ઈશા ગુપ્તાનો જન્મ 28 નવેમ્બર, 1985ના રોજ થયો હતો. તેના પિતા નિવૃત્ત એર ફોર્સ ઓફિસર છે.
મનિપાલ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ કમ્યુનિકેશન મનિપાલમાંથી ઈશા માસ કમ્યુનિકેશનનું ભણી હતી. ન્યુકાસલ યુનિવર્સિટીમાંથી તેણે લૉ ની સ્કોલરશીપ મેળવી તે પછી શોબિઝમાં પોતાના કારકિર્દીની શરૂઆત કરી હતી.
ઈશા ગુપ્તા મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ ખિતાબ વર્ષ 2007માં જીતી હતી. વર્ષ 2012માં તેણે બૉલીવુડમાં ડેબ્યુ કરીને જન્નટ 2માં કામ કર્યુ હતુ જેના માટે તેને ફિલ્મફૅર બેસ્ટ ફિમેલ ડેબ્યુ એવોર્ડ મળ્યો હતો.
ઉપરાંત ઈશા રાઝ-3, ચક્રવ્યૂહ, હમશકલ્સ, રુસ્તમ અને કમાન્ડો-2માં પણ જોવા મળી હતી.
મિડ-ડે સાથે વાતચીત કરતા ઈશાએ કહ્યું હતું કે, ભારતીયો પણ તેમની ફિલ્મ અમેરિકામાં બતાવે છે. વિશ્વમાં બૉલીવુડ પણ પ્રચલિત થયુ છે. જ્યારે પણ હુ ત્યા જાઉ તો લોકો મને સાઉથ અમેરિકન સમજે છે પરંતુ જ્યારે બૉલીવુડ અભિનેત્રી તરીકેની ઓળખાણ આપુ ત્યારે તેમને અચંબો થાય છે. આમ ફક્ત હૉલીવુડ ભારતમાં આવે છે એમ નથી પરંતુ બૉલીવુડ પણ વિશ્વમાં પ્રસરી રહ્યુ છે.
ઈશાનું બૉલીવુડ કૅરિયર હજી એટલુ નોંધપાત્ર રહ્યુ નથી પરંતુ તે ઈન્સ્ટાગ્રામમાં જે ફોટોઝ અપલોડ કરે છે તે ફૅન્સને ખૂબ જ ગમે છે. જોકે ઘણી વાર તેને ટ્રોલ પણ કરવામાં આવે છે.
જોકે આ બધી વાતને અવગણનીને ઈશા સોશ્યલ મીડિયામાં પોતાના ફોટોઝ અપલોડ કરતી રહેતી હોય છે. તેનુ કહેવુ છે કે દરેકને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર છે પરંતુ ટ્રોલર્સતો ટ્રોલ કરવાના જ. પ્રાર્થના કરુ છુ કે આ લોકોને નોકરી મળે.
ટ્રોલર્સ બાબતે ઈશાએ કહ્યું કે, આ લોકો પોતાના માટે કઈ સારુ કરી શકતા નથી. તેથી તેઓ ઓનલાઈન આવીને બીજાની મજાક કરે છે. તેમના ટ્રોલ્સ ફક્ત સેલિબ્રિટી પુરતા જ મર્યાદિત નથી.
ઈશા ગુપ્તાની નાની બહેન નેહા ફેશન ડીઝાઈનર છે.
વર્ષ 2018માં #Metoo ચળવળ વખતે ઈશાએ દિલ્હી યુનિવર્સિટીમાં નાની છોકરીઓ ઉપર થતા શારિરીક શોષણ ઉપર લેક્ચર આપ્યુ હતું. છોકરીઓને કેવી હેરાનગતિ સહન કરવી પડે છે અને તેમાંથી કઈ રીતે બહાર આવવુ એ બાબતે અભિનેત્રીએ જણાવ્યું હતું.
ઈશા ગુપ્તા તેની બહેન નેહા ગુપ્તા સાથે ડાન્સ રિયાલિટી શો-હાઈ ફીવર...ડાન્સ કા નવા તેવરમાં જોવા મળી હતી. જેમાં નેહાએ કહ્યું હતું કે, ઈશા એક સારી કુક છે, જે બાદમાં પાઈલેટ બની અને હવે એક્ટ્રેસ છે.
છેલ્લે ઈશા ગુપ્તા વેબ શો REJCTX2માં એક પોલીસ અધિકારીના રોલમાં જોવા મળી હતી.
આ વર્ષ કોરોના મહામારીને લીધે લૉકડાઉનમાં જ જતા ઈશા ઈન્સ્ટાગ્રામમાં પોતાના ફોટોઝ શૅર કરવાની સાથે વિચારો વ્યક્ત કરે છે.
યોગા બાબતે ઈશાએ કહ્યું કે, યોગા એ વર્કઆઉટ નથી. જે વ્યક્તિ ઈમોશનલી રાઈટ પ્લેસમાં નહી હોય તો તે બેલેન્સ ગુમાવશે. ‘યોગ’ એ પ્રિવેદિક ભારતીય પરંપરા છે જેમાં ફિઝિકલ મેન્ટલ અને સ્પિરિચ્યુઅલ રીતે જોડાવવાનું હોય છે. હુ વેસ્ટર્ન યોગાની એટલી ફૅન નથી.
આ વર્ષ બાબતે ઈશાએ જુલાઈમાં કહ્યું કે, મને ખબર છે કે આ વર્ષ દરેક માટે એક શોક છે. જ્યારે હુ પણ નકારાત્મક અનુભવ કરુ ત્યારે હુ બધઆ ઉપર ધ્યાન આપુ છુ જે મારી પાસે છે. ભગવાનની કૃપાથી જો તમારે પાસે ઘર, જમવા માટે ભોજ, તમને પ્રેમ કરનાર ફૅમિલી અને તમે સ્વસ્થ છો તો તમારા ઉપર ખરેખર ભગવાનની કૃપા છે.
તેણે ઉમેર્યું કે, આ પાંચ મહિના મારા માટે રોલર કૉસ્ટર જેવા હતા, તમારા બધા માટે આવા જ રહ્યા હશે પરંતુ હુ હંમેશા આ બધામાંથી બહાર આવુ છે અને યોગા એ પાછળનું કારણ છે. એવુ નહી વિચારો કે તમે ઉંદરની રેસમાં છો. આપણા દરેકના માર્ગ જુદા છે, તમે તમારો માર્ગ સ્વઃપ્રેમ અને સકારાત્મકતાથી શોધો.
ઈશાએ કહ્યું હતું કે, કામના સ્થળે પણ મહિલાઓનું શારિરીક શોષણ થતુ હોય છે. હવે મહિલાઓ આગળ આવીને આ બાબતે વાત કરી રહી છે પરંતુ ઘણી છોકરીઓ આ બાબતે બોલતા ડરે છે.
હૅપ્પી બર્થ ડે ઈશા ગુપ્તા!
આજે અભિનેત્રી ઈશા ગુપ્તાનો જન્મદિવસ છે. તેના આ ખાસ દિવસે જોઈએ તેના વધુ સુંદર ફોટોઝ અને જાણીએ તેના વિશે વધુ. (ફોટોઝઃ ઈશા ગુપ્તાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)