અક્ષય કુમારનું વેબ સીરિઝમાં ડેબ્યૂ, કહ્યું આરવ માટે કરી રહ્યો છું The End

મુંબઈ | Mar 06, 2019, 10:08 IST

અક્ષય કુમારે અનોખ અંદાજમાં તેની નવી વેબ સીરિઝની જાહેરાત કરી. અક્ષય ધ એન્ડ નામની એક્શન થ્રિલરમાં જોવા મળશે.

અક્ષય કુમારનું વેબ સીરિઝમાં ડેબ્યૂ, કહ્યું આરવ માટે કરી રહ્યો છું The End
આગ સાથે ખેલ્યા અક્ષય કુમાર

બોલીવુડના ખિલાડી કુમારે વેબ સીરિઝમાં પદાર્પણની જાહેરાત કરી છે. અને એ પણ તેની સ્ટાઈલમાં. પોતાની ખિલાડીની ઈમેજને છાજે તે રીતે. અક્ષયે મુંબઈમાં વેબ સીરિઝની ઘોષણા કરી ધમાકેદાર સ્ટંટ સાથે. અક્ષય કુમાર પોતાના શરીર પર આગ લગાવીને આવ્યા હતા. જો કે તેણે શરીર પર લેપ પણ લગાવ્યો હતો જેથી આગથી નુકસાન ન થાય. જ્યારે અક્ષય રેમ્પ પર આવ્યા ત્યારે ત્યાં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

akshay kumar stunt

અક્ષય કુમારે વેબ સીરિઝ પર વાત કતા કહ્યું કે, 'મારા દીકરા આરવના આગ્રહના કારણે હું ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કરી રહ્યો છે. એ મારો ટીચર છે. અને હું બધું તેની પાસેથી જ શીખ્યો છું.' સાથે અક્ષયે એમ પણ કહ્યું કે ડિજિટલ દુનિયા મને આકર્ષિત કરે છે. મારે અહીં કાંઈક અલગ કરવું છે. અને યુવાનો સાથે જોડાવાની મારી ઈચ્છા છે.

અક્ષયની વેબ સીરિઝનું ટાઈટલ હાલ ધ એન્ડ રાખવામાં આવ્યું છે. એમેઝોન ઓરિજિનલની આ સીરિઝની સ્ક્રીપ્ટ પર હાલ કામ થઈ રહ્યું છે. અને તે 2020માં ફ્લોર પર જશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK