જિયા ખાનઃ એ અભિનેત્રી જેણે પોતાની જિંદગી બહુ વહેલી ટુંકાવી નાખી
Published: 20th February, 2019 15:27 IST | Falguni Lakhani
જિયા ખાનનો જન્મ 20 ફેબ્રુઆરી 1988ના દિવસે લંડનમાં થયો હતો. જિયા અલી રિઝવી ખાન, અને અભિનેત્રી રાબિયાન અમીનની પુત્રી હતા.
1/12
જિયાનું પહેલા નામ નફિસા ખાન હતું. પરંતુ 1998માં આવેલી એન્જેલિના જોલીની ફિલ્મ જિયા જોયા બાદ તેણે પોતાનું નામ બદલી નાખ્યું.
2/12
જિયાએ લંડનમાં ફિલ્મ સ્ટડિઝ અને સાહિત્યનો અભ્યાસ કર્યો હતો. જો કે તેને ફિલ્મની ઑફર મળી જતા તેણે અભ્યાસ અધુરો જ મુકી દીધો હતો,
3/12
16 વર્ષની ઉંમરમાં જિયાને મહેશ ભટ્ટની તુમસા નહીં દેખામાં ભૂમિકાની ઑફર થઈ હતી. પણ તેને લાગ્યું કે તેના માટે આ રોલ યોગ્ય નથી. જે બાદ આ રોલ દિયા મિર્ઝાને મળ્યો હતો.
4/12
જિયાએ 2007માં તેનું ડેબ્યૂ રામ ગોપાલ વર્મા સાથેની ફિલ્મ નિઃશબ્દથી કર્યું. જેમાં તેણે અભિતાભ બચ્ચન સાથે કામ કર્યું.
5/12
ફિલ્મ એક વૃદ્ધ અને તેની પૌત્રીની ઉંમરની યુવતીની પ્રેમ કહાની હતી. આ ફિલ્મમાં જિયાના અભિનયના વખાણ પણ થયા હતા.
6/12
જિયા ખાન 2008માં આમિર ખાન સાથે ફિલ્મ ગજિનીમાં પણ જોવા મળી હતી. આ ફિલ્મ એ મુરુગાદોસની ફિલ્મની રિમેક હતી.
7/12
ફિલ્મ રીલિઝ થયા પછી કેટલાક લોકોએ જિયા ખાનને આમિર ખાનની સૌતેલી બહેન પણ ગણાવી હતી. કારણ કે આમિર ખાનના પિતા અને જિયા ખાનની માતાએ એક ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. જો કે આ મામલે બાદમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી અને મામલો શાંત પડ્યો હતો. તસવીરમાં: જિયા ખાન સહકલાકાર આમિર ખાન અને અસિન સાથે ગજિનીની સક્સેસ પાર્ટીમાં.
8/12
2010માં જિયા ખાનને કેન ઘોષની ફિલ્મ ચાન્સ પે ડાન્સ માટે સાઈન કરવામાં આવી હતી. જો કે બાદમાં આ ફિલ્મમાં ભૂમિકા જેનેલિયા ડિસોઝાએ કરી હતી.
9/12
એ જ વર્ષમાં જિયા હાઉસફુલમાં સહાયક ભૂમિકામાં જોવા મળી હતી. જેમાં તેની સાથે અક્ષય કુમાર, દીપિકા, અર્જુન રામપાલ, રિતેશ દેશમુખ હતા. ફિલ્મમાં જિયાએ અક્ષય કુમારની પત્નીની ભૂમિકા ભજવી હતી. કમનસીબે આ જિયાની છેલ્લી ફિલ્મ હતી.
10/12
3 જાન્યુઆરી, 2013ના દિવસે જિયા ખાન તેને જુહુના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવી હતી. જિયાએ ગળેફાંસો ખાઈ લીધો હતો. CBI આ કેસની તપાસ કરી રહી છે.
11/12
જિયા ખાને માત્ર 25 વર્ષની ઉંમરે જ આ દુનિયામાંથી વિદાય લઈ લીધી. જો કે ચાહકોને હ્રદયમાં તો તે હજુ પણ જીવંત છે.
12/12
ફોટોઝ વિશે
આજે છે સ્વર્ગસ્થ અભિનેત્રી જિયા ખાનનો 31મો બર્થ ડે. ત્યારે ફરી યાદ કરીએ જિયા ખાનની કરિઅર અને તેના જીવનની સફરને. (તસવીર સૌજન્યઃ મિડ-ડે આર્કાઈવ્ઝ)
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK