Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 10 દિવસ સુધી કંગનાની 'બોલતી બંધ', આ છે કારણ

10 દિવસ સુધી કંગનાની 'બોલતી બંધ', આ છે કારણ

06 March, 2019 01:06 PM IST |

10 દિવસ સુધી કંગનાની 'બોલતી બંધ', આ છે કારણ

કંગના રાનોટ

કંગના રાનોટ


કંગના રાનોટનું નામ આવતા જ ઘણા વિવાદ સામે આવે છે કારણકે તે પોતાની વાત મન ખોલીને અને કોઈપણ દબાણ વગર કહે છે. કંગના કોઈના વિશે બોલવામાં જરા પણ અચકાતી નથી, કારણકે 10 દિવસ સુધી કંગના ચુપ રહેશે.

કંગના રાનોટનો માર્ચ 23મીએ બર્થ-ડે છે. આ એના જીવનનો 32મો જન્મદિવસ છે. આ અવસર પર કંગનાએ પોતાને માટે ભેટ તરીકે પોતાની જાતને ચૂપચાપ રહેવાનુ નક્કી કર્યું છે. તે જલદી કોઈમ્બતુર જશે અને ત્યા તે યોગા અને ધ્યાનમાં લીન થશે. તે સમય દરમિયાન તે ચુપ રહેશે અને લાંબા સમય સુધી મેડિટેશન કરશે. પરંતુ આ બધુ જન્મદિવસ પહેલા થશે કારણકે બર્થ-ડેના દિવસે તે પોતાના પરિવાર સાથે મનાલીમાં રહેશે. કંગના જ્યારે 16-17 વર્ષની હતી ત્યારથી યોગા કરે છે. પરંતુ હવે એડવાન્સ યોગ શીખવા માટેનો ક્રેઝ તેમને પૂર્ણ કરશે. તે માને છે કે દસ દિવસનું મૌન તેમની માટે એક મહાન સિદ્ધિ હશે, અને પડકાર પણ છે. આ સમય દરમિયાન કંગનાનો ફોન તેમનાથી દૂર રહેશે. તેમને આશરે 10 થી 15 કલાક સુધી ધ્યાનમાં રહેવું પડશે. જો કે તેમના એડવાન્સ યોગ કોર્સને છ મહિનાની સખત મહેનતની યોગ્ય રીતે અમલીકરણ કરવાની જરૂર છે.



આ પણ વાંચો : અક્ષય કુમારનું વેબ સીરિઝમાં ડેબ્યૂ, કહ્યું આરવ માટે કરી રહ્યો છું The End


બર્થ-ડે બાદ કંગના સૌથી પહેલા પંગા લેશે. આ અશ્વિની અય્યર તિવારીની આગામી ફિલ્મનું નામ છે. ફિલ્મમાં તે કબડ્ડી ખેલાડી છે અને મનાલીમાં એની પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. મે મહિનામાં પૂરી થનારી આ ફિલ્મમાં જસ્સી ગિલ અને નીના ગુપ્તા પણ છે. એની 'મેન્ટલ હૈ ક્યા' પણ આવવાની છે અને બાદ કંગના પોતાની બોયોપિક પણ ડાયરેક્ટ કરવા ઈચ્છે છે.


Whatsapp-channel Whatsapp-channel

06 March, 2019 01:06 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK