હેમંત ખેર (Hemant Kher)આ નામથી હવે બધા જ પરિચિત છે. સ્કેમ 1992 સિરીઝમાં હર્ષદ મહેતાના ભાઇ અશ્વિન મહેતાનું પાત્ર ભજવનારા હેમંત ખેરની પ્રતિભામાં ભારેભાર ઠહેરાવ છે. લાંબા સમયથી અભિનય સાથે સંકળાયેલા હેમંત ખેરને અશ્વિન મહેતાના પાત્રએ એક નવી ઊંચાઇ બક્ષી. 17 ડિસેમ્બરના રોજ તે 43ના મુકામે પહોંચ્યા ત્યારે જાણીએ તેમની કેટલીક રસપ્રદ વાતો...