Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > વિશાલ આદિત્ય સિંહ નચ બલિયે 9માં બન્યો કિન્નર

વિશાલ આદિત્ય સિંહ નચ બલિયે 9માં બન્યો કિન્નર

04 October, 2019 01:43 PM IST | રાજકોટ
રશ્મિન શાહ

વિશાલ આદિત્ય સિંહ નચ બલિયે 9માં બન્યો કિન્નર

વિશાલ આદિત્ય સિંહ

વિશાલ આદિત્ય સિંહ


આ ફોટોગ્રાફ જોઈને તમે ધારી શકો ખરા કે આ વિશાલ આદિત્ય સિંહ છે, જેના સિક્સપૅક અને મસ્ક્યુલર બૉડી પર છોકરીઓ આફરીન છે? હા, આ વિશાલ આદિત્ય સિંહ છે અને એ ‘નચ બલિયે ૯’માં કિન્નર બનીને પર્ફોર્મન્સ કરવાનો છે. વિશાલનો આ ફોટોગ્રાફ ક્યાંય લીક ન થાય એનું ધ્યાન સ્ટાર પ્લસ રાખે એ સ્વાભાવિક છે, કારણ કે વિશાલ પોતે પણ એક સમયે કિન્નર બનવા માટે ખચકાટ અનુભવતો હતો.

વિશાલે પોતાનો આ પર્ફોર્મન્સ તેની મમ્મીને ડેડિકેટ કર્યું છે. મહિલાનાં કપડાં પહેર્યા પછી વિશાલની આંખમાં આંસુ પણ આવી ગયાં હતાં. વિશાલે કહ્યું, ‘ઉત્તર ભારતમાં આ રીતે છોકરી બનીને ઘણા છોકરાઓ રોડ પર પર્ફોર્મન્સ આપતા હોય છે અને પાંચ-દસ રૂપિયાની બક્ષિસથી ખુશ થઈ જાય છે, જે બક્ષિસ પર તેનું આખું ઘર ચાલે છે. આવું કરવાની તેમની હિંમત નથી હોતી, પણ તેમણે એ કરવું પડે છે.’



આ પણ વાંચો : Bigg Boss13: શહેનાઝને કિસ કરવા પાછળ પડ્યા આ 2 કન્ટેસ્ટંટ, જાણો ડિમાન્ડ


વિશાલનો આ પર્ફોર્મન્સ આ શનિ-રવિમાં ઑનૅર થશે. કિન્નર બન્યા પછી વિશાલે એક દિવસ તો કિન્નર જેવા હાવભાવ ડેવલપ કરવા માટે રિસર્ચમાં ફાળવ્યા હતા. કિન્નરની કૅરૅક્ટરિસ્ટિક ડેવલપ કરવા માટે તેણે ૭ કલાકથી વધારે કિન્નરોનાં એક્સપ્રેશન ઑર્બ્ઝવ કર્યાં અને એ પછી તેણે પોતાના આ પર્ફોર્મન્સ ઉમેર્યા.


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2019 01:43 PM IST | રાજકોટ | રશ્મિન શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK