મૂવી-માફિયા કરતાં પણ વધુ ભયાનક કઈ બાબત લાગે છે કંગના રનોટને?
કંગના રનોટ
કંગના રનોટને નેપોટિઝમ અને મૂવી-માફિયા કરતાં પણ એક વાત વધુ ખરાબ લાગે છે અને એ છે નાઇટ શિફ્ટ. કંગનાએ તાજેતરમાં ‘મણિકર્ણિકા રિટર્ન્સ: ધ લેજન્ડ ઑફ દીદ્દા’ બનાવવાની જાહેરાત કરી હતી. આ ફિલ્મ કાશ્મીરની રાણીના જીવન પર આધારિત હશે. કંગના ‘થલાઇવી’ અને ‘તેજસ’માં પણ દેખાવાની છે અને સાથે જ તેણે ‘ધાકડ’નું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે એટલે આખું વર્ષ તે ફિલ્મોમાં બિઝી રહેવાની છે. નાઇટ શિફ્ટમાં કામ કરવાને લઈને શરીરમાં જે પરિવર્તન આવે છે એની તેને આદત નથી. એ વિશે કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘નેપોટિઝમ અને મૂવી-માફિયા સિવાય એક ઍક્ટર તરીકે નાઇટ શિફ્ટ કરવી ખૂબ ભયાનક લાગે છે. સૂર્યોદય થાય છે ત્યારે તમે ઊંઘી જાઓ છો. બૉડી-ક્લૉક અને ફૂડ-સાઇકલ બગડી જાય છે. શરૂઆતમાં કેટલીક રાતો સુધી ઊંઘ નથી આવતી. હવે મારું શરીર એ અપનાવે એની રાહ જોઈ રહી છું. હાલમાં ટ્વિટર પર શું ન્યુઝ ચાલી રહ્યા છે?’