Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તામિલનાડુમાં ૩ દિવસમાં ૫૦ કરોડનો બિઝનેસ કરનાર માસ્ટરની હિન્દી રીમેક

તામિલનાડુમાં ૩ દિવસમાં ૫૦ કરોડનો બિઝનેસ કરનાર માસ્ટરની હિન્દી રીમેક

17 January, 2021 04:40 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તામિલનાડુમાં ૩ દિવસમાં ૫૦ કરોડનો બિઝનેસ કરનાર માસ્ટરની હિન્દી રીમેક

‘માસ્ટર’નું પોસ્ટર

‘માસ્ટર’નું પોસ્ટર


તામિલ ફિલ્મ ‘માસ્ટર’એ ૩ દિવસમાં તામિલનાડુમાં ૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે અને હવે એની હિન્દી રીમેક બનવાની છે. તામિલનાડુમાં આ ખૂબ મોટું વીક-એન્ડ ઓપનિંગ કહેવાય. ‘માસ્ટર’માં વિજય થલપથી અને વિજય સેતુપતિ લીડ રોલમાં જોવા મળી રહ્યા છે. એન્ડેમોલ શાઇન ઇન્ડિયા, મુરાડ ખેતાની અને 7 સ્ક્રીન સ્ટુડિયોએ આ ફિલ્મની હિન્દી રીમેકના રાઇટ્સ ખરીદ્યા છે. એના કાસ્ટિંગ વિશે વધુ માહિતી નથી મળી. ટ્વિટર પર ટ્રેડ-ઍનલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કર્યું હતું કે ‘આ ઑફિશ્યલ જાહેરાત છે. ‘માસ્ટર’ની હિન્દી રીમેક બનવાની છે. ‘માસ્ટર’માં વિજય થલપથી અને વિજય સેતુપતિ છે. હવે એની હિન્દી રીમેકને એન્ડેમોલ શાઇન ઇન્ડિયા, મુરાડ ખેતાની અને 7 સ્ક્રીન સ્ટુડિયો પ્રોડ્યુસ કરવાનાં છે. હિન્દી રીમેકની કાસ્ટિંગ જલદી જ શરૂ થવાની છે.’


Whatsapp-channel Whatsapp-channel

17 January, 2021 04:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK