેલી ‘હીના’માં ઝેબા બખ્તિયાર જોવા મળી હતી. તે એક પાકિસ્તાની અભિનેત્રી છે, પરંતુ બૉલીવુડમાં ખૂબ જ ઓછા સમય માટે ટકી હતી. ઝેબા ફરી પાકિસ્તાન જાય એ પહેલાં તેણે પાંચ ફિલ્મોમાં કામ કર્યું હતું.

    11/14
  • વિનીતા 1981માં આવેલી ‘સાજન કી સહેલી’માં વિનીતાએ નાનું પાત્ર ભજવ્યું હતું. જોકે લીડ ઍક્ટ્રેસ તરીકે તે 1988માં રિશી કપૂરની સામે ‘જનમ જનમ’માં જોવા મળી હતી. તેણે હિન્દી, તામિલ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું હતું.

    વિનીતા

    1981માં આવેલી ‘સાજન કી સહેલી’માં વિનીતાએ નાનું પાત્ર ભજવ્યું હતું. જોકે લીડ ઍક્ટ્રેસ તરીકે તે 1988માં રિશી કપૂરની સામે ‘જનમ જનમ’માં જોવા મળી હતી. તેણે હિન્દી, તામિલ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું હતું.

    12/14
  • સોનમ 1988માં આવેલી ‘વિજય’ દ્વારા સોનમે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તેમણે ‘અજૂબા’માં કામ કર્યું હતું. તેણે કરેલી ફિલ્મોમાં ‘ત્રિદેવ’ અને ‘વિશ્વાત્મા’નો સમાવેશ થાય છે.

    સોનમ

    1988માં આવેલી ‘વિજય’ દ્વારા સોનમે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તેમણે ‘અજૂબા’માં કામ કર્યું હતું. તેણે કરેલી ફિલ્મોમાં ‘ત્રિદેવ’ અને ‘વિશ્વાત્મા’નો સમાવેશ થાય છે.

    13/14
  • પ્રિયંકા શમ્મી કપૂરના દીકરા આદિત્ય રાજ દ્વારા લેખિત અને દિગ્દર્શિત ફિલ્મ ‘સાંબર સાલ્સા’માં રિશી કપૂર, પ્રિયંકા અને અન્ય એક નવોદિત અભિનેત્રી જુલિયા કાર્વેન્ટ્સે કામ કર્યું હતું.

    પ્રિયંકા

    શમ્મી કપૂરના દીકરા આદિત્ય રાજ દ્વારા લેખિત અને દિગ્દર્શિત ફિલ્મ ‘સાંબર સાલ્સા’માં રિશી કપૂર, પ્રિયંકા અને અન્ય એક નવોદિત અભિનેત્રી જુલિયા કાર્વેન્ટ્સે કામ કર્યું હતું.

    14/14
  • loading...

ફોટોઝ વિશે

રિશી કપૂર બૉલીવુડના ચૉકલેટી બૉય અને રોમૅન્ટિક હીરો તરીકે જાણીતા હતા. તેમણે તેમની કરીઅરની શરૂઆતમાં મોટા ભાગની રોમૅન્ટિક ફિલ્મોમાં કામ કર્યું હતું. જોકે રોમૅન્સ કરવાની સાથે તેમની પાસે એક અનોખો રેકૉર્ડ પણ છે. તેમણે બૉલીવુડમાં સૌથી વધુ હિરોઇન્સને લૉન્ચ કરી હતી. તેમની સાથે લીડ ઍક્ટ્રેસ હોવાની સાથે એવી પણ ઘણી અભિનેત્રીઓ છે જેમણે તેઓ જે ફિલ્મમાં હોય એ ફિલ્મ દ્વારા કરીઅરની શરૂઆત કરી હોય. તેમની સાથે કરીઅર શરૂ કરનાર કેટલીક અભિનેત્રીઓ વિશે જોઈએ અને જાણીએ....

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK