વિરાટ કોહલી ગુજરાતી દાદીને મળ્યો, તો અનુષ્કાએ કહ્યું કંઈક આવું

Published: Jul 03, 2019, 13:26 IST | મુંબઈ ડેસ્ક

વિરાટ કોહલીએ તેમની સાથે મુલાકાત કરી અને આ સ્પેશિયલ તસવીર સોશિયલ મીડિયા પર છવાઇ ગઈ. ફક્ત વિરાટ કોહલીએ જ નહીં પણ રોહિત શર્માએ પણ જઈને દાદીમા સાથે કરી મુલાકાત.

વિરાટે શેર કરેલી તસવીર પર અનુષ્કાએ કરી આ કોમેન્ટ
વિરાટે શેર કરેલી તસવીર પર અનુષ્કાએ કરી આ કોમેન્ટ

ICC Cricket World Cup 2019માં મંગળવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થયેલી મેચમાં ભારતની જીત બાદ વિરાટ કોહલીની આ ગુજરાતી દાદી સાથેની તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

વર્લ્ડ કપમાં મંગળવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થયેલી મેચમાં ભારતની જીત થઈ. આ મેચમાં ભારતીય પ્લેયર્સ જ નહીં પણ એક 87 વર્ષના દાદીમાએ પણ આખા દેશનું મન જીતી લીધું છે, જે સ્ટેડિયમમાં ભારતીય ટીમને ચિયર કરી રહ્યા હતા.

મેચ જોતાં જોતાં દાદીમા એટલા ફેમસ થઈ ગયા છે કે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પોતે તેમને મેચ પૂરી થયા બાદ મળવા પહોંચી ગયો. વિરાટ કોહલીએ તેમની સાથે મુલાકાત કરી અને આ સ્પેશિયલ તસવીર સોશિયલ મીડિયા પર છવાઇ ગઈ. ફક્ત વિરાટ કોહલીએ જ નહીં પણ રોહિત શર્માએ પણ જઈને દાદીમા સાથે કરી મુલાકાત.

Virat Kohli Instagram

સોશિયલ મીડિયા પર વિરાટના આ વ્યવહારના ઘણાં વખાણ થઈ રહ્યા છે. દાદીમાને જઈને મળવું....તેમને ભેટવું, વિરાટના પ્રેમે તેના ચાહકોના દિલ જીતી લીધા. ફક્ત ચાહકો જ નહીં પણ વિરાટ કોહલીની પત્ની અનુષ્કાએ પણ તેના આ કામના વખાણ કર્યા છે.

Virat Kohli Instagram

હકીકતે મેચ પૂરી થયા પછી વિરાટે દાદીમા સાથેની પોતાની તસવીર શેર કરી. કેપ્ટને તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, આટલાં પ્રેમ અને સપોર્ટ માટે હું મારા બધાં જ ચાહકોનો અને ખાસ તો ચારુલતા પટેલજીનો આભાર માનું છું. ચારુલતાજીની ઊંમર 87 વર્ષ છે અને મેં તેમનાથી વધુ પેશનેટ તેમજ ક્રિકેટ માટે સમર્પિત ચાહક હજી સુધી નથી જોયા.

 
 
 
View this post on Instagram

My one and only! ♥️😇♥️

A post shared by Virat Kohli (@virat.kohli) onFeb 20, 2018 at 12:14am PST

આ પણ વાંચો : Kabir singh Box Office Collection: આજે કરી શકે 200 કરોડનો આંકડો પાર

વિરાટની આ તસવીર પર અનુષ્કાએ દિલવાળી ઇમોજી બનાવીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યું છે. અનુષ્કા સિવાય કરણ વાહી, રણવીર સિંહ, ઇશા ગુપ્તા, ડાયના પેંટીએ પણ વિરાટ કોહલીના વખાણ કર્યા છે. જણાવીએ તે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થયેલા મેચને લઈને લોકોમાં જબરજસ્ત ઉત્સાહ હતો. ભારતે બાંગ્લાદેશને 28 રન્સથી પરાજિત કરીને સેમી ફાઇનલમાં પોતાને ક્વૉલિફાઇ કરી લીધો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK