ટ્રેન્ડિંગ છે #BringJasminBhasinBack, જાસ્મિન ભસીન Bigg Bossનું ઘર છોડશે? શા

Updated: 10th January, 2021 18:07 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા એક વીડિયોમાં રૂબીના, અભિનવ, જાસ્મિન તથા અલી એકબીજાનો હાથ પકડીને ઉભા છે અને ચારેની આંખો ભીની છે

જાસ્મિન ભસીન
જાસ્મિન ભસીન

'બિગ બોસ' 14 ( Bigg Boss) સિઝન TRP લિસ્ટમાં તો ડંકો નથી વગાડી શકી પરંતુ સોશિયલ મીડિયામાં શોએ વાઇરલ થવામાં કંઇ બાકી નથી રાખ્યું. આ અઠવાડિયે ઇવિક્શનને મામલે ભારે ચર્ચા છે કારણકે ઇવિક્શન માટે શોમાંથી રૂબીના દિલાઈક, અભિનવ શુક્લા, જાસ્મિન ભસીન તથા અલી ગોની નોમિનેટ થયા હતા. આ ચારમાંથી એક આજે, 10 જાન્યુઆરી, રવિવારે 'બિગ બોસ'ના ઘરને હંમેશાં છોડશે. એવી ચર્ચાઓ છે કે આ વખતે શોમાંથી જાસ્મિન ભસીન ઘરની બહાર નીકળશે. 

જો કે શોમાંથી જાસ્મીન જ નિકળવાની છે એવી કોઇ ખાતરી નથી પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા એક વીડિયોમાં રૂબીના, અભિનવ, જાસ્મિન તથા અલી એકબીજાનો હાથ પકડીને ઉભા છે અને ચારેની આંખો ભીની છે. શો હોસ્ટ સલમાન ખાન પણ ઇમોશનલ છે અને એવી અટકળો છે કે જાસ્મિન ભસિનને એક્ઝિટ થવાના ન્યૂઝ સાંભળીને સલમાનની આંખોમાં પાણી આવી જાય છે. 

 
 
 
View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)

જાસ્મિન ભસીન શોમાંથી આઉટ થઈ હોવાની ચર્ચા વચ્ચે સોશિયલ મીડિયામાં ચાહકોએ #BringJasminBhasinBackનો ટ્રેન્ડ ચલાવ્યો છે. ફેન્સ જાસ્મિનને શોમાંથી એક્ઝિટ નથી કરવા દેવા માગતા એમ લાગે છે. જુઓ બે મિલિયન લોકોએ અત્યાર સુધી આ હેશટેગ વાપરીને ટ્વીટ કર્યાં છે.

આખરે શોમાંથી કોણ જાય છે એ તો આજનો એપિસોડ જોઇને જ ખબર પડશે.

First Published: 10th January, 2021 17:44 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK