RIP એસ. પી. બાલાસુબ્રમણ્યમ: બૉલીવુડમાં કોણે શું કહીને આપી શ્રદ્ધાંજલિ

Updated: 26th September, 2020 11:42 IST | Rachana Joshi
  • એસ. પી. બાલાસુબ્રમણ્યમ સરના અવસાન વિશે સાંભળીને ખૂબ દુઃખ થયું છે. સંગીતમાં આપેલા વારસા માટે તમે હંમેશાં લોકોનાં દિલોમાં જીવંત રહેશો. તમારી ફૅમિલી પ્રતિ સંવેદના. - સલમાન ખાન

    એસ. પી. બાલાસુબ્રમણ્યમ સરના અવસાન વિશે સાંભળીને ખૂબ દુઃખ થયું છે. સંગીતમાં આપેલા વારસા માટે તમે હંમેશાં લોકોનાં દિલોમાં જીવંત રહેશો. તમારી ફૅમિલી પ્રતિ સંવેદના.

    - સલમાન ખાન

    1/12
  • આ મારા માટે એક આશીર્વાદ જ છે કે એસ. પી. બાલાસુબ્રમણ્યમ ઘણા સમય સુધી મારો અવાજ બન્યા. તેઓ સાત પેઢીઓ સુધી લોકોનાં દિલ-દિમાગમાં વસેલા રહેશે. - કમલ હાસન

    આ મારા માટે એક આશીર્વાદ જ છે કે એસ. પી. બાલાસુબ્રમણ્યમ ઘણા સમય સુધી મારો અવાજ બન્યા. તેઓ સાત પેઢીઓ સુધી લોકોનાં દિલ-દિમાગમાં વસેલા રહેશે.

    - કમલ હાસન

    2/12
  • પ્રતિભાશાળી ગાયક, મધુરભાષી, ખૂબ જ સારા એવા એસ. પી. બાલાસુબ્રમણ્યમજીના સ્વર્ગવાસ વિશે સાંભળીને ખૂબ વ્યથિત છું. અમે અનેક ગીતો સાથે ગાયાં છે, શોઝ કર્યા છે. એ બધી વાતો યાદ આવી રહી છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે. મારી સંવેદના તેમના પરિવાર સાથે છે. - લતા મંગેશકર

    પ્રતિભાશાળી ગાયક, મધુરભાષી, ખૂબ જ સારા એવા એસ. પી. બાલાસુબ્રમણ્યમજીના સ્વર્ગવાસ વિશે સાંભળીને ખૂબ વ્યથિત છું. અમે અનેક ગીતો સાથે ગાયાં છે, શોઝ કર્યા છે. એ બધી વાતો યાદ આવી રહી છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે. મારી સંવેદના તેમના પરિવાર સાથે છે.

    - લતા મંગેશકર

    3/12
  • કદી પણ પૂરી ન શકાય એવી ખોટ સર્જાઈ છે. એસ. પી. બાલાસુબ્રમણ્યમ સર સાથે કામ કરવાની તક મળવી એ મારા માટે આશીર્વાદ અને સન્માનની વાત છે. તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું છે. તમારા આત્માને શાંતિ મળે. લવ યુ. તેમના પરિવાર માટે દુઃખની આ ઘડીમાં તાકાત મળે એવી પ્રાર્થના કરું છું. - શેખર રવજિયાણી

    કદી પણ પૂરી ન શકાય એવી ખોટ સર્જાઈ છે. એસ. પી. બાલાસુબ્રમણ્યમ સર સાથે કામ કરવાની તક મળવી એ મારા માટે આશીર્વાદ અને સન્માનની વાત છે. તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું છે. તમારા આત્માને શાંતિ મળે. લવ યુ. તેમના પરિવાર માટે દુઃખની આ ઘડીમાં તાકાત મળે એવી પ્રાર્થના કરું છું.

    - શેખર રવજિયાણી

    4/12
  • આ વર્ષે ખૂબ જ દુઃખદાયક ઘટનાઓ ઘટી છે. એવામાં એસ. પી. બાલાસુબ્રમણ્યમના નિધનના સમાચાર મળતાં હું ખૂબ દુઃખી થઈ છું. તેઓ અદ્ભુત કલાકાર હતા. સાઉથની ફિલ્મો બાદ તેમની પહેલી હિન્દી ફિલ્મ લક્ષ્મીકાંત પ્યારેલાલ સાથેની હતી, જે ખરેખર પ્રશંસનીય હતી. લતાદીદી સાથે ગાયેલાં ગીતો પણ યાદગાર રહ્યાં છે. બાલુએ આર. ડી. બર્મન સાથે ઘણાં ગીતો ગાયાં હતાં. તેઓ ફ્રેન્ડ્સ હતા. તેમણે ઇલિયારાજા માટેના મારા તમિલ ગીતના ઉચ્ચારણમાં મારી ખૂબ મદદ કરી હતી. તેમનું નિધન સંગીત જગતમાં ખૂબ મોટી ખોટ છે. તેમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરું છું. - આશા ભોસલે

    આ વર્ષે ખૂબ જ દુઃખદાયક ઘટનાઓ ઘટી છે. એવામાં એસ. પી. બાલાસુબ્રમણ્યમના નિધનના સમાચાર મળતાં હું ખૂબ દુઃખી થઈ છું. તેઓ અદ્ભુત કલાકાર હતા. સાઉથની ફિલ્મો બાદ તેમની પહેલી હિન્દી ફિલ્મ લક્ષ્મીકાંત પ્યારેલાલ સાથેની હતી, જે ખરેખર પ્રશંસનીય હતી. લતાદીદી સાથે ગાયેલાં ગીતો પણ યાદગાર રહ્યાં છે. બાલુએ આર. ડી. બર્મન સાથે ઘણાં ગીતો ગાયાં હતાં. તેઓ ફ્રેન્ડ્સ હતા. તેમણે ઇલિયારાજા માટેના મારા તમિલ ગીતના ઉચ્ચારણમાં મારી ખૂબ મદદ કરી હતી. તેમનું નિધન સંગીત જગતમાં ખૂબ મોટી ખોટ છે. તેમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરું છું.

    - આશા ભોસલે

    5/12
  • મારી કરીઅરની શરૂઆતના દિવસોમાં એસ. પી. બાલાસુબ્રમણ્યમ સરનો અવાજ ખૂબ પ્રભુત્વ ધરાવતો હતો. તેઓ ઘણા સમયથી લેજન્ડ રહ્યા છે. તેમના નિધનનું સાંભળતાં જ શૉક થયો છે. તેમના પરિવાર પ્રતિ સંવેદના. - અજય દેવગન

    મારી કરીઅરની શરૂઆતના દિવસોમાં એસ. પી. બાલાસુબ્રમણ્યમ સરનો અવાજ ખૂબ પ્રભુત્વ ધરાવતો હતો. તેઓ ઘણા સમયથી લેજન્ડ રહ્યા છે. તેમના નિધનનું સાંભળતાં જ શૉક થયો છે. તેમના પરિવાર પ્રતિ સંવેદના.

    - અજય દેવગન

    6/12
  • એસ. પી. બાલાસુબ્રમણ્યમ ગારુ હવે નથી રહ્યા એ વાત માનવામાં નથી આવતી. આત્મીયતાથી ભરેલો એ અવાજ ખૂબ નજીક રહ્યો છે. સરના આત્માને શાંતિ મળે. તમારો વારસો હંમેશાં કાયમ રહેશે. તેમના પરિવારને દિલથી સાંત્વના અને સામર્થ્ય મળે. - મહેશ બાબુ

    એસ. પી. બાલાસુબ્રમણ્યમ ગારુ હવે નથી રહ્યા એ વાત માનવામાં નથી આવતી. આત્મીયતાથી ભરેલો એ અવાજ ખૂબ નજીક રહ્યો છે. સરના આત્માને શાંતિ મળે. તમારો વારસો હંમેશાં કાયમ રહેશે. તેમના પરિવારને દિલથી સાંત્વના અને સામર્થ્ય મળે.

    - મહેશ બાબુ

    7/12
  • એસ. પી. બાલાસુબ્રમણ્યમ સરના આત્માને શાંતિ મળે. તેમના નિધનના આ દુઃખદ સમાચાર સાંભળીને ખૂબ આઘાત લાગ્યો છે. તેઓ રિકવર કરી રહ્યા હતા એથી આપણને સૌને તેમના સ્વસ્થ થવાની ઘણી આશા હતી. - શ્રેયા ઘોષાલ

    એસ. પી. બાલાસુબ્રમણ્યમ સરના આત્માને શાંતિ મળે. તેમના નિધનના આ દુઃખદ સમાચાર સાંભળીને ખૂબ આઘાત લાગ્યો છે. તેઓ રિકવર કરી રહ્યા હતા એથી આપણને સૌને તેમના સ્વસ્થ થવાની ઘણી આશા હતી.

    - શ્રેયા ઘોષાલ

    8/12
  • એક યુગનો અંત થયો છે. સંગીતના અદ્ભુત જિનિયસે દુનિયામાંથી વિદાય લીધી છે. એસ. પી. બાલાસુબ્રમણ્યમ ઘણા સમયથી કોરોનાની સારવાર હૉસ્પિટલમાં લઈ રહ્યા હતા. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. તેમની ખૂબ યાદ આવશે. - હેમા માલિની

    એક યુગનો અંત થયો છે. સંગીતના અદ્ભુત જિનિયસે દુનિયામાંથી વિદાય લીધી છે. એસ. પી. બાલાસુબ્રમણ્યમ ઘણા સમયથી કોરોનાની સારવાર હૉસ્પિટલમાં લઈ રહ્યા હતા. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. તેમની ખૂબ યાદ આવશે.

    - હેમા માલિની

    9/12
  • બાલાસુબ્રમણ્યમજીના નિધનના સમાચાર મળતાં જ દુઃખી થયો છું. થોડા મહિના પહેલાં જ મેં લૉકડાઉન દરમ્યાન તેમની સાથે વર્ચ્યુઅલ કૉન્સર્ટમાં ચર્ચા કરી હતી. તેઓ હેમખેમ દેખાતા હતા. જીવન ખરેખર અણધાર્યું છે. તેમની ફૅમિલી પ્રતિ મારી સંવેદના છે. - અક્ષયકુમાર

    બાલાસુબ્રમણ્યમજીના નિધનના સમાચાર મળતાં જ દુઃખી થયો છું. થોડા મહિના પહેલાં જ મેં લૉકડાઉન દરમ્યાન તેમની સાથે વર્ચ્યુઅલ કૉન્સર્ટમાં ચર્ચા કરી હતી. તેઓ હેમખેમ દેખાતા હતા. જીવન ખરેખર અણધાર્યું છે. તેમની ફૅમિલી પ્રતિ મારી સંવેદના છે.

    - અક્ષયકુમાર

    10/12
  • ‘હમ બને તુમ બને એક દુજે કે લિએ.’ એસ. પી. બાલાસુબ્રમણ્યમજી અદ્ભુત સંગીત માટે આભાર. ભારે હૃદય સાથે મારે કહેવું પડે છે કે ‘સાથિયા યે તુને ક્યા કિયા?’ તમારા આત્માને શાંતિ મળે સર. તેમની ફૅમિલી, સ્વજનો અને પૂરા વિશ્વમાં ફેલાયેલા ફૅન્સ પ્રતિ સંવેદના છે. - રિતેશ દેશમુખ

    ‘હમ બને તુમ બને એક દુજે કે લિએ.’ એસ. પી. બાલાસુબ્રમણ્યમજી અદ્ભુત સંગીત માટે આભાર. ભારે હૃદય સાથે મારે કહેવું પડે છે કે ‘સાથિયા યે તુને ક્યા કિયા?’ તમારા આત્માને શાંતિ મળે સર. તેમની ફૅમિલી, સ્વજનો અને પૂરા વિશ્વમાં ફેલાયેલા ફૅન્સ પ્રતિ સંવેદના છે.

    - રિતેશ દેશમુખ

    11/12
  • શ્રી એસ. પી. બાલાસુબ્રમણ્યમજીના મૃત્યુથી આપણા કલ્ચરમાં ખૂબ જ મોટી ખોટ સાલશે. ભારતના ઘર-ઘરમાં તેમનું નામ જાણીતું હતું અને તેમના મેલોડીથી ભરપૂર અવાજથી તેમણે દર્શોકોને ઘણા દાયકા સુધી મનોરંજન આપ્યું છે. આ સંકટના સમયમાં તેમની ફૅમિલી અને પ્રશંસકો સાથે મારી સહાનુભૂતિ છે. ઓમ શાંતિ. - નરેન્દ્ર મોદી

    શ્રી એસ. પી. બાલાસુબ્રમણ્યમજીના મૃત્યુથી આપણા કલ્ચરમાં ખૂબ જ મોટી ખોટ સાલશે. ભારતના ઘર-ઘરમાં તેમનું નામ જાણીતું હતું અને તેમના મેલોડીથી ભરપૂર અવાજથી તેમણે દર્શોકોને ઘણા દાયકા સુધી મનોરંજન આપ્યું છે. આ સંકટના સમયમાં તેમની ફૅમિલી અને પ્રશંસકો સાથે મારી સહાનુભૂતિ છે. ઓમ શાંતિ.

    - નરેન્દ્ર મોદી

    12/12
  • loading...

ફોટોઝ વિશે

પોતાના અવાજથી લોકોનાં દિલોમાં સ્થાન જમાવનાર ૭૪ વર્ષના સિંગર એસ. પી. બાલાસુબ્રમણ્યમના નિધનથી બૉલીવુડમાં શોકની લહેર દોડી ગઈ છે. 2020 ખરેખર ખૂબ કપરું નીવડ્યું છે જેમાં અનેક હસ્તીઓએ ચીર વિદાય લીધી છે. એસ. પી. બાલાસુબ્રમણ્યમના અવસાન વિશે સાંભળતાં જ બૉલીવુડે તેમના પ્રતિ શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી છે.

(તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)

First Published: 26th September, 2020 11:34 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK