યો યો હની સિંહે પોતાના આલોચકો અને ચાહકોને લઇને કહી ખાસ વાત

Apr 09, 2019, 20:53 IST

હની સિંહ કહે છે કે તેને પોતાના પરિવાર તરફથી જ હંમેશા સમર્થન મળ્યું છે. જેને લીધે તેને સંગીત બનાવવામાં મદદ મળી છે.

યો યો હની સિંહે પોતાના આલોચકો અને ચાહકોને લઇને કહી ખાસ વાત
યો યો હની સિંહ (ફાઇલ ફોટો)

ભારતના સંગીત વિશ્વમાં એક બ્રાન્ડ તરીકે પોતાને સિદ્ધ કરતાં યો યો હની સિંહે ચાહકોની મોટી સંખ્યા પોતાના નામે કરી લીધી છે અને પોતાની સફળતાનું કારણ તેનો પરિવાર છે તેવું તે કહે છે. બૉલીવુડમાં સંગીતની દુનિયામાં નવો ચીલો ચાતરનાર હની સિંહ પોતાના પરિવારને જ પોતાનામાં થયેલ પરિવર્તનનું કારણ માને છે. હની સિંહ કહે છે કે તેને પોતાના પરિવાર તરફથી જ હંમેશા સમર્થન મળ્યું છે. જેને લીધે તેને સંગીત બનાવવામાં મદદ મળી છે.

પોતાની સફળતા પાછળ હની સિંહે પરિવારને આપ્યો શ્રેય

પોતાના જીવનના સૌથી મહત્વપૂર્ણ વિવેચકો વિશે વાત કરતાં તેણે કહ્યું કે "મારું આખું જીવન અને કારકિર્દી મારા પરિવારને સમર્પિત છે. વર્ષ 2014ની આસપાસ હું સંગીતની રચનામાં સક્ષમ નહોતો. તે સમયે મારા પરિવારે મારો સંપૂર્ણ સાથ આપ્યો મારું મનોબળ વધાર્યું. મેં આ સમયમાં ઘણા સોન્ગ્સ બનાવ્યા, જે વર્ષ 2017-18માં રિલીઝ થયા અને સુપર હિટ પુરવાર થયા. મારા પિતા મહાન શ્રોતા છે તે ખૂબ જ સારી રીતે ભવિષ્ય કહી શકતા હતા કે કયું ગીત હિટ થશે અને કયું નહીં."

કમબેક કરવામાં હની સિંહની માતાનો મહત્વપુર્ણ ફાળો

યો યો હની સિંહની માતાનો પણ તેની કારકિર્દી પર વધુ પ્રભાવ રહ્યો. તેણે કહ્યું કે તે જ્યારે બાઇપોલર ડિસઑર્ડરથી લડી રહ્યો હતો ત્યારે તેનું હિટ સોન્ગ "ધીરે ધીરે" બનાવવામાં તેની માતાએ મદદ કરી હતી.

હની સિંહે પોતાની પત્ની વિશે પણ કરી વાત

હની સિંહ પોતાની પત્ની વિશે વાત કરતાં કહે છે કે "મારા જીવનમાં દરેક પરિસ્થિતિમાં તેણે મારો સાથ નિભાવ્યો છે અમે 17 વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ. જ્યારે મારા પરિવારને પણ ખ્યાલ નહોતો કે પરિસ્થિતિને કેમ સાચવવી ત્યારે તે મારી સાથએ હતી. તે એક બહાદૂર મહિલા છે તેને કારણે મારા જીવનમાં ઘણા સારા પરિણામો આવ્યા છે. તે એક સારી વિવેચક છે તે હંમેશા મારા ગીતોના વખાણ જ નથી કરતી."

યો યો હની સિંહ માને છે કે તે ભાગ્યશાળી છે કે તેને 'સંગીતમય' પરિવાર મળ્યો. અને તેનું કહેવું છે કે તે આગળ પણ પોતાના પરિવાર પાસેથી સલાહ સૂચનો લેતો રહેશે.

આ પણ વાંચો : Video : દીપિકા બાઇક પર સવાર થઇ શોપિંંગ કરવા પહોંચી, વાયરલ થયો વીડિયો

કારકિર્દી બાબતે વાત કરતાં યો યો હની સિંહે તાજેતરમાં જ પોતાના મ્યુઝિક વીડિયો મખના સાથે કમબૅક કરી છે અને અત્યારે તે પોતાના આગામી ગીતો માટે તૈયારી કરી રહ્યો છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK