Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પોતાના પતિથી કંટાળી મહિલા, સોનુ સૂદ પાસે માગી મદદ તો મળ્યો આ જવાબ

પોતાના પતિથી કંટાળી મહિલા, સોનુ સૂદ પાસે માગી મદદ તો મળ્યો આ જવાબ

02 June, 2020 03:52 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પોતાના પતિથી કંટાળી મહિલા, સોનુ સૂદ પાસે માગી મદદ તો મળ્યો આ જવાબ

સોનુ સૂદ

સોનુ સૂદ


બોલીવુડ અભિનેતા સોનુ સૂદ હાલ લૉકડાઉનમાં ફસાયેલા લોકોને તેમના ઘરે પહોંચાડવા માટે અને તેમની મદદ કરવાનું કામ કરે છે. અત્યાર સુધી તે હજારો મજૂરો, વિદ્યાર્થીઓ અને જરૂરિયાતમંદોને તેમના ઘરે પહોંચાડી ચૂક્યો છે. તેની ઘણાં લોકોએ સોશિયલ મીડિયા પર મદદ માગી છે, અને ઘણાં મદદ માગે છે. સોનુ સૂદને એક મહિલાએ ટ્વિટર પર પોતાના પતિથી કંટાળીને મદદ માગી છે. જેના પર અભિનેતાએ મજેદાર પ્રતિક્રિયા આપી છે.

મજૂરોની મદદ કરવાને કારણે સોનુ સૂદ મોટાભાગે સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. તેને ટ્વિટર પર એક મહિલાએ મદદ માટે લખ્યું કે, "સોનુ સૂદ, હું પતિ સાથે જનતા કર્ફ્યૂથી લઈને લૉકડાઉન ચાર સુધી સાથે છું. કાં તો તમે મારા પતિને ક્યાંક મૂકી આવો કાં તો મને મારી માને ઘરે છોડી દો. હું મારા પતિ સાથે હજી નથી રહેવા માગતી."



મહિલાના આ ટ્વીટનો અભિનેતાએ સરસ જવાબ આપ્યો છે. તેણે પોતાના જવાબમાં લખ્યું, "મારી પાસે તમારા માટે આથી પણ સારો પ્લાન છે. હું તમને બન્નેને ગોવા મૂકી દઉં છું, શું કહો છો..." સોશિયલ મીડિયા પર સોનુ સૂદનું આ ટ્વીટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. ઘણાં સોશિયલ મીડિયા યૂઝર્સ અને તેમના ચાહકો પણ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.



નોંધનીય છે કે સોનુ સૂદ પ્રવાસી મજૂરોની દિવસ-રાત મદદ કરી રહ્યો છે. તે તેમની માટે શક્ય એવી દરેક પ્રયત્ન કરે છે. આ સિલસિલામાં તેણે તાજેતરમાં જ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે વાત કરી. રાજ્યપાલે સોનુ સૂદ દ્વારા પ્રવાસી મજૂરોને તેમના ઘરે સુરક્ષિત પહોંચાડલા માટે તેમના વખાણ કર્યા. સાથે જ અભિનેતાને મદદ આપવા માટે દરેક પ્રકારના સહયોગ માટે પણ વાત કરી છે.

મહારાષ્ટ્ર રાજ્યપાલે પોતાના ટ્વીટમાં લખ્યું, "ફિલ્મ સ્ટાર સોનુ સૂદે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુંબઇમાં શનિવારે મુલાકાત કરી. અભિનેતાએ રાજ્યપાલને પ્રવાસીઓને તેમના ઘરે મોકલવા અને ભોજન આપવા વિશે માહિતી આપી. ભગત સિંહ કોશ્યારીએ સોનુ સૂદના આ સારા કામના વખાણ કર્યા અને તેને સંપૂર્ણ સહયોગ આપવાનું આશ્વાસન પણ આપ્યું."

Whatsapp-channel Whatsapp-channel

02 June, 2020 03:52 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK