Updated: 17th December, 2020 13:31 IST | Shilpa Bhanushali
જૉન અબ્રાહમનો જન્મ 17 ડિસેમ્બર 1972ના રોજ મિડલ ક્લાસ ફેમિલીમાં થયો હતો. જૉન અબ્રાહમે માર્કેટિંગ ડિગ્રી મેળવી છે અને ત્યારબાદ તેણે મોડલિંગની શરુઆત કરી હતી.
1/19
જૉને માહિમની બોમ્બે સ્કોટિશ સ્કૂલ પછી જય હિંદ કોલેજથી ગ્રેજ્યુએશન પુરુ કર્યું હતું. ગ્રેજ્યુએશન બાદ નર્સી મોન્જી ઈન્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટથી MBAની ડિગ્રી મેળવી હતી.
2/19
1999માં જૉન ગ્લેડરાગ્સ મેનહન્ટ કોન્ટેસ્ટ જીતી હતી અને ત્યારબાદ ફિલિપાઈન્સ મેનહન્ટ કોન્ટેસ્ટમાં બીજા નંબરે આવ્યો હતો. જૉન હોંગ કોંગ, લંડન અને ન્યૂ યોર્કમાં પણ મોડલિંગ કરી ચૂક્યો છે.
3/19
કરિઅરની શરુઆતમા જૉને ઘણા મોડલિંગના કામો કર્યા છે અને વિડીયો મ્યુઝિક આલ્બમ માટે પણ કામ કર્યું છે.
4/19
શુ તમે જાણો છો કે જૉન અબ્રાહમે જાવેદ ખાન પાસેથી તાલીમ મેળવી છે. જૉન પહેલાથી જ સ્પોર્ટ્સમાં એક્ટિવ રહ્યો છે. જય હિંદ કોલેજની ફૂટબોલ ટીમનો કેપ્ટન હતો જૉન
5/19
જૉનના બોલીવૂડ કરિઅરની શરુઆત 2003મા જિસ્મ સાથે થઈ જેમા તેની પાર્ટનર હતી બિપાશા બાસૂ. બિપાશા અને જૉનની કેમેસ્ટ્રી જીસ્મ ફિલ્મમાં લોકોને ખૂબ ગમી હતી.
6/19
જિસ્મ પછી અબ્રાહમે સાયા, પાપ, લકીર જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. જો કે બોલીવૂડમાં અને તેના ફેન્સમાં તેની ઓળખાણ થઈ ભારતીય સિનેમાની સૌથી માનેલી ફિલ્મોમાંની એક 'ધૂમ'માં થઈ હતી.
7/19
જૉન અબ્રાહમને ધૂમ ફિલ્મમાં બેસ્ટ નેગેટિવ રોલ માટે ફિલ્મફેર એવોર્ડમાં નોમિનેટ કરાયો હતો
8/19
ધૂમ પછી જૉનની સ્ટાઈલ અને તેની બોડી ફેન્સ માટે સિગ્નેચર લૂક બની ગઈ હતી. ધૂમની સક્સેસ પછી જૉન વોટર, ટેક્સી નં 9211 અને કાબુલ એક્સપ્રેસમા પણ દેખાયો હતો.
9/19
જૉન અબ્રાહમ અને ફિટનેસ એકબીજાના પર્યાય છે. જૉન હમેશા ફિટનેસને લઈને ચુસ્ત દેખાય છે.
10/19
જૉન અબ્રાહમ અને તેની સ્ટાઈલ્ડ ફિટનેસ. સિક્સ પૅકમાં જૉન અબ્રાહમ.
11/19
જૉન અબ્રાહમ લારા દત્તા અને એશા દેઓેલ સાથે એક ફિલ્મના પ્રમોશન દરમિયાન.
12/19
જૉન અબ્રાહમે લાંબા સમયના રિલેશન પછી તેની ગર્લફ્રેન્ડ પ્રિયા રુંચાલ સાથે લગ્ન થયા હતા. 2014માં જૉને પ્રિયા સાથે લગ્ન કર્યા હતા.
13/19
એક ઈવેન્ટમાં જૉન પત્ની પ્રિયા સાથે. પ્રિયા ઈન્વેસ્ટમેન્ટ બેન્કર છે જે જૉનની સાથે સાથે તેના બિઝનેસનું પણ ધ્યાન રાખે છે.
14/19
જૉન અબ્રાહમ બોલીવુડનો એવો અભિનેતા છે જે પોતાની ફિલ્મોની સાથે-સાથે પોતાની બહેતર ફિઝિકને લઈને પણ ખાસ ચર્ચામાં રહે છે.
15/19
જૉન એબ્રાહમ એવો બોલીવુડ એક્ટર છે જેણે પોતાના પાત્રમાં એવા એક્સપરિમેન્ટ કરવાથી ક્યારેય પાછળ નથી અને જુદાં જુદાં પાત્રોમાં મોટા પડદા પણ જોવા મળ્યો છે.
16/19
સ્ક્રીન પર જૉનનાં આવતા જ તેના ડાયલૉગ્સ અને તેના ડાયલૉગ્સનો થ્રો તેના ચાહકોને ખૂબ જ પસંદ આવે છે અને આ કારણસર જ તે લોકપ્રિય બને છે.
17/19
જૉન અબ્રાહમ અને અક્ષય કુમારે અનેક ફિલ્મો એકસાથે કરી છે. જૉન, અક્ષયને પોતાનો ખૂબ જ સારો મિત્ર માને છે. બન્નેની આદતો પણ એક જેવી જ છે.
18/19
જૉન અને પ્રિયંકાએ અનેક ફિલ્મો સાથે કરી છે અને તેઓ જનતામાં લોકપ્રિય જોડી તરીકે પણ સાબિત થયાં હતાં.
19/19
ફોટોઝ વિશે
મોડલ, એક્ટર અને પ્રોડ્યુસર જૉન અબ્રાહમ તેની અપકમિંગ ફિલ્મ રૉ-રોમિયો, અકબર, વૉલ્ટર સાથે સિલ્વર સ્ક્રીન પર પરત ફર્યો છે. જુઓ જૉનના કરિઅરના શરુઆતી દિવસોના મોડલિંગથી લઈને તેની બાળપણની અનસીન તસવીરો. આવી રહી છે જૉન અબ્રાહમની અત્યાર સુધીની સફર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK