Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ઓલ્ડ ઇઝ ગોલ્ડ

29 August, 2012 06:46 AM IST |

ઓલ્ડ ઇઝ ગોલ્ડ

ઓલ્ડ ઇઝ ગોલ્ડ


aalia૧૯૮૧ના સમયગાળામાં પાકિસ્તાની સિંગર નાઝિયા હુસેને ગાયેલું ગીત ‘ડિસ્કો દિવાને’ બહુ લોકપ્રિય બન્યું હતું. હવે આ ગીત પ્રોડ્યુસર કરણ જોહરે પોતાની આગામી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ માટે પસંદ કયુર્. આ ગીતને સંગીતકાર વિશાલ-શેખર રીક્રીએટ કરશે અને સુનિધિ ચૌહાણ એને ગાશે. જોકે સંગીતકાર બિડ્ડુ અને નાઝિયાના ઓરિજિનલ ગીતનો કેટલોક હિસ્સો આ નવા ગીતમાં સાચવી રાખવામાં આવશે. આ મુદ્દે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, ‘કરણ આ ગીતનો ફિલ્મમાં સમાવેશ કરવા માગતો હતો. આ ગીતને ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન તેમ જ આલિયા ભટ્ટ પર ફિલ્માવવામાં આવ્યું છે.’

‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ના સંગીતમાં કરણે ખાસ રસ લીધો છે. આ મુદ્દે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, ‘કરણ ઇચ્છે છે કે આ ફિલ્મનું સંગીત ચાર્ટબસ્ટર સાબિત થાય. કરણ પહેલાંથી જ ફિલ્મનાં છ ગીતોના મુદ્દે સ્પષ્ટ હતો. ‘ડિસ્કો દીવાને’ સૌથી પહેલાં રિલીઝ થશે અને એની ડિઝાઇન આખી ક્રીએટિવ ટીમે મળીને નક્કી કરી છે.’



આ મુદ્દે કરણ સાથે વાત નહોતી થઈ શકી.


Whatsapp-channel Whatsapp-channel

29 August, 2012 06:46 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK