વિન્દ્યા તિવારી બનશે નવી મનમોહિની

Updated: Nov 01, 2019, 12:21 IST | મુંબઈ

શોના કૉન્સેપ્ટ મુજબ નવેમ્બરના શરૂઆતી વિકમાં થશે ઘણા ફેરફારઃ શો-ટાઈમમાં પણ ફેરફાર

વિન્દ્યા તિવારી
વિન્દ્યા તિવારી

૫૦૦ વર્ષના અંતરાલ બાદની ચુડેલની વાત કરતો સુપરનેચલ રોમૅન્ટિક થ્રીલર ટેલીવીઝન શો ‘મનમોહિની’માં રસપ્રદ ફેરફાર થવા જઈ રહ્યા છે.

ગયા વર્ષે ૨૭મી નવેમ્બરથી ઝીટીવી પર શરૂ થયેલા શો ‘મનમોહિની’માં પોતાના પ્રેમીને પામવા ગોપિકા (જે બાદમાં ‘મનમોહિની’ બને છે) નામની ચુડેલ ૫૦૦ વર્ષ સુધી રાહ જુએ છે. તેના પ્રેમી રામનો પૂર્નજન્મ થાય છે જે હવે બિઝનેસમૅન છે અને પત્ની સિયા સાથે રહે છે. રામ અને સિયા ડિવોર્સ લેવાના છે ત્યાં સિયાને મોહિની વિશે જાણ થાય છે અને તે રામને તેનાથી બચાવવાનું નક્કી કરે છે. આ પ્રકારના કૉન્સેપ્ટ સાથે ચાલી રહેલી ધારાવાહિક ‘મનમોહિનીમાં ફરી ૫૦૦ વર્ષનો જમ્પ આપવાનું મેકર્સે નક્કી કર્યું છે. સિયા અને રામના દીકરા મનની જનરેશન આ વખતે દર્શાવવામાં આવશે.

નવેમ્બરની શરૂઆતથી થનાર આ ચેન્જીસમાં રામ અને સિયાના પાત્રો યશાવત્ રહેશે એ સાથે સુનંદાના એક પાત્રનો ઉમેરો થશે જે અભિનેત્રી વિન્દ્યા તિવારી ભજવશે. આ પાત્ર ગોપિકા, જે બાદમાં ‘મનમોહિની’ બની, તેના જેવું હશે. વિન્દ્યા છેલ્લે ‘વિક્રમ વેતાલ કી રહસ્ય ગાથા’ અને ‘હાફ મેરેજ’માં દેખાઈ હતી. કહેવાઈ રહ્યું છે કે વિન્દ્યા ઉપરાંત ‘યે વાદા રહા’ અને ‘સસુરાલ સિમરન કા’મા દેખાઈ ચૂકેલી વૈશાલી ઠક્કર પણ શક્તિના મહત્વના પાત્રમાં દેખાશે, જે સિયા અને રામના દિકરા મનની જોડીદાર હશે. આ ઉપરાંત મેલ લીડ માટે અભિનેતા કરમ રાજપાલનું નામ ચર્ચામાં છે.

આ સાથે ‘મનમોહિની’ના ટાઈમિંગમાં પણ ફેરફાર કરવાનું નક્કી થયું છે. ઝી ટીવી પર રાતના સાડા ૧૦ વાગ્યે આવતો શો ‘હમારી બહુ સિલ્ક’ ઘટતી ટીઆરપીના કારણે આટોપાઈ રહ્યો છે, માટે ૫મી નવેમ્બરથી તેનો સ્લોટ ‘મનમોહિની’ને ફાળવવામાં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK