Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શું સલમાન ખાન છોડશે બિગ બૉસ?

શું સલમાન ખાન છોડશે બિગ બૉસ?

12 December, 2019 01:02 PM IST | Mumbai

શું સલમાન ખાન છોડશે બિગ બૉસ?

સલમાન ખાન (PC : PTI)

સલમાન ખાન (PC : PTI)


(આઈ.એ.એન.એસ.) સલમાન ખાન બહુ જલદી બિગ બૉસ ૧૩શો છોડશે એવી ચર્ચા ચાલી રહી છે. તેની જગ્યા હવે ફારાહ ખાન લેશે એવી ચર્ચા ચાલી રહી છે. સલમાન ખાનને ટ્રીગેમિનલ ન્યુરલજિયાની બીમારી હતી અને તે આ બીમારીનો ફરી શિકાર ન બને એ માટે તેને તેના પરિવાર દ્વારા આ શોને હોસ્ટ ન કરવાની સલાહ આપી છે. આ બીમારીમાં ચહેરા પરના એક્સપ્રેશનને કારણે પણ માથામાં દુખાવો થાય છે. બિગ બૉસમાં હાલમાં જે માહોલ ચાલી રહ્યો છે એના કારણે સલમાનના નજીકના સદસ્યો ચિંતિંત છે.

શુક્રવારે ફરી બિગ બૉસના ઘરમાં એન્ટ્રી કરશે સિર્દ્ધાથ શુક્લા
સિદ્ધાર્થ શુક્લા ફરી ‘બિગ બૉસ’ના ઘરમાં બહુ જલદી એન્ટ્રી કરશે. તેને ટાઇફોઈડ થયો હોવાથી તે હાલમાં જ ‘બિગ બૉસ’ના ઘરમાંથી બહાર નીકળ્યો હતો. જોકે તે સંપૂર્ણ પણે ઘરમાંથી બહાર નહોતો નીકળ્યો. ‘બિગ બૉસ’ના સિક્રેટ રૂમમાં તે આ માટે સારવાર લઈ રહ્યો હતો. તેની સાથે પારસ છાબરા પણ ત્યાં હતો જે તેની સર્જરી બાદ ડૉક્ટરના ઑબ્ઝર્વેશન હેઠળ છે. સિદ્ધાર્થની તબિયત સુધરી ગઈ હોવાથી તે હવે શુક્રવારે ફરી ઘરમાં એન્ટ્રી કરશે.


આ પણ જુઓ : બ્લેક કલરના ડ્રેસમાં બૅબો મચાવી રહી છે ધૂમ, જુઓ ગ્લેમરસ તસવીરો

સલમાન જ્યારે પણ સ્ટેજ પર આવે છે ત્યારે સ્પર્ધકોને કન્ટ્રોલમાં રાખવા તેણે ગુસ્સો કરવો પડે છે. આ ગુસ્સો તેની હેલ્થ માટે વાજબી નથી. આથી સલમાન જાન્યુઆરીથી શોને હોસ્ટ નહીં કરે એવી ચર્ચા છે. ૨૭ ડિસેમ્બરે તે તેનો જન્મદિવસ આ શોમાં સેલિબ્રેટ કરશે અને ત્યાર બાદ શોને વિદાય આપવાની સંભાવના છે.
બિગ બૉસને એક્સ્ટેન્ડ કરવામાં આવ્યો હોવાથી બાકીના એપિસોડ ફારાહ ખાન હોસ્ટ કરશે એવી ચર્ચા છે. એવી પણ ચર્ચા છે કે આ સલમાનની છેલ્લી સીઝન છે. અગાઉ પણ બિગ બૉસને એક્સટેન્ડ કરવામાં આવ્યું હતું ત્યારે સલમાનની જગ્યા ફારાહ ખાને લીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

12 December, 2019 01:02 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK