Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > યો યો હની સિંહે કરી મહાનાયક અમિતાભ બચ્ચન સાથેની યાદો તાજા

યો યો હની સિંહે કરી મહાનાયક અમિતાભ બચ્ચન સાથેની યાદો તાજા

24 March, 2019 05:05 PM IST |

યો યો હની સિંહે કરી મહાનાયક અમિતાભ બચ્ચન સાથેની યાદો તાજા

પાર્ટી વિથ ધ ભૂતનાથને પૂરા થયા 5 વર્ષ

પાર્ટી વિથ ધ ભૂતનાથને પૂરા થયા 5 વર્ષ


 ઈન્ડિયન મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં એક નવા ફોર્મેટ સાથે પોતાનું સ્થાન જમાવનારા હની સિંહે અમિતાભ બચ્ચન સાથેની તેમની યાદોને તાજા કરી હતી. અમિતાભ બચ્ચનની ફિલ્મ ભૂતનાથ રિટર્ન્સ માટે હની સિંહે પાર્ટી વિથ ધ ભૂતનાથ સોંગ ગાયું હતું જેમા હની સિંહે અમિતાભ બચ્ચન સાથે મળીને ગીત એક્ટ કર્યું હતું. આ ગીતને 5 વર્ષ પુરૂ થતા હની સિંહે તેમની યાદો તાજા કરી હતી.

પાર્ટી વિથ ભૂતનાથ ગીતને લોકો દ્વારા ગણુ પસંદ કરવામાં આવ્યું હતુ અને અત્યારે પણ પાર્ટીસમાં આ ગીતને પસંદ કરવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર યાદોને તાજા કરતા કહ્યું હતું કે, લિવિંગ લિજેન્ડ અમિતાભ બચ્ચનજી સાથે અત્યાર સુધીનું સૌથી મોટુ ગીત હતુ પાર્ટી વિથ ભૂતનાથને 5 વર્ષ થયા પણ જાણે આ કાલની જ વાત હોય. આ મોકો આપવા માટે ભૂષણ કુમારનો ધન્યવાદ તેમના અનુભવથી ઘણુ શીખવા મળ્યું.



યો યો હની સિંહે ગીતોનો એક નવો દોર શરુ કર્યો હતો. તેમના પાર્ટી સોંગ્સ, રૅપ સોંગ્સને લોકો ઘણા પસંદ કરવામાં આવી રહ્યા છે. હની સિહ બોલીવૂડ માટે ગણા ગીતો ગાઈ ચુક્યા છે. જેમા લુંગી ડાન્સથી લઈને બ્લૂ આઈઝ જેવા ગીતોનો સમાવેશ થાય છે. આ પોસ્ટ સાથે હની સિંહે તેમના શૂટિંગના અનુભવોને શૅર કર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

24 March, 2019 05:05 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK