Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ડર્ટી ગર્લ વિદ્યાની દ્વિધા

ડર્ટી ગર્લ વિદ્યાની દ્વિધા

28 December, 2011 05:47 AM IST |

ડર્ટી ગર્લ વિદ્યાની દ્વિધા

ડર્ટી ગર્લ વિદ્યાની દ્વિધા


 

જોકે ફિલ્મમાં તેની અને ઇમરાન હાશ્મીની કેમિસ્ટ્રીને પણ ઘણી પસંદ કરવામાં આવી હતી અને એને કારણે જ વિદ્યા પાસે અત્યારે જે બે ફિલ્મોની ઑફર છે એ બન્નેમાં તેનો લીડ ઍક્ટર ઇમરાન હાશ્મી જ હશે. ‘આમિર’ અને ‘નો વન કિલ્ડ જેસિકા’ના ડિરેક્ટર રાજકુમાર ગુપ્તાની નેક્સ્ટ ફિલ્મ ‘ઘનચક્કર’ તથા વિશાલ ભારદ્વાજની ‘ડાયન’માં તેને લીડ રોલ ઑફર થયા છે. જોકે કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાએ નક્કી કર્યું છે કે તે આ બેમાંથી કોઈ એક જ ફિલ્મમાં કામ કરશે અને અત્યારે તેને એ જ દ્વિધા છે કે તે કઈ ફિલ્મ માટે હા પાડે.

વિદ્યાની ઇમેજે રિલીઝ ટાળી

‘ધ ડર્ટી પિક્ચર’ના શૂટિંગ પહેલાં શરૂ થયેલી ‘ઝંકાર બીટ્સ’ના ડિરેક્ટર સુજૉય ઘોષની ‘કહાની’નું પોસ્ટ-પ્રોડક્શન અત્યારે ચાલી રહ્યું છે. જોકે સુજૉય ઘોષે ફિલ્મની રિલીઝ અત્યારે ટાળવાનું નક્કી કર્યું છે. આની પાછળનું કારણ ‘ધ ડર્ટી પિક્ચર’માં તેની ઊભી થયેલી ઇમેજ હજી લોકોમાં એવી જ હશે એવું તેમને લાગી રહ્યું છે. જોકે આ થ્રિલરમાં વિદ્યા એક પ્રેગ્નન્ટ મહિલાનો રોલ કરશે અને એને કારણે જ તેમણે આ નિર્ણય લીધો છે.


Whatsapp-channel Whatsapp-channel

28 December, 2011 05:47 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK