Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Kabir singh Box Office Collection: આજે કરી શકે 200 કરોડનો આંકડો પાર

Kabir singh Box Office Collection: આજે કરી શકે 200 કરોડનો આંકડો પાર

03 July, 2019 12:42 PM IST | મુંબઈ ડેસ્ક

Kabir singh Box Office Collection: આજે કરી શકે 200 કરોડનો આંકડો પાર

કબીર સિંહ (ફાઇલ ફોટો)

કબીર સિંહ (ફાઇલ ફોટો)


શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ફિલ્મ કબીર સિંહ બૉક્સ ઑફિસ પર આજે એટલે કે બુધવારે એક નવો રેકૉર્ડ બનાવવા જઈ રહી છે. ફિલ્મે 12 દિવસમાં 198 કરોડ જેટલી રકમ જમા કરી લીધી છે. એટલે કે આજે ફિલ્મ 200 કરોડનો આંકડો પાર કરી લેશે. ફિલ્મ ક્રિટિક તરણ આદર્શ માને છે કે ફિલ્મ આ અઠવાડિયે 250 કરોડનો આંકડો પાર કરી શકે છે.

ફિલ્મની કમાણી વિશે વાત કરીએ તો કબીર સિંહે પહેલા જ દિવસે જબરજસ્ત કમાણી કરી છે. મહત્વની વાત એ છે કે ફિલ્મની કમાણીનો ગ્રાફ હજી પણ નીચે આવ્યો નથી. ફિલ્મે ફક્ત 11 દિવસમાં 190 કરોડનો આંકડો પાર કરીને એક નવો રેકોર્ડ બનાવી દીધું છે.




જણાવીએ કે ફિલ્મ 21 જૂને રિલીઝ થઈ હતી અને પહેલા જ દિવસે ફિલ્મે 20.21 કરોડ રૂપિયાની જબરજસ્ત ઓપનિંગ કરી હતી. બીજા દિવસે 22.71 કરોડ, ત્રીજા દિવસે 27.91 કરોડ, ચોથા દિવસે એટલે કે ગયા સોમવારે 17.54 કરોડ અને પાંચમાં દિવસે મંગળવારે 16.5 કરોડ રૂપિયાની કમાણી કપી લીધી. આ રીતે કબીર સિંહે 100 કરોડનો આંકડો પાંચ દિવસમાં જ પાર કરી દીધો હતો. ત્યાર પછી ચાર દિવસમાં ફિલ્મે 63 કરોડ રૂપિયાનું બિઝનેસ કર્યું. અને આજે ફિલ્મ લગભગ 200 કરોડનો આંકડો પણ પાર કરી લેશે.


શું છે ફિલ્મની સ્ટોરી
આ સ્ટોરી એક કબીર સિંહ અને પ્રીતિની પ્રેમકહાણી છે. આ ફિલ્મમાં કબીર સિંહને એક હોંશિયાર વિદ્યાર્થી દર્શાવાયો છે, જેને પહેલી નજરે જ પ્રીતિ સાથે પ્રેમ થઈ જાય છે. ત્યાર પછી શરૂ થાય છે બન્નેની લવસ્ટોરી. ફિલ્મમાં શાહિદ કપૂરને ખૂબ જ ગુસ્સાવાળો અને પ્રીતિ માટે પઝેસિવ બતાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Kabir singh ફિલ્મના ઘણા વિરોધ છતાં કલેક્શન 200 કરોડ નજીક પહોંચી

ઉલ્લેખનીય છે કે કબીરસિંહને સંદીપ રેડ્ડી વંગાએ ડિરેક્ટ કરી છે, તેમણે જ આ ફિલ્મનું તેલુગુ વર્ઝન પણ ડિરેક્ટ કર્યું હતું. કબીર સિંહમાં કિયારા અડવાણી લીડ રોલમાં છે. કબીરસિંહની સ્ટોરી એક એવા મેડિકલ સ્ટુડન્ટની લવસ્ટોરી છે, જે ભણવામાં જીનિયસ છે પરંતુ ગુસ્સો ખૂબ જ આવે છે. આ ગુસ્સાના કારણે તેની જિંદગીમાં સારુ થાય છે, તો ખરાબ બનાવો પણ બને છે. ફિલ્મ સમીક્ષકોએ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. સાથે જ મહિલા પાત્રને નબળું બતાવવા માટે ફિલ્મની ટીકા પણ થઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

03 July, 2019 12:42 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK