Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ખતરો કે ખિલાડીમાં ડ્રગ્સ લેતા પકડાયો વિકાસ ગુપ્તા, શોમાંથી થયો બહાર

ખતરો કે ખિલાડીમાં ડ્રગ્સ લેતા પકડાયો વિકાસ ગુપ્તા, શોમાંથી થયો બહાર

12 February, 2019 12:24 PM IST |

ખતરો કે ખિલાડીમાં ડ્રગ્સ લેતા પકડાયો વિકાસ ગુપ્તા, શોમાંથી થયો બહાર

વિકાસ ખતરો કે ખિલાડીમાંથી બહાર

વિકાસ ખતરો કે ખિલાડીમાંથી બહાર


જાણીતા રિઆલિટી શો ખતરો કે ખિલાડીમાં સ્ટંટ પહેલા ડ્રગ્સ લેવાના કારણે વિકાસ ગુપ્તાને શો માંથી કાઢી મુકવામાં આવ્યો છે. બિગ બોસ 11ના માસ્ટર માઈંડ વિકાસ શોમાં પણ પોતાની હરકતોથી ચાહકોને નિરાશ કરી રહ્યા છે. અનેક વાર શોના હોસ્ટ રોહિત શેટ્ટીના રોષનો ભોગ પણ તે બની ચુક્યા છે. અને હવે તેને શોમાંથી બહાર કાઢી મુકવામાં આવશે. કારણ કે તેણે સ્ટંટ પહેલા ડ્રગ્સ લીધા હોવાનો ખુલાસો થશે.

ડ્રગ્સ લેવાની વાતને ખુદ વિકાસે સ્વિકારી છે. 12 એપિસોડ ખતરા સામે લડ્યા બાદ વિકાસને શોમાંથી બહાર નીકળવું પડશે. રિપોર્ટ્સ પ્રમાણે રોહિત શેટ્ટીને ખબર પડશે કે વિકાસ શો દરમિયાન પેઈનકિલર્સ લઈ રહ્યા હતા. રોહિત શેટ્ટી શોના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ રોહિત પર ભડક્યા અને તેને ખુબ જ ફટકાર લગાવી.

શોનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રોહિત શેટ્ટી વિકાસને ફટકાર લગાવી રહ્યા છે. ડાયરેક્ટરે કહ્યું કે અમારી ટીમને ખબર પડી છે કે તમે એક ખાસ પ્રકારને ઈંજેક્શન લઈ રહ્યા છો, જે બાકીના ખેલાડીઓ માટે અન્યાય સમાન છે. જો સ્ટંટ દરમિયાન કાંઈ થઈ જાત તો?

વિકાસે બચાવમાં કહ્યું કે, ઝૈન રોજ પ્રી-વર્કઆઉટ લે છે. બાદમાં રોહિતે ભડકીને કહ્યું કે તમે મારી અને તમારી વાત કરો. તમે આ શોને રિસ્કમાં મુક્યો છે.

 
 
 
View this post on Instagram

PRECAP: Khatron ke khiladi

A post shared by Tellywood ???? (@tellytreat) onFeb 10, 2019 at 11:41pm PST



(વીડિયો સૌજન્યઃ ટેલીટ્રીટ ઈન્સ્ટાગ્રામ)


વિકાસે નિયમોનો ભંગ કરતા આખરે તેને શોમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ ખતરો કે ખિલાડીની નવમી સિઝન છે. જેને રોહિત શેટ્ટી હોસ્ટ કરી રહ્યા છે. અને આ સિઝન TRP ચાર્ટમાં પણ ટોપ પર છે.


Whatsapp-channel Whatsapp-channel

12 February, 2019 12:24 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK