ફારુખ શેખ, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક એવું નામ છે જેની સાથે સૌમ્યતા, જિંદાજિલી અને એક નિર્ભેળ હાસ્ય જોડાયેલું છે. 25માર્ચ ૧૯૪૮નાં રોજ જન્મેલા ફારુખ શેખ જેટલા સારા કલાકાર હતા તેટલા જ ઉત્તમ માણસ પણ હતા. કોઇપણ પ્રકારનો ઘોંઘાટ કે ઢંઢેરો પિટ્યા વિના જરૂરતમંદોને મદદ કરવી એમનો સ્વભાવ હતો. સદનસીબે એક પત્રકાર તરીકે તેમને નજીકથી જાણવાનો મોકો મને મળ્યો હતો. તેમની વાતોમાં ઊંડાણ અને આંખોમા નરી ઉષ્મા હતી. તેમના જન્મદિવસે જોઇએ તેમની તસવીરો અને ગણગણીએ તેમના અવિસ્મરણિય ગીતો. તેઓ તો ખરા અર્થમાં ઝિંદગી ધૂપ તુમ ઘના સાયા પ્રકારની પ્રતિભા હતા.